Share Market : સાપ્તાહિક કારોબારની નબળી શરૂઆત, Sensex 61676 સુધી લપસ્યો
શેર બાયબેકની જાહેરાત બાદ Paytmના આ પ્લાન પર સંકટ આવી શકે છે. One 97 Communications Limitedની કંપની Paytm ના ઓપરેટર ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ સર્વિસ કંપનીએ પ્રારંભિક પબ્લિક ઈસ્યુ (IPO)માંથી મળેલી રકમનો ઉપયોગ તેની સૂચિત શેર બાયબેક (Paytm Buyback) ઓફર માટે કરી શકશે નહીં.

નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર પણ આજે લાલ નિશાન નીચે પ્રારંભિક કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. વૈશ્વિક બજારના દબાણની સીધી અસર ભારતીય શેરબજારના સાપ્તાહિક કારોબારની શરૂઆત ઉપર દેખાઈ છે. સેન્સેક્સ આજે 61,770.56 ઉપર ખુલ્યો હતો જે 61,738.72 ના નીચલા સ્તર સુધી સરક્યો હતો. છેલ્લા સપ્તાહમાં 30 શેરો ધરાવતો BSE નો સેન્સેક્સ 686.83 પોઈન્ટ અથવા 1.09 ટકા તૂટ્યો છે.નિફટી 18,402.15 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ 100 અંક વધુ ઘટાડા સાથે કારોબાર કરતો નજરે પડ્યો હતો. ઇન્ડેક્સ શુક્રવારે 18,496.60 ઉપર બંધ થયો હતો.
| શેરબજારની છેલ્લી સ્થિતિ(09:19 am ) | |
| SENSEX | 61,733.77 −447.90 (0.72%) |
| NIFTY | 18,375.40 −121.20 (0.66%) |
આ સપ્તાહે 3 કંપનીઓના IPO લાવશે
જો તમે IPO માં રોકાણ કરવા માંગો છો તો તમેને આ સપ્તાહે સારી તક મળી શકે છે. આ સપ્તાહે ત્રણ કંપનીઓનો IPO (પ્રારંભિક જાહેર ઓફર) આવી રહ્યા છે. તમે તેમાં રોકાણ કરીને વધુ સારો નફો કમાઈ શકો છો. ભૂતકાળમાં ઘણી કંપનીઓના આઈપીઓ પણ આવ્યા છે. રોકાણકારોએ આમાં રોકાણ કરીને સારી કમાણી કરી છે. કેટલાક IPOમાં પણ રોકાણકારોને નુકસાન પણ થયું હતું. ઓટોમોબાઈલ ડીલરશીપ ચેઈન લેન્ડમાર્ક કાર્સ લિમિટેડ, દેશની સૌથી મોટી વાઈન નિર્માતા કંપની સુલા વિનયાર્ડ્સ લિમિટેડ અને એબન્સ હોલ્ડિંગ્સનો આઈપીઓ આવતા સપ્તાહે બજારમાં આવવાનો છે.
Nifty 50 Top Losers
| Company Name | Last Price | Change | % Loss |
| Infosys | 1,537.95 | -31.35 | -2 |
| Eicher Motors | 3,293.55 | -64.65 | -1.93 |
| TCS | 3,238.00 | -54.75 | -1.66 |
| Asian Paints | 3,174.85 | -52.1 | -1.61 |
| Hindalco | 455.7 | -7.15 | -1.54 |
| Titan Company | 2,576.25 | -39.2 | -1.5 |
| JSW Steel | 730.2 | -10.2 | -1.38 |
| Tata Steel | 108.95 | -1.5 | -1.36 |
| Bajaj Finserv | 1,577.05 | -21.55 | -1.35 |
| Tata Motors | 408.05 | -5.25 | -1.27 |
| Wipro | 389.35 | -4.7 | -1.19 |
| Bajaj Finance | 6,445.55 | -71.9 | -1.1 |
| Power Grid Corp | 214.85 | -2.35 | -1.08 |
| HDFC Life | 573.4 | -6.2 | -1.07 |
| Tech Mahindra | 1,024.50 | -10.8 | -1.04 |
| Cipla | 1,097.05 | -10.85 | -0.98 |
| Kotak Mahindra | 1,869.90 | -18.15 | -0.96 |
| Adani Ports | 882.5 | -8.25 | -0.93 |
Paytm Buyback પ્લાન સામે સંકટ
શેર બાયબેકની જાહેરાત બાદ Paytmના આ પ્લાન પર સંકટ આવી શકે છે. One 97 Communications Limitedની કંપની Paytm ના ઓપરેટર ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ સર્વિસ કંપનીએ પ્રારંભિક પબ્લિક ઈસ્યુ (IPO)માંથી મળેલી રકમનો ઉપયોગ તેની સૂચિત શેર બાયબેક (Paytm Buyback) ઓફર માટે કરી શકશે નહીં.
આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું કે નિયમો હેઠળ કંપની IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ શેર બાયબેક કરવા માટે કરી શકશે નહીં અને આ માટે તેણે પોતાની રોકડનો ઉપયોગ કરવો પડશે. Paytm ના છેલ્લા નાણાકીય પરિણામો મુજબ તેની પાસે 9,182 કરોડ રૂપિયાની રોકડ છે.