Share Market: સતત પાંચમા દિવસે કારોબારમાં તેજી રહી, Sensex 284 અંકના વધારા સાથે બંધ થયો

|

Jul 21, 2022 | 5:11 PM

સેન્સેક્સ 284 પોઈન્ટના ઉછાળા સાથે 55681ના સ્તરે  બંધ થયો હતો. બીજી તરફ  નિફ્ટીએ 84 પોઈન્ટના વધારા સાથે 16605ના સ્તરે કારોબાર પૂર્ણ કર્યો  છે.

Share Market: સતત પાંચમા દિવસે કારોબારમાં તેજી રહી, Sensex 284 અંકના વધારા સાથે બંધ થયો
Symbolic Image

Follow us on

આજે સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં શેર માર્કેટ(Share Market)માં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 284 પોઈન્ટના ઉછાળા સાથે 55681ના સ્તરે  બંધ થયો હતો. બીજી તરફ  નિફ્ટીએ 84 પોઈન્ટના વધારા સાથે 16605ના સ્તરે કારોબાર પૂર્ણ કર્યો  છે. PSU બેન્ક અને પ્રાઈવેટ બેન્કએ આજની તેજીમાં સૌથી વધુ ફાળો આપ્યો હતો. એફએમસીજી અને આઈટી ઈન્ડેક્સ પણ વધ્યા હતા. સેન્સેક્સના ટોપ-30માં 24 શેર તેજી રહી હતી અને 6 શેર ઘટીને બંધ થયા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સિયલ સર્વિસિસ, બજાજ ફાઈનાન્સ અને એશિયન પેઈન્ટ્સ સૌથી વધુ વધ્યા હતા. ડૉ.રેડ્ડી, કોટક મહિન્દ્રા બેંક અને રિલાયન્સના શેરમાં ઘટાડો થયો હતો. આ પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 2200થી વધુ પોઈન્ટનો વધારો થયો છે. બજારમાં ચાલી રહેલી તેજી વચ્ચે આજે રૂપિયો મજબૂત થયો હતો.તે 12 પૈસાના વધારા સાથે 79.93 પર બંધ થયો હતો.

શેરબજારની  છેલ્લી સ્થિતિ

SENSEX 55,681.95
+284.42 (0.51%)
NIFTY 16,605.25
+84.40 (0.51%)

શું છે નિષ્ણાતોનો અભિપ્રાય?

બજારમાં તેજી અંગે કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનથી વિદેશી રોકાણકારો સતત ખરીદી કરી રહ્યા છે. આ સિવાય ચીજવસ્તુઓની કિંમત ધીમી પડી રહી છે. એવું માનવામાં આવે છે કે યુએસ ફેડરલ રિઝર્વ એટલો આક્રમક નહીં બને અને વ્યાજ દર વધારશે. આ તમામ પરિબળો બજારના સેન્ટિમેન્ટ પર હકારાત્મક અસર કરે છે. નિફ્ટીએ ટેકનિકલ ધોરણે તેજીની શરૂઆત કરી છે. ટ્રેડિંગની દ્રષ્ટિએ નિફ્ટી માટે 16500 પર સપોર્ટ છે. નિફ્ટી હવે 16700-16750 તરફ આગળ વધશે. ટૂંકા ગાળામાં માર્કેટમાં કરેક્શનની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. જો નિફ્ટી કરેક્શનને કારણે 16500ની નીચે સરકી જાય છે, તો તે 16450-16420ના સ્તરે ઘટાડો નોંધાવી શકે છે.

ફુગાવા પર ફેડ અને ECB ના નિર્ણય બજારની ગતિ અને દિશા નક્કી કરશે

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજય કુમારે જણાવ્યું હતું કે બજાર જૂનના સૌથી નીચા સ્તરથી 8.5 ટકા વધ્યું છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક, યુએસ ફેડરલ રિઝર્વ નાણાકીય નીતિ અંગે શું નિર્ણય લે છે તેના પર નિફ્ટીની આગળની ગતિ નક્કી કરવામાં આવશે. બજારનો અંદાજ છે કે યુરોપિયન સેન્ટ્રલ બેંક વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટ અને યુએસ ફેડરલ રિઝર્વ 75 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Published On - 5:11 pm, Thu, 21 July 22

Next Article