Rakshabandhan 2022 : રક્ષાબંધન પર બહેનને આપો આ ખાસ ગિફ્ટ, ઉત્સવ બની જશે વિશેષ

|

Aug 09, 2022 | 8:18 AM

શેર ભેટ આપવા માટે આમતો કોઈ ખાસ નિયમ નથી પરંતુ શેરબજારના કેટલાક નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ સીધું બીજાના ડિમેટ એકાઉન્ટમાં શેરની ડિલિવરી આપી શકતું નથી.

Rakshabandhan 2022 : રક્ષાબંધન પર બહેનને આપો આ ખાસ ગિફ્ટ, ઉત્સવ બની જશે વિશેષ
Rakshabandhan 2022

Follow us on

રક્ષાબંધન(Rakshabandhan 2022) હિન્દુઓનો પવિત્ર તહેવાર છે, આ તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી અથવા દોરો બાંધે છે. રાખડી બાંધવાને બદલે ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને હંમેશા તેમની રક્ષા કરવાનું વચન આપે છે. પૌરાણિક કાળમાં ભેટ સ્વરૂપે રક્ષાનું વચન અને ઉપહાર આપવા આવતા હતા. સમય જેમ જેમ બદલાતો ગયો તેમ તેમ આધુનિક સમયમાં ઉપહારો બદલાતા રહ્યા છે. મોંઘવારી, બહેનની રુચિ અને જરૂરિયાતને અનુલક્ષીને ભાઈ – બહેનને ભેટ આપે છે. હાલના સમયમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોએ ભેટમાં પ્રથમ હરોળમાં સ્થાન હાંસલ કર્યું છે. પણ કેટલીક એવી પણ ભેટ હોય છે જેમાં ભાઈ બહેનને એવી સોગાત આપી શકે છે જે આજે પણ અને આવનારા ભવિષ્યમાં પણ તેને મદદરૂપ સાબિત થઇ શકે છે.

ઘણા શેર્સએ આપ્યું છે બમ્પર રિટર્ન

કોરોનાકાળમાં શેરબજારમાં તેજીનો દોર રહ્યો પણ અર્થતંત્રને ભારે હાનિ પહોંચી છે. મોટાભાગના વેપાર રોજગાર માંદા પડ્યા હતા પણ આ સામે શેરબજારે જબરદસ્ત તેજીનો દોર જાળવી રાખ્યો હતો. ડોલરની મજબૂતી અને ક્રૂડના ભાવમાં વધારા સહિતના પરિબળોએ એક તબક્કે શેરબજારને લાલ નિશાન નીચે ધકેલી રાખ્યું હતું. જોકે ફરી બજાર તેજીના દોરમાંથી પસાર થવા માંડ્યું છે . ઘણા સ્ટોક તો એવા છે જેમણે 100 થી લઇ 1000 ટકા ઉપરાંતનું રિટર્ન આપ્યું છે. બજારના તેજીનો દોર યથાવત છે અને ફરી અનેક નવી કંપનીઓ પ્રાથમિક બજારમાં પ્રવેશ મેળવવા કતારમાં છે ત્યારે આ શેર્સની ખરીદી લાભદાયક પણ સાબિત થઇ શકે છે. શેરબજાર રોકાણના જોખમને આધીન છે માટે આ શેર્સની ભેટ આપતા પેહલા ભાઈએ આ બાબતને પણ ધ્યાને લેવી જોઈએ.

શેર ભેટ આપવા માટે આમતો કોઈ ખાસ નિયમ નથી પરંતુ શેરબજારના કેટલાક નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ સીધું બીજાના ડિમેટ એકાઉન્ટમાં શેરની ડિલિવરી આપી શકતું નથી. આ માટે એક માત્ર વિકલ્પ શેર ટ્રાન્સફરનો રહે છે.ભાઈ પોતાના પોર્ટફોલિયોમાંથી શેર ટ્રાન્સફરનું ફોર્મ ભરી બહેનને શેર ભેટ આપી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બહેનને શેર ભેટ આપવા આ ફોર્મ ભરી શેર ટ્રાન્સફરની વિગતિમાં GIFT સિલેક્ટ કરવું પડશે. શેરબજારમાં સેન્સેક્સએ 1 મહિનામાં 8.20 ટકા અથવા 4457 અંકની વૃદ્ધિ નોંધાવી છે.

ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી

આ માટે ભાઈ અને બહેન બંને પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. શેરમાં રોકાણ અંગે નિયમો ખુબ કડક બનાવાયા છે. ભાઈએ પોતાના પોર્ટફોલિયોમાં ન હોય તેવા શેર ભેટ આપવા હોય તો પોતાના ડિમેટ એકાઉન્ટ સાથે લિંક બેંક એકાઉન્ટનો ચેક આપી પોતે ડિલિવરી લઈ બાદમાં ટ્રાન્સર ફોર્મમાં ગિફ્ટનો ઉલ્લેખ કરી બહેનને શેર આપવા પડશે.

આવકવેરામાં પણ લાભ મળી શકે બહેનને શેર ભેટ આપ્યા બાદ જો આવકવેરામાં પણ લાભ જોઈતો હોય તો ભાઈએ સ્ટેમ્પ પેપર ઉપર જે – તે શેરની ગિફ્ટ ડીડ બનાવી પડશે. આ દસ્તાવેજના આધારે આકવેરા વિભાગ ટેક્સમાં છૂટ આપે છે.

નોંધ : અહેવાલનો હેતુ આપને માત્ર માહિતી આપવાનો છે. કૃપા કરીને રોકાણ કરતા પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.શેરબજારમાં રોકાણના પોતાના જોખમો છે. તમારા રોકાણનો નિર્ણય સમજદારીથી લેવો જોઈએ

Published On - 8:16 am, Tue, 9 August 22

Next Article