Share Market : રેપોરેટમાં વધારાની શેરબજાર ઉપર નકારાત્મક અસર, Sensex 200 અંક કરતા વધુ તૂટ્યો

|

Dec 07, 2022 | 11:33 AM

આરબીઆઈની નાણાકીય નીતિ અપેક્ષા મુજબ જ રહી હતી  પરંતુ શેરબજારે તેને આવકાર્યું ન હતું. બજારનું બ્રેકડાઉન ચાલુ રહ્યું અને સવારે 10.55 વાગ્યે સેન્સેક્સ 201 પોઈન્ટ્સ તૂટ્યો હતો.  સવારે 11 વાગ્યે તે 205.46 પોઈન્ટના ઘટાડા સાથે 62,420.90 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

Share Market : રેપોરેટમાં વધારાની શેરબજાર ઉપર નકારાત્મક અસર, Sensex  200 અંક કરતા વધુ તૂટ્યો
Bombay Stock Market (File photo)

Follow us on

વધુ એકવાર તમારી લોનની EMI નો બોજ વધવાના રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આપ્યા છે. આજે સવારે 10 વાગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નવી નાણાકીય નીતિની અસર શેરબજારો પર દેખાઈ રહી છે. સેન્ટ્રલ બેંકે પોલિસી વ્યાજ દરો એટલેકે રેપો રેટ વધાર્યા પછી સેન્સેક્સ અને નિફ્ટી લાલા નિશાન નીચે સરકી ગયા છે. શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મોનેટરી પોલિસીની રજૂઆત બાદ શેરબજારમાં સવારે 10.45 વાગ્યાથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 10 મિનિટની અંદર  સેન્સેક્સ 200 પોઈન્ટ સુધી તો નિફ્ટીમાં 60 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(11:26 am )
SENSEX 62,424.11
−202.25 (0.32%)
NIFTY 18,576.85
−65.90 (0.35%)

સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો

આરબીઆઈની નાણાકીય નીતિ અપેક્ષા મુજબ જ રહી હતી  પરંતુ શેરબજારે તેને આવકાર્યું ન હતું. બજારનું બ્રેકડાઉન ચાલુ રહ્યું અને સવારે 10.55 વાગ્યે સેન્સેક્સ 201 પોઈન્ટ્સ તૂટ્યો હતો.  સવારે 11 વાગ્યે તે 205.46 પોઈન્ટના ઘટાડા સાથે 62,420.90 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

એ જ રીતે NSE નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તે સવારે 11 વાગ્યે 74.55 પોઈન્ટની નરમાઈ સાથે 18,568.20 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. જો આપણે પાછલા ટ્રેડિંગ દિવસના ડેટા પર નજર કરીએ તો, BSE સેન્સેક્સ 62,626.36 પોઈન્ટ અને NSE નિફ્ટી 18,642.75 પોઈન્ટ પર બંધ થયો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ સ્ટોક્સ 5 ટકાથી વધુ તૂટ્યા

Company Current Price (Rs) % Change
J. Taparia Projects 5.11 -19.4
IndiaNivesh 43.7 -9.99
Ambition Mica 4.82 -9.91
Country Condo’s 5.82 -9.91
Kaushalya Infrastruc 6.09 -9.91
Shree Precoated Stee 22.3 -9.9
Paos Industries 11.63 -9.78
Gagan Gases Limi 12.56 -9.64
Alfavision Over 13.5 -9.27
Shristi Infrastructu 24.5 -9.09
Indo-City Infotech L 6.3 -8.03
H S India L 11.57 -7.96
Systematix Corpo 210.65 -7.71
Rishabh Digha St 20.45 -7.47
Spenta International 120.2 -7.4
S P Capital Financin 16.6 -7.26
Sujala Trading 15 -7.12
Olympic Cards Ltd. 3.55 -7.07
Fairchem Organics 1,462.55 -6.73
Indo Asia Finance 9.05 -6.51
QGO Finance 33.15 -6.36
Kamanwala Housing Co 8.63 -6.2
Aryaman Financia 73.75 -5.87
Axita Cotton 47.95 -5.61
Gretex Corporate Ser 105 -5.49
Comfort Fincap 56 -5.41
B&A Ltd. 340 -5.4
Mukesh Babu Fina 80.65 -5.28
Sadbhav Engineering 19.9 -5.19
First Fintec 4.62 -5.13
Krishanveer Forge 44 -5.07
Tiger Logistics (Ind 363.4 -5.02
Panorama Studios Int 169.1 -5
Kaycee Inds. 7,729.20 -5
N D Metal Industries 43.7 -5
Welterman Intl. 71.3 -5
Square Four Projects 8.17 -5
Thacker & Compan 384.05 -5
Tradewell Holdings 50.35 -5
Kaira Can Co. 2,874.15 -5
Mehta Integrated 16.15 -5
Billwin Industries L 50.35 -5

 

વધુએકવાર વ્યાજદર વધ્યા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની નીતિ જાહેર કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે વ્યાજદરમાં આ 5મો વધારો છે. રેપો રેટ વધીને 6.25 ટકા થયો છે. પોલિસીની જાહેરાત કરતા RBI ગવર્નરે કહ્યું કે ફુગાવો હજુ પણ ચિંતાનો વિષય છે. રેપો રેટમાં વધારાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMI પર અસર પડશે.રિઝર્વ બેંકે આજે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. આ વર્ષે પહેલીવાર મે મહિનામાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં રેપો રેટમાં 1.90 ટકાનો વધારો થયો છે.

 

Published On - 11:33 am, Wed, 7 December 22

Next Article