AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnad Mercantile Bank IPO : 100 વર્ષ જૂની ખાનગી બેંકનો IPO ખુલ્યો, જાણો કેટલું છે GMP

બેંક આ IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ તેની મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરશે. તેનો ઉદ્દેશ્ય તેના ટિયર-1 કેપિટલ બેઝને વધારવાનો છે.

Tamilnad Mercantile Bank IPO : 100 વર્ષ જૂની ખાનગી બેંકનો IPO ખુલ્યો, જાણો કેટલું છે GMP
Tamilnad Mercantile Bank IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 7:33 AM
Share

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકનો આઇપીઓ (Tamilnad Mercantile Bank IPO) આજે 5મી સપ્ટેમ્બર 2022ના રોજ ખુલ્યો છે. તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકે 832 કરોડના IPOની શરૂઆત પહેલા એન્કર રોકાણકારો પાસેથી રૂ. 363 કરોડથી વધુ એકત્ર કર્યા છે. BSEની વેબસાઈટ પર અપલોડ કરાયેલા એક પરિપત્ર અનુસાર તેણે એન્કર રોકાણકારોને પ્રતિ શેર રૂ. 510ના ભાવે 71.28 લાખ ઈક્વિટી શેર ઈશ્યુ કર્યા છે. Societe Generale, Nomura Singapore, Bajaj Allianz Life Insurance Company, Max Life Insurance Company, Kotak Mahindra Life Insurance Company અને Moneywise Financial Services Company એ એન્કર રોકાણકારોમાં સામેલ છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ શું છે?

બીજી તરફ ગ્રે માર્કેટની વાત કરીએ તો GMP એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તેનો GMP 40 રૂપિયાથી ઘટીને 25 રૂપિયા થઈ ગયો છે. ગ્રે માર્કેટમાં ઘટાડા પછી પણ તેના શેર હજુ પણ પ્રીમિયમ ભાવે છે.નિષ્ણાતોના મતે તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકના શેર 25 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આનો અર્થ એ થયો કે બેંકના શેરની કિંમત બેંકના ઉપલા ભાવથી આશરે રૂ. 25 એટલે કે રૂ. 550 પર લિસ્ટ થઈ શકે છે. બે દિવસ પહેલા તે 36 રૂપિયાના પ્રીમિયમ પર હતું. નિષ્ણાતોના મતે માત્ર ગ્રે માર્કેટના સંકેતોના આધારે રોકાણ કરવું યોગ્ય નથી પરંતુ તેના બદલે કંપનીના ફંડામેન્ટલ્સ અને નાણાકીય કામગીરીના આધારે નિર્ણય લેવો જોઈએ. નિષ્ણાતોના મતે કંપનીના શેર ગુરુવાર, સપ્ટેમ્બર 15, 2022 ના રોજ સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર લિસ્ટેડ થવાની અપેક્ષા છે.

IPO દ્વારા એકત્રિત ભંડોળનો ઉપયોગ શું થશે ?

બેંક આ IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ તેની મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરશે. તેનો ઉદ્દેશ્ય તેના ટિયર-1 કેપિટલ બેઝને વધારવાનો છે. તમને જણાવી દઈએ કે તે દેશની સૌથી જૂની ખાનગી બેંકોમાંથી એક છે. તેનું મુખ્ય મથક થૂથુકુડીમાં છે. બેંક ઘણી બેંકિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. તેમાં MSME, કૃષિ અને છૂટક ગ્રાહકો છે.

બેંકની નાણાકીય સ્થિતિ

બેંકે 31 માર્ચ 2022ના રોજ ન્યૂનતમ CRAR (કેપિટલ ટુ રિસ્ક એસેટ્સ રેશિયો) 11.5 ટકા જાળવવો જરૂરી હતો. તેનો ટાયર-1 મૂડી પર્યાપ્તતા ગુણોત્તર 20.46 ટકા હતો અને ટાયર-1 મૂડી રૂ. 5231.77 કરોડ હતી. નાણાકીય વર્ષ 2021-22 માટે બેંકની કુલ NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) 1.69 ટકા હતી. જે પાછલા નાણાકીય વર્ષના 3.44 ટકા કરતાં વધુ સારી હતી. બેન્કની નેટ એનપીએ પણ 1.98 ટકાથી ઘટીને 0.95 ટકા થઈ છે. 31 માર્ચ 2022 સુધીમાં બેંકની કુલ 509 શાખાઓ હતી. આ પૈકી 106 ગ્રામીણ, 247 અર્ધ-શહેરી, 80 શહેરી અને 76 મેટ્રોપોલિટન વિસ્તારોમાં હતા.

g clip-path="url(#clip0_868_265)">