દેશના બજેટની જાહેરાત બાદ આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 249 પોઈન્ટ ઘટીને 59459 અને નિફ્ટી 17517 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બાદમાં ખરીદારી નીકળતા બજાર લીલા નિશાનમાં પણ જોવા મળ્યું હતું. આઈટીસી, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રાના શેરમાં વધારો થયો છે તો સ્ટેટ બેંક, બજાજ ફાઇનાન્સ અને ICICI બેંકના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ સિટીગ્રુપે અદાણી સિક્યોરિટીઝની માર્જિન લોન ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ક્રેડિટ સુઈસે અદાણી ગ્રુપના બોન્ડ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આજે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ફરી 10 ટકાનો ઘટાડો થયો છે અને તે લોઅર સર્કિટમાં છે.
Company | BSE PRICE(Rs) | NSE PRICE(Rs) |
ACC | 1,888.65 2.40% | 1,881.95 1.92% |
ADANI ENTERPRISES | 2,048.00 -3.79% | 2,025.00 -5.17% |
ADANI GREEN ENERGY | 1,038.05 -10.00% | 1,039.85 -10.00% |
ADANI PORTS & SEZ | 482.50 -1.96% | 480.55 -2.95% |
ADANI POWER | 202.15 -4.98% | 202.05 -4.98% |
ADANI TOTAL GAS | 1,711.50 -10.00% | 1,707.70 -10.00% |
ADANI TRANSMISSION | 1,557.25 -10.00% | 1,551.15 -10.00% |
ADANI WILMAR | 421.45 -4.99% | 421.00 -5.00% |
AMBUJA CEMENT | 353.85 5.75% | 354.80 6.20% |
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ સિટીગ્રુપે અદાણી સિક્યોરિટીઝની માર્જિન લોન ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ક્રેડિટ સુઈસે અદાણી ગ્રુપના બોન્ડ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી સિટી ગ્રુપનો આ નિર્ણય આવ્યો છે.
આજે HDFC, Tata Consumer Products, Titan Company, Aditya Birla Capital, Aegis Logistics, Apollo Tyres, Bajaj Electricals, Berger Paints India, Birlasoft, Cera Sanitaryware, Coromandel International, Crompton Greaves Consumer Electricals, Dabur India, Deepak Fertilisers, Godrej Properties, Karnataka Bank, Max India, SIS, Ujjivan Small Finance Bank और Welspun Corp જેવી કંપનીઓના પરિણામો આવશે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ગ્રૂપે બુધવારે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર -FPO યોજના પાછી ખેંચી લીધી છે. આ પછી ગૌતમ અદાણી પોતે સામે આવ્યા છે અને રોકાણકારોને સમજાવવા પ્રયત્ન કર્યો છે. અદાણીએ એફપીઓ પાછો ખેંચવાનું કારણ પણ આપ્યું છે. રૂપિયા 20,000 કરોડનો આ FPO 27 જાન્યુઆરીએ સબ્સ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા પછી 31 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યો હતો. અદાણીએ જણાવ્યું હતું કે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા પછી તેને પાછો ખેંચી લેવાના નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થશે. બજારમાં અસ્થિરતાને જોતાં બોર્ડને ભારપૂર્વક લાગ્યું કે તેમના માટે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં.