ભારતીય શેરબજાર(Share Market)માં આજે સતત બીજા દિવસે Reliance Power અને Tata Teleservice ખરીદારોના આકર્ષણમાં રહ્યા હતા. ગુરુવારે ટાટા ટેલિસર્વિસ મહારાષ્ટ્રના રૂપિયા 66.7979 કરોડ રૂપિયાના 6,159,330 શેરની ખરીદી થઇ હતી જયારે આજે પણ સ્ટોક ડિમાન્ડમાં છે. બપોરે 1 વાગ્યાના અરસામાં સ્ટોક 16.75 રૂપિયા અથવા 13.13% ની તેજી નોંધાવી 144.30 રૂપિયાના સ્તરે દેખાયો હતો. બીજી તરફ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર પણ પાછળ રહી નથી આજે મોટી ખરીદારીના મામલે સ્ટોક શ્રેણીમાં સૌથી ઉપર છે આજે કંપનીના 84,155,300 સ્ટોકમાં ડીલ થઇ છે. શેર આજે 23.75 ની નવી ઉપલી સપાટી નોંધાવી કારોબાર કરતો નજરે પડ્યો હતો. ભારતીય શેરબજારમાં FII ના ફરી વધતા રસના કારણે આ સ્ટોક્સ ઉપર જઈ રહ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
એક નજર સૌથી વધુ Demandમાં રહેલા TOP -5 Gainer સ્ટોકસ ઉપર
| Company Name |
CMP |
Change(Rs.) |
Change(%) |
Volume |
Value (Rs. Lakhs) |
|
|
|
|
|
|
| Reliance Power |
22.45 |
2.17 |
10.70% |
84,155,300 |
17,066.69 |
|
|
|
|
|
|
| Tata Teleservice(Mah |
141.35 |
13.85 |
10.86% |
9,725,090 |
12,399.49 |
|
|
|
|
|
|
| Yash Pakka |
122 |
6.2 |
5.35% |
1,890,990 |
2,189.77 |
|
|
|
|
|
|
| NHPC |
39.65 |
2.15 |
5.73% |
3,101,480 |
1,163.06 |
|
|
|
|
|
|
| Reliance Indl. Infra |
1,137.90 |
80.8 |
7.64% |
78,633 |
831.23 |
|
|
|
|
|
|
1લી સપ્ટેમ્બરે FII વેચાણ જ્યારે DII એ ખરીદી કરી હતી.
| Date |
FII Net Purchase / Sales |
DII Net Purchase / Sales |
| 1-Sep-22 |
-2,290.31 |
951.13 |
શેરબજારમાં આજનો કારોબાર
વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો સાથે ભારતીય શેરબજારે(Share Market) મજબૂત શરૂઆત કરી પણ બાદમાં કારોબાર લાલ નિશાન નીચે સરકી ગયો તો ફરી રિકવરી પણ દેખાઈ હતી. મિશ્ર સંકેતો સાથે બેંકિંગ, નાણાકીય સેવાઓ, મેટલ, રિયલ્ટી સહિતના તમામ ક્ષેત્રોમાં ખરીદી દેખાઈ હતી જેના કારણે બજારના અપટ્રેન્ડને ટેકો મળ્યો છે. નિફ્ટી રિયલ્ટીએ સૌથી વધુ ફાયદો નોંધાવ્યો હતો. સેન્સેક્સ 58,969.02 ઉપર ખુલ્યો હતો જ્યારે નિફ્ટીએ 17,598.40 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. સેન્સેક્સના 30માંથી 26 શેર લીલા નિશાનમાંખુલ્યા હતા. FII એ ગુરુવારે રૂ. 2290 કરોડ રોકડામાં વેચ્યા હતા જ્યારે DII એ રૂ. 951 કરોડની ખરીદી કરી હતી.
| શેરબજારની છેલ્લી સ્થિતિ(01:00 pm ) |
|
|
| SENSEX |
58,904.63 +138.04 (0.23%) |
| NIFTY |
17,584.90 +42.10 (0.24%) |
FPIs કે જેઓ ઓક્ટોબર 2021 થી જૂન 2022 સુધી ભારતીય બજારમાં વેચાણકર્તા હતા તેઓ જુલાઈમાં ચોખ્ખા ખરીદદાર બન્યા અને ઓગસ્ટમાં ખરીદી કરવાનું ચાલુ રાખ્યું હતું. FPI વ્યૂહરચનામાં ફેરફારથી તાજેતરની બજારની તેજીને મજબૂતી મળી છે. લગભગ નવ મહિના પછી ભારતીય બજારમાં પ્રવાહ સકારાત્મક બન્યો છે.
| Month |
FII Net Purchase / Sales |
DII Net Purchase / Sales |
| Aug-22 |
22,025.62 |
-7,068.63 |