Share Market : આ સપ્તાહે શેરબજારની સ્થિતિ કેવી રહેશે? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
Share Market : ઘણી કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના કમાણીના આંકડા જાહેર કરશે. વાહનોના માસિક વેચાણના આંકડા પણ અઠવાડિયા દરમિયાન આવશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ સપ્તાહે બજાર અદાણી ગ્રુપ પર પણ નજર રાખશે. બજારની દિશા માટે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPI)નો પ્રવાહ પણ મહત્વપૂર્ણ રહેશે.
સામાન્ય બજેટ 2023-24 અને સેન્ટ્રલ બેંક ઓફ અમેરિકા ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેના નિર્ણય દ્વારા આ સપ્તાહે શેરબજારોની દિશા નક્કી કરવામાં થશે તેમ વિશ્લેષકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. વિશ્લેષકો અનુસાર વર્તમાન ત્રિમાસિક પરિણામોની સિઝન, વૈશ્વિક બજારના વલણો, સ્થાનિક મેક્રો ઇકોનોમિક ડેટા અને માસિક વાહનોના વેચાણના આંકડા પણ બજારની દિશાને પ્રભાવિત કરશે. સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે સૌથી મહત્વપૂર્ણ વિકાસ એ 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર સામાન્ય બજેટ અને તે જ દિવસે યુએસ સેન્ટ્રલ બેંકની બેઠક છે.
અદાણી ગ્રુપ પર પણ નજર રહેશે
ઘણી કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના કમાણીના આંકડા જાહેર કરશે. વાહનોના માસિક વેચાણના આંકડા પણ અઠવાડિયા દરમિયાન આવશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ સપ્તાહે બજાર અદાણી ગ્રુપ પર પણ નજર રાખશે. બજારની દિશા માટે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPI)નો પ્રવાહ પણ મહત્વપૂર્ણ રહેશે. ગયા અઠવાડિયે ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ પર ગંભીર આક્ષેપો કર્યા પછી તેના શેરમાં જબરદસ્ત ઘટાડો થયો છે.
મેક્રો ઇકોનોમિક મોરચે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે PMI ડેટા અનુક્રમે બુધવાર અને શુક્રવારે આવશે. SAMCO સિક્યોરિટીઝના માર્કેટ પરિપ્રેક્ષ્ય અને સંશોધનના વડા અપૂર્વ સેઠે કહ્યું છે કે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટની રજૂઆતને કારણે આ સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કંપનીઓની ત્રિમાસિક કમાણી પણ શેરબજારની ગતિને અસર કરે છે. FOMC મીટિંગ પર વિશ્વભરના રોકાણકારો દ્વારા નજીકથી નજર રાખવામાં આવશે.
યુએસ સેન્ટ્રલ બેંકની બેઠકના પરિણામો પણ મહત્વપૂર્ણ રહેશે
આ મહિને અત્યાર સુધીમાં રૂ. 17,000 કરોડ ઉપાડનારા વિદેશી રોકાણકારોની ગતિવિધિઓ પણ બજારનો ટ્રેન્ડ નક્કી કરશે. રેલિગેર બ્રોકિંગ લિમિટેડના ટેકનિકલ રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે સામાન્ય બજેટને કારણે આ અઠવાડિયું માત્ર નાણાકીય બજારો માટે જ નહીં પણ અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનું છે. આ સિવાય રોકાણકારોની નજર યુએસ સેન્ટ્રલ બેંકની બેઠકના પરિણામો પર રહેશે. તેમણે કહ્યું કે આંકડાઓ વિશે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે વાહનોના વેચાણના માસિક આંકડાઓના પીએમઆઈના આંકડા પર પણ બધાની નજર રહેશે.સપ્તાહ દરમિયાન લાર્સન એન્ડ ટુબ્રો, ACC, સન ફાર્મા, HDFC, ITC અને SBI જેવી ઘણી મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવશે.