Share Market : સતત બીજા દિવસે કારોબારમાં તેજી દેખાઈ, Sensex 59000 ને પાર પહોંચ્યો
સપ્તાહના પ્રથમ દિવસે, BSE સેન્સેક્સ 491.01 પોઈન્ટ (0.85 ટકા)ના વધારા સાથે 58,410.98 પર બંધ થયો હતો. નિફ્ટી 50 126.10 પોઈન્ટ (0.73 ટકા) વધીને 17,311.80 પર બંધ થયો છે. બેન્ક નિફ્ટી 614.80 પોઈન્ટ (1.56 ટકા) વધીને 39,920.40 પર બંધ થયો હતો.

ભારતીય શેરબજાર(Share Market)માં મંગળવારે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી હતી અને વૈશ્વિક બજારના સકારાત્મક સેન્ટિમેન્ટની સ્થાનિક રોકાણકારો પર પણ તેની અસર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોએ જોરદાર ખરીદી કરી જેના કારણે સેન્સેક્સે 500 પોઈન્ટથી વધુનો પ્રારંભિક ઉછાળો દર્શાવ્યો હતો. નિફ્ટીએ પણ 150થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો. આજે સવારે સેન્સેક્સ 333 પોઈન્ટના વધારા સાથે 58,744 પર ટ્રેડિંગ ખોલ્યો હતો, જ્યારે નિફ્ટી 127 પોઈન્ટના વધારા સાથે 17,439 પર ખુલ્યો હતો અને ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. આઈટી, ઓટો, એફએમસીજી સહિતના તમામ ક્ષેત્રોમાં ભારે ખરીદીને કારણે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. નિફ્ટી 17500ની પાર ગયો હતો. હાલમાં સેન્સેક્સ 59,143 પોઈન્ટ જ્યારે નિફ્ટી 17,527 ના ઉપલા સ્તર પર કારોબાર દેખાયો છે. ભારતી એરટેલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ ગેનર છે. ડોલર સામે રૂપિયામાં મજબૂતી આવી છે. ડોલર સામે રૂપિયો 24 પૈસાની મજબૂતાઈ સાથે પ્રતિ ડોલર 82.12 પર છે. FIIએ સોમવારે રોકડમાં રૂ. 372 કરોડનું વેચાણ કર્યું હતું જ્યારે DIIએ રૂ. 1582 કરોડની રોકડમાં ખરીદી કરી હતી.
કયા સેક્ટરમાં વૃદ્ધિ
જો આપણે આજના બિઝનેસ સેક્ટર મુજબ જોઈએ તો દરેકને થોડો થોડો વેગ જોવા મળી રહ્યો છે. જો કે, નિફ્ટી મીડિયા, નિફ્ટી ઓટો અને નિફ્ટી આઈટીના શેરો આજે બજારમાં આગળ છે. આ ક્ષેત્રોએ આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન 2 ટકાથી વધુનો ઉછાળો દર્શાવ્યો હતો. આ દરમિયાન ઝી એન્ટરટેઈનમેન્ટે આજે સવારે 4 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો. આ સિવાય અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો છે.
છેલ્લા સત્રનો કારોબાર
સપ્તાહના પ્રથમ દિવસે, BSE સેન્સેક્સ 491.01 પોઈન્ટ (0.85 ટકા)ના વધારા સાથે 58,410.98 પર બંધ થયો હતો. નિફ્ટી 50 126.10 પોઈન્ટ (0.73 ટકા) વધીને 17,311.80 પર બંધ થયો છે. બેન્ક નિફ્ટી 614.80 પોઈન્ટ (1.56 ટકા) વધીને 39,920.40 પર બંધ થયો હતો. સવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. માત્ર ભારતીય જ નહીં પરંતુ તમામ એશિયાઈ બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય બજાર લાલ રંગમાં શરૂ થયા પછી તેણે પ્રથમ 2 કલાકમાં આ ઘટાડો રિકવર કર્યો હતો. બજાર બંધ થતાં સુધીમાં નિફ્ટીએ 120 પોઈન્ટથી વધુ અને સેન્સેક્સમાં લગભગ 500 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.