Opening Bell : શેરબજાર રિકવરીના મૂડમાં, Sensex 586 અંકના વધારા સાથે ખુલ્યો

|

May 05, 2022 | 9:22 AM

સેન્સેક્સ અને નિફ્ટીમાં સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 1306 પોઈન્ટ અથવા 2.29% ઘટીને 55,669 પર બંધ થયો જ્યારે નિફ્ટીએ 391.50 પોઈન્ટ ઘટીને 16,677 પર  કારોબાર પૂર્ણ કર્યો હતો.

Opening Bell : શેરબજાર રિકવરીના મૂડમાં, Sensex 586 અંકના વધારા સાથે ખુલ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : બુધવારે શેરબજાર(Share Market)માં 1300 પોઇન્ટના ઘટાડા બાદ આજે રિકવરી દેખાઈ રહી છે. સારા વૈશ્વિક સંકેતનો સપોર્ટ મળતા શેરબજાર સારી દિશામાં કારોબાર આગળ વધારે તેવા અણસાર મળી રહ્યા છે. આજે(Opening Bell) સેન્સેક્સ ગઈકાલના બંધ સ્તર સામે 586.04 પોઇન્ટ અથવા 1.05% ઉપર 56,255.07 ની સપાટીએ ખુલ્યો હતો. જો નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ આજે 16,854.75 ઉપર ખુલ્યો છે જે ગઈકાલની બંધ સપાટી સામે 177.15 અંક 1.06% કરતા વધારો દર્શાવી રહ્યું છે. છેલ્લા સત્રમાં સેન્સેક્સ 1306 પોઈન્ટ અથવા 2.29% ઘટીને 55,669 પર બંધ થયો જ્યારે નિફ્ટીએ 391.50 પોઈન્ટ ઘટીને 16,677 પર  કારોબાર પૂર્ણ કર્યો હતો.

વૈશ્વિક સંકેત સારા મળ્યા

વૈશ્વિક બજારોમાંથી આજે સારા સંકેત મળી રહ્યા છે. US FED પોલિસી બાદ અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ 930 પોઈન્ટની ઉપર દિવસની ટોચે બંધ રહ્યો હતો. ફેડ પોલિસી પછી બોન્ડ યીલ્ડમાં થોડી નરમાશ આવી છે. ટેક્નોલોજી શેરોમાં તેજી જોવા મળી છે. એનર્જી સહિતના અન્ય ક્ષેત્રોમાં ખરીદીનો રાઉન્ડ આવ્યો છે. પરિણામો બાદ અમેરિકન બજારોને સપોર્ટ મળ્યો છે. જોકે યુરોપિયન બજારોમાં 0.5-1%નો ઘટાડો છે અને જો આપણે એશિયન બજારની વાત કરીએ તો અહીં પણ ખરીદીનો માહોલ છે. SGX નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો વધારો થયો છે અને આ ઈન્ડેક્સ લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યો છે. જાપાન અને કોરિયાના શેરબજાર આજે બંધ રહેશે.

કોમોડિટી અપડેટસ

  • કોમોડિટી માર્કેટમાં તેજી
  • સોનું 1900 ડોલરની નજીક તો ડોલર નરમ પડ્યો
  • ક્રૂડ ઓઇલ 2.5 સપ્તાહની ઊંચી સપાટીએ, બ્રેન્ટ 110 ડોલર નજીક
  • 6 અઠવાડિયા પછી ક્રૂડ ઓઇલમાં એક દિવસમાં 5% નો વધારો નોંધાયો
  • યુરોપિયન યુનિયન દ્વારા રશિયાના તેલ પર પ્રતિબંધો લાદવાના નિર્ણય બાદ ક્રૂડમાં ભડકો
  • વર્ષના અંત સુધીમાં રશિયાના તેલ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય
  • આજે ઓપેકની બેઠક પર બજારની નજર

FII-DII ડેટા

4 મેના ટ્રેડિંગ દિવસે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 3288.18 કરોડ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1338 કરોડનું રોકાણ પરત ખેંચ્યું હતું.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

છેલ્લા સત્રનો કારોબાર

સેન્સેક્સ અને નિફ્ટીમાં સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 1306 પોઈન્ટ અથવા 2.29% ઘટીને 55,669 પર બંધ થયો જ્યારે નિફ્ટીએ 391.50 પોઈન્ટ ઘટીને 16,677 પર  કારોબાર પૂર્ણ કર્યો હતો. સેન્સેક્સમાં પાવર ગ્રીડ, એનટીપીસી અને કોટક બેન્કના શેરમાં નજીવો વધારો થયો હતો. સેન્સેક્સ 148 પોઈન્ટના વધારા સાથે 57,124 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 27 પોઈન્ટ વધીને 17,096 પર દેખાયો હતો.

Next Article