Share Market : આ સેક્ટરના શેર તમને કરશે માલામાલ! જોરદાર રિટર્નનું નિષ્ણાંતોનું અનુમાન, વાંચો વિગતવાર

|

Jul 25, 2022 | 7:38 AM

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શેરમાં છેલ્લા એક મહિનામાં સારો ઉછાળો જોવા મળ્યો છે. આ ગાળામાં આ બેન્કિંગ શેરમાં લગભગ 14 ટકાનો ઉછાળો આવ્યો છે.

Share Market : આ સેક્ટરના શેર તમને કરશે માલામાલ! જોરદાર રિટર્નનું નિષ્ણાંતોનું અનુમાન, વાંચો વિગતવાર
Banking sector stocks have outperformed.

Follow us on

વધતા વ્યાજ દર, છૂટક ધિરાણના વિસ્તરણ અને ધિરાણની ગુણવત્તામાં સુધારો થવાના કારણે ઘણા બેન્કિંગ શેરો(Banking Stocks)એ આ વર્ષે વ્યાપક બજાર સૂચકાંકોને પાછળ રાખી દીધા છે. નિષ્ણાતો માને છે કે જો કોઈ મોટો મેક્રો-ઈકોનોમિક આંચકો નહીં આવે, તો આ અપટ્રેન્ડ ચાલુ રહેશે. વર્ષ 2022 ની શરૂઆતથી BSE બેન્ક ઇન્ડેક્સ પાંચ ટકા વધ્યો છે. તેનાથી વિપરીત, BSE બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ લગભગ ચાર ટકા ઘટ્યો છે. આ સમયગાળા દરમિયાન બેન્ક ઓફ બરોડા જેવા કેટલાક મોટા બેન્કિંગ શેરોમાં 30-40 ટકા સુધીનો વધારો થયો છે.

નિષ્ણાતોનું અનુમાન

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે બેન્કિંગ સેક્ટરને અર્થતંત્રના મધર સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે બેન્કોની સારી કામગીરી અર્થતંત્ર માટે સારા દિવસો સૂચવે છે. પરંતુ જ્યારે અર્થવ્યવસ્થા તૂટે છે ત્યારે બેંકિંગ ક્ષેત્રને ભારે ફટકો પડે છે.

બેંકોની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) પરિદ્રશ્યમાં પણ સુધારો થયો છે અને કોર્પોરેટ ઋણધારકો તરફથી કોઈ મોટી ડિફોલ્ટ જોવા મળી નથી. જો કે, નિષ્ણાતોના મતે બેંકિંગ ક્ષેત્ર માટે સ્થિતિ ખરાબ થવાના કેટલાક સંકેતો છે જે મોટાભાગની બેંકોના ત્રિમાસિક પરિણામોમાં પણ જોવા મળ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બેન્કિંગ ક્ષેત્રનું સારું પ્રદર્શન

એલકેપી સિક્યોરિટીઝના બેન્કિંગ એનાલિસ્ટ અજિત કાબીએ જણાવ્યું હતું કે વધતા વ્યાજ દરને ધ્યાનમાં રાખીને કેટલીક બેન્કોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે ICICI બેંક, બેંક ઓફ બરોડા અને SBIએ અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું છે. જો કે, મર્જર અને માર્જિન મુદ્દાઓને કારણે HDFC બેંક નીચી કામગીરી કરી રહી છે.

કન્સલ્ટિંગ ફર્મ માર્કેટ્સમોજોના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સુનિલ દમણિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2022માં બેન્કોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે બેન્કિંગ સેક્ટરની અંદર પણ ભિન્નતા આવી છે. તેમણે કહ્યું કે જ્યારે ફેડરલ બેંક જેવી બેંકોનું પ્રદર્શન અસાધારણ રહ્યું છે, RBL બેંક જેવી બેંકોએ રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે સંઘર્ષ કર્યો છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એચડીએફસી બેંક સાથે પણ આવું જ થયું છે.

દેશની સૌથી મોટી બેંકના સ્ટોકે એક મહિનામાં આપ્યું 14% રિટર્ન

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શેરમાં છેલ્લા એક મહિનામાં સારો ઉછાળો જોવા મળ્યો છે. આ ગાળામાં આ બેન્કિંગ શેરમાં લગભગ 14 ટકાનો ઉછાળો આવ્યો છે. હાલમાં શેર તેની 52 સપ્તાહની ટોચની નજીક ટ્રેડ કરી રહ્યો છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે લોનમાં SBIનો બજારહિસ્સો વધી રહ્યો છે અને બેન્કની કામગીરીમાં સુધારો થઈ રહ્યો છે. આ સાથે SBIનો સ્ટોક આવનારા દિવસોમાં રોકાણકારોને સારું વળતર આપી શકે છે. વિગતવાર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

નોંધ : અહેવાલનો હેતુ આપને માત્ર માહિતી આપવાનો છે. કૃપા કરીને રોકાણ કરતા પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.શેરબજારમાં રોકાણના પોતાના જોખમો છે. તમારા રોકાણનો નિર્ણય સમજદારીથી લેવો જોઈએ

Published On - 7:33 am, Mon, 25 July 22

Next Article