AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાતોરાત રૂપિયા 44 અબજને પાર પહોંચ્યું આ કંપનીનું મૂલ્ય, કારોબારમાં 53%નો ઉછાળો નોંધાવનાર શેર છે તમારા પોર્ટફોલિયોમાં?

IPO માટે કિંમત રૂ. 1,000 થી રૂ. 1,033 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી શેર 1500 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

રાતોરાત રૂપિયા 44 અબજને પાર પહોંચ્યું આ કંપનીનું મૂલ્ય, કારોબારમાં 53%નો ઉછાળો નોંધાવનાર શેર છે તમારા પોર્ટફોલિયોમાં?
MapmyIndia IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 8:11 AM
Share

Mapmyindiaના IPOએ બજારમાં જબરદસ્ત શરૂઆત કરી છે. આ સ્ટાર્ટઅપ કંપનીનો સ્ટોક 53 ટકા વધીને રૂ 1,581 સુધી ઉછળ્યો હતો. આ કંપની રાકેશ વર્મા અને તેમની પત્ની રશ્મિ વર્મા ચલાવે છે. IPO થી MapmyIndiaની સંપત્તિ રૂ 44 અબજને વટાવી ગઈ છે. Mapmyindia ડિજિટલ નકશા અને સંકળાયેલ ડેટા વેચે છે.

ડિજિટલ મેપિંગ કંપની MapmyIndia ની મૂળ કંપનીનું નામ CE Info Systems Ltd છે. છે. BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર કંપની દ્વારા વેચાણ માટે મૂકવામાં આવેલા 70,44,762 શેરની સામે 4,33,94,624 શેર માટે બિડ મળી હતી. કંપનીએ તાજેતરમાં એન્કર રોકાણકારો પાસેથી રૂ. 312 કરોડ એકત્ર કર્યા હતા. IPO માટે કિંમત રૂ. 1,000 થી રૂ. 1,033 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી શેર 1500 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

MapmyIndia ની મૂળ કંપની CE Info Systems Ltd ના શેરની સ્થિતિ

Last Closing   1,491.00     +97.35 (6.99%) 52-wk high     1,590.00 52-wk low      1,282.60 Issue Price      1,033

શેરની જબરદસ્ત માંગ  MapmyIndiaના શેર મંગળવારે 53%ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. તેની ઇશ્યૂ કિંમત રૂ. 1,033 સામે તે BSE પર 53.04 ટકાના વધારા સાથે રૂ. 1,581 પર ખુલ્યો હતો. બાદમાં 53.61 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને શેરનો ભાવ રૂ. 1,586 પર પહોંચ્યો હતો. એપલ અને એમેઝોન જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ MapmyIndia પાસેથી સોફ્ટવેર ખરીદે છે.

IPO જારી થયા બાદ આ કંપનીની 54 ટકા માલિકી રાકેશ વર્મા અને રશ્મિ વર્મા પાસે છે. બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં રાકેશ વર્માએ પોતાના બિઝનેસ વિશે જણાવ્યું કે જ્યારે તેમણે કામ શરૂ કર્યું ત્યારે લોકો મેપિંગ ડેટાને સમજી શક્યા ન હતા. આજે સ્થિતિ એવી છે કે આજે કોઈ પણ વેપાર, ઉદ્યોગ, સરકારી કંપનીઓ કે મંત્રાલયો ડેટા મેપિંગ વગર ચાલતા નથી.

રાકેશ વર્મા-રશ્મિ વર્માએ કંપની શરૂ કરી હતી રાકેશ વર્મા અને રશ્મિ વર્માએ 90ના દાયકામાં MapmyIndia કંપની શરૂ કરી હતી. તે સમયે ભારતમાં ઈન્ટરનેટ જેવી કોઈ સુવિધા નહોતી. વર્મા દંપતીએ અમેરિકાથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. બંનેને પોતાના બિઝનેસ આઈડિયામાં ખૂબ વિશ્વાસ હતો. બંનેએ મોટી કંપનીઓમાં નોકરી પણ કરી હતી. રાકેશ વર્મા જનરલ મોટર્સમાં ઓફિસર હતા ત્યારે રશ્મિ વર્માએ પણ કોમ્પ્યુટર ડેટાબેઝ પર ઘણું કામ કર્યું હતું. બંને એક મોટું સ્વપ્ન લઈને ભારત પાછા ફર્યા અને MapmyIndiaની સ્થાપના કરી.

ભૂતકાળમાં ઘણી મોટી કંપનીઓ MapIndia સાથે જોડાઈ છે. Motorola, Ericsson, AB અને Qualcommની જેમ આ લિસ્ટમાં પણ સામેલ છે. આજે ડેટા મેપિંગ કંપનીનું કામ વધી ગયું છે અને એપલ અને એમેઝોન જેવી કંપનીઓ પણ ક્લાયન્ટ છે. આજે સ્થિતિ એ છે કે ભારતમાં GPS નેવિગેશન દ્વારા કરવામાં આવતા 95 ટકા બિઝનેસ પર MapmyIndiaનું વર્ચસ્વ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના શેરબજારમાં સફળતા પછી MapMyIndia વિદેશમાં પણ તેની સેવાઓ પ્રદાન કરશે.

આ પણ વાંચો :  Budget 2022: નાણાં પ્રધાન સાથે પ્રિ-બજેટ ચર્ચામાં ઉદ્યોગ જગતે ક્યાં સૂચનો કર્યા? જાણો અહેવાલમાં

આ પણ વાંચો : Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">