Opening Bell : સતત બીજા દિવસે તેજી સાથે કારોબારની શરૂઆત, Sensex 300 અંક ઉપર ખુલ્યો

|

Jun 21, 2022 | 9:15 AM

વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતો જોવા મળી રહ્યા છે. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ બજારો બંધ રહ્યા હતા પરંતુ ડાઉ ફ્યુચર્સમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

Opening Bell : સતત બીજા દિવસે તેજી સાથે કારોબારની શરૂઆત, Sensex 300 અંક ઉપર ખુલ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market :  આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Stock Market)માં તેજી સાથે કારોબારની શરૂઆત થઇ છે. સારા ગ્લોબલ સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ તેજી દેખાઈ છે. આજે સેન્સેક્સ 51,897.60 ઉપર ખુલ્યો છે જે ગઈકાલની બંધ સપાટી કરતા 299.76 પોઇન્ટ અથવા 0.58% ઉપર છે. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 105.80 પોઇન્ટ મુજબ 0.69% વધારા સાથે 15,455.95 ઉપર ખુલ્યો હતો.સોમવારે સેન્સેક્સ 237 પોઈન્ટના ઉછાળા સાથે 51597ના સ્તરે અને નિફ્ટી 57 પોઈન્ટના વધારા સાથે 15350ના સ્તરે બંધ થયા હતા. તેજીમાં HDFC અને HDFC બેંકનો મોટો ફાળો છે. સેન્સેક્સના ટોપ-30માં 17 શેર ઉછળ્યા હતા અને 13 શેર ઘટીને બંધ રહ્યા હતા.

વૈશ્વિક સંકેત સારા મળ્યા

વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતો જોવા મળી રહ્યા છે. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ બજારો બંધ રહ્યા હતા પરંતુ ડાઉ ફ્યુચર્સમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ S&P 500 અને Nasdaq ફ્યુચર્સમાં પણ 1% કરતા વધુનો વધારો જોવા મળ્યો છે.  એશિયન બજારોની શરૂઆત સારી થઈ છે. નિક્કી 1.5 ટકા ઉછળ્યો છે તો સામે જાપાનનો યેન 24 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. SGX નિફ્ટીની વાત કરીએ તો અહીં હળવી ખરીદી જોવા મળી રહી છે અને આ ઈન્ડેક્સ હાલમાં લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય યુરોપિયન બજારોમાં 1 થી 1.5 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે અમેરિકાના હાઉસિંગ સેલ્સ ડેટા પર નજર રાખવામાં આવશે.

કોમોડિટી  અપડેટ્સ

  • વૈશ્વિક કોમોડિટીમાં રેન્જમાં ટ્રેડિંગ
  • નીચલા સ્તરે ક્રૂડની ખરીદી બાદ 115 ડોલરને પાર
  • કેનેડા અને અમેરિકાના સહયોગી દેશો તરફથી રશિયન તેલ પર ભાવ મર્યાદા લાદવાની વિચારણા
  • ચીન અને ભારતમાં રશિયન તેલની આયાત રેકોર્ડ સ્તરે
  • નેચરલ ગેસમાં નીચલા સ્તરેથી રિકવરી

સેબીએ ડીમેટ ખાતાને લઈને મોટા ફેરફારો કર્યા

શેરબજારના રોકાણકારો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ડીમેટ એકાઉન્ટ સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. ડીમેટ ખાતા ખોલનારા બ્રોકરોની સાચી ઓળખ માટે સેબી દ્વારા નિયમો કડક કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સેબીએ વધુ પારદર્શિતા માટે બ્રોકરોની અલગ ઓળખ માટે નિયમો કડક બનાવ્યા છે. સોમવારે જારી કરાયેલા એક પરિપત્રમાં સેબીએ જણાવ્યું હતું કે તમામ બ્રોકરોએ તમામ કેટેગરીના ડીમેટ ખાતાના નામ આપવાના રહેશે. જેથી બ્રોકર દ્વારા ખોલવામાં આવેલ ડીમેટ ખાતું કયા હેતુ માટે છે તે જાણી શકાય. સેબીએ આ માટે બ્રોકર્સને 30 જૂન સુધીની તક આપી છે.

Next Article