Changes From 1 July 2022 :આજથી લાગુ પડશે આ 5 ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

આ ફેરફારોમહત્વપૂર્ણ છે જેની દરેક નાગરિકને જાણ હોવી જરૂરી છે. આ નાણાકીય ફેરફારો કરવેરા, શેર બજાર (Share Market) અને પગાર સાથે સંબંધિત છે.

Changes From 1 July 2022 :આજથી લાગુ પડશે આ 5 ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Changes From 1 July 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 7:07 AM

Changes From 1 July 2022 : આજે એટલે કે 1 જુલાઈ, 2022થી તમારા રોજિંદા વ્યવહાર સાથે સંબંધિત ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોમહત્વપૂર્ણ છે જેની દરેક નાગરિકને જાણ હોવી જરૂરી છે. આ નાણાકીય ફેરફારો કરવેરા, શેર બજાર (Share Market) અને પગાર સાથે સંબંધિત છે. જ્યાં કેન્દ્ર સરકારે નિશ્ચિત કર્યું છે કે ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) ટ્રાન્ઝેક્શનથી થયેલા કેપિટલ ગેઈન્સ પર ટેક્સ વસૂલવામાં આવશે. બીજી તરફ સરકારે નવા લેબર કોડ પર કોઈ પુષ્ટિ કરી નથી. ચાલો જાણીએ કે 1 જુલાઈથી શું ફેરફારો થવા જઈ રહ્યા છે.

પાન-આધાર લિંક કરવું મોંઘુ થશે

PAN ને આધાર સાથે લિંક કર્યા વિના તેને સક્રિય રાખવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા 29 માર્ચ, 2022 ના રોજ એક નોટિફિકેશન દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જો તમે તમારા PAN ને 30 જૂન 2022 ના રોજ અથવા તે પહેલા આધાર સાથે લિંક કરો છો તો તમારે 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.  જો તમે આજે એટલે કે 1 જુલાઈ, 2022 ના રોજ અથવા તે પછી આધાર અને PAN લિંક કરો છો, તો તમારે 1,000 રૂપિયા ચૂકવવા પડશે.

ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર TDS લાગશે

આવકવેરા વિભાગે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDA) પર કાપવામાં આવેલા TDS સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે VDA અથવા ક્રિપ્ટોકરન્સી પર TDSમાં કઈ માહિતી સામેલ કરવામાં આવશે. ટીડીએસની સાથે ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્સફરની તારીખ અને પેમેન્ટ મોડનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. 1 જુલાઈથી, VDA અથવા ક્રિપ્ટોકરન્સીની ચુકવણી પર 1% TDS કાપવામાં આવશે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

તમારું ટ્રેડિંગ એકાઉન્ટ બંધ થઈ શકે છે

જો તમે તમારા ડીમેટ-ટ્રેડિંગ એકાઉન્ટનું KYC કર્યું ન હોય, તો તમારી પાસે આવું કરવા માટે 30 જૂન સુધીનો સમય હતો. અગાઉ તેની અંતિમ તારીખ 31 માર્ચ 2022 હતી. હવે જે પણ ડીમેટ કે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવામાં આવે છે અથવા ખોલવામાં આવે છે તેમાં છ પ્રકારની માહિતી આપવી જરૂરી છે. આ ઉપરાંત, ગ્રાહકોનો આધાર નંબર તેમના PAN સાથે લિંક હોવો જોઈએ.

નિયમો અનુસાર જો કોઈ એકાઉન્ટ ધારક ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં આ માહિતી અપડેટ નહીં કરે તો તેનું એકાઉન્ટ ડીએક્ટિવ કરવામાં આવશે. તેના ખાતામાં જે શેર અથવા પોર્ટફોલિયો પહેલેથી જ છે તે ચાલુ રહેશે, પરંતુ તે કોઈ નવા પ્રકારનું ટ્રેડિંગ કરી શકશે નહીં. આ એકાઉન્ટ ત્યારે જ ફરીથી સક્રિય થશે જ્યારે તેમાં KYC વિગતો અપડેટ થશે.

નવો લેબર કોડ

નોકરિયાત લોકોના પગાર, રજા, પીએફ વગેરેના નિયમોમાં ઘણો ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા નવો વેતન કોડ બનાવવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે આજથી એટલે કે 1 જુલાઈથી લાગુ થશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જણાવી દઈએ કે પહેલા 29 સેન્ટ્રલ લેબર એક્ટ હેઠળ રોજગારી મેળવનારા લોકો માટે નિયમો બનાવવામાં આવ્યા હતા. હવે સરકારે તેમને મિક્સ કરીને 4 નવા કોડમાં બદલ્યા છે.

સરકારે નિર્ણય લીધો છે કે હવે વેતન માળખામાં બેઝિક સેલરી 50 ટકા હોવા જરૂરી છે, જેના કારણે લોકોનો ઇન હેન્ડ સેલરી ઘટી જશે.

આ સિવાય સરકાર દ્વારા કામના કલાક તરીકે 48 કલાક નક્કી કરવામાં આવ્યા છે. જો 6 દિવસનું કામ કરવામાં આવે તો તમારી શિફ્ટ 8 કલાકની થશે. જો તમે માત્ર ચાર દિવસ કામ કરો છો અને ત્રણ દિવસ માટે સપ્તાહની રજા લો છો, તો આવી સ્થિતિમાં તમારે 12 કલાક કામ કરવું પડશે.

સોશિયલ મીડિયા પ્રભાવકો અને ડૉક્ટરો માટે આવકવેરા નિયમો

ડોકટરો, યુટ્યુબર્સ અને ઇન્ફ્યુઝર  જેઓ કંપનીઓ પાસેથી મફત વસ્તુઓ મેળવે છે તેઓએ 1 જુલાઈથી આ વસ્તુઓ માટે ટેક્સ ચૂકવવો પડશે. જો કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્યુઝરને કાર, મોબાઈલ, કપડાં વગેરે મળે છે. તો તેણે 10 ટકા TDS ચૂકવવો પડશે. જો કે, જો સેવાઓનો ઉપયોગ કર્યા પછી ઉત્પાદન પરત કરવામાં આવે છે તો તે કલમ 194R હેઠળ આવરી લેવામાં આવશે નહીં.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">