AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasol Chemicals IPO : સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની કમાણીની તક લાવશે, જાણો શું છે કંપનીની યોજના

કંપની રૂ. 50 કરોડ સુધીના વધુ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાનું વિચારી શકે છે. જો આવું થાય તો નવા શેરની ઓફરનું કદ ઘટશે. બજારના સૂત્રોનું કહેવું છે કે કંપની આ રીતે રૂ. 700-800 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

Prasol Chemicals IPO : સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની કમાણીની તક લાવશે, જાણો શું છે કંપનીની યોજના
Prasol Chemicals IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 6:48 AM
Share

Prasol Chemicals IPO : સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની Parasol Chemicals એ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે ઇનિશિયલ પબ્લિક ઑફર (IPO) દ્વારા રૂ. 800 કરોડ એકત્ર કરવા માટે પ્રારંભિક દસ્તાવેજો ફાઈલ કર્યા છે. પ્રસ્તાવિત IPO હેઠળ કંપની રૂ. 250 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે અને હાલના શેરધારકો દ્વારા 90 લાખ ઇક્વિટી શેરના વેચાણ (OFS) માટે ઓફર કરશે એમ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માં જણાવાયું છે.બજારના સૂત્રોનું કહેવું છે કે કંપની આ રીતે રૂ. 700-800 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

800 કરોડ એકત્ર કરવાની યોજના

કંપની રૂ. 50 કરોડ સુધીના વધુ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાનું વિચારી શકે છે. જો આવું થાય તો નવા શેરની ઓફરનું કદ ઘટશે. બજારના સૂત્રોનું કહેવું છે કે કંપની આ રીતે રૂ. 700-800 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આમાંથી લગભગ રૂ. 160 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે અને રૂ. 30 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે કરવામાં આવશે.

વર્ષ 2021  શાનદાર રહ્યું હતું

ભારતીય શેરબજાર(Share Market)માં IPO માર્કેટે વર્ષ 2021માં સારું પ્રદર્શન કર્યું હતું. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ IPO Market મજબૂત રહેવાની ધારણા હતી પરંતુ રશિયા -યુક્રેન યુદ્ધને કારણે વર્ષનો પ્રથમ ક્વાર્ટર કંઈ ખાસ રહ્યો ન હતો. IPO માર્કેટ અંગે નોમુરાએ કહ્યું છે કે આ વર્ષના બીજા ભાગથી ભારતના પ્રાઇમરી માર્કેટમાં પણ ઉત્સાહ વધતો જોવા મળશે. સેકન્ડરી માર્કેટની ઝડપી વૃદ્ધિ આના સંકેતો દેખાઈ રહયા છે.નોમુરાના અમિત થાવાણીએ કહ્યું હતું કે ભારતમાં સેકન્ડરી માર્કેટમાં ફરી એકવાર હલચલ તેજ થઈ ગઈ છે. QIP પણ ગતિ બતાવી રહ્યા છે તેથી એવી ધારણા છે કે આ વર્ષના ઉત્તરાર્ધથી IPO માર્કેટમાં ઉત્સાહ પાછો ફરતો જોવા મળશે.

IPO દ્વારા બજારમાંથી લગભગ 1.1 અબજ ડોલર એકત્ર કર્યા

એક મીડિયા રિપોર્ટ મુજબ યુક્રેન પર રશિયાના આક્રમણ અને વ્યાજદરમાં વધારાને કારણે વૈશ્વિક સ્તરે IPO માર્કેટને અસર થઈ છે. માર્કેટમાં વોલેટિલિટીની અસર સેન્ટિમેન્ટ પર પડી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાં કંપનીઓએ IPO દ્વારા માર્કેટમાંથી આશરે 1.1 અબજ ડોલર એકત્ર કર્યા છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં એટલે કે 2021 માં, IPO દ્વારા ભારતીય બજારમાં 2.6 અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : એલોન મસ્ક ખરીદવા માંગે છે Twitter, 41.39 બિલિયન ડોલર કર્યા ઓફર, કહ્યું પ્લેટફોર્મ અસાધારણ ક્ષમતા ધરાવે છે

આ પણ વાંચો :  શું તમારું Mutual Fund સ્કીમમાં રોકાણ વળતરના નામે ઠેગો દેખાડી રહ્યું છે? આ સંકેત દેખાય તો તરત જ તમારા પૈસા ઉપાડી લો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">