Opening Bell : મોટા ઘટાડા સાથે કારોબાર શરૂ થયો, સેન્સેક્સમાં 560 અંકનું પ્રારંભિક નુકસાન જયારે Nifty 1ટકા ઘટાડા સાથે ખુલ્યો

|

Jun 10, 2022 | 9:17 AM

ગુરુવારે સેન્સેક્સ 427.79 પોઈન્ટ વધીને 55,320.28 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 122 પોઈન્ટના ઉછાળા સાથે 16,478.25ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર 30 માંથી 20 અને નિફ્ટી પર 50 માંથી 38 વધ્યા હતા.

Opening Bell : મોટા ઘટાડા સાથે કારોબાર શરૂ થયો, સેન્સેક્સમાં 560 અંકનું પ્રારંભિક નુકસાન જયારે Nifty 1ટકા ઘટાડા સાથે ખુલ્યો
stock market

Follow us on

Share Market : વૈશ્વિક બજાર તરફથી મળેલા માઠાં સંકેતની અસર આજે ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ હતી. શેરબજારમાં મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે. છેલ્લા સત્રમાં  અમેરિકા અને યુરોપના બજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયા હતા. આજે એશિયામાં પણ વેચાણ દેખાઈ રહ્યું છે. ભરીયે શેરબજારમાં સેન્સેક્સ અને નિફટી 1 ટકા કરતા વધુ ઘટાડો દર્જ કરી ખુલ્યા છે.  ગુરુવારે સારી ખરીદારી રહી હતી જેથી સેન્સેક્સ 427.79 પોઈન્ટ વધીને 55,320.28 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 122 પોઈન્ટના ઉછાળા સાથે 16,478.25ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સ 560.03 અંક અથવા 1.01% નીચે  54,760.25 ની સપાટીએ ખુલ્યો હતો. નિફટીની વાત કરીએતો તેમાં 16,283.95 અંક ઉપર કારોબારનો પ્રારંભ થયો હતો. ઇન્ડેક્સ 194.15  અંક  મુજબ 1.18% નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

 

વૈશ્વિક સંકેત સારા ન મળ્યા

વૈશ્વિક બજારોમાંથી ખૂબ જ ખરાબ સંકેતો જોવા મળી રહ્યા છે. અમેરિકી બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ દિવસના તળિયે 640 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય S&P 500 2.5 ટકા સુધી લપસી ગયો અને Nasdaq 2.75% ઘટીને બંધ થયો. અમેરિકામાં મે મહિનામાં ફુગાવાનો દર 8.3 ટકા રહેવાનો અંદાજ છે. બોન્ડ યીલ્ડ 3 ટકાથી ઉપર રહેશે. આઇટી શેરોમાં ઘણી વેચવાલી જોવા મળી  અને બેંક શેરોમાં પણ દબાણ હતું. બીજી તરફ યુરોપમાં પણ 1.5% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આજે એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ વેચવાલી જોવા મળી રહી છે. SGX નિફ્ટી 200 થી વધુ પોઈન્ટ ડાઉન છે અને આ ઈન્ડેક્સ 1.36 ટકાના ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કોમોડિટી અપડેટ્સ

  • ક્રૂડ ઓઈલમાં ઉપરના સ્તરેથી દબાણ
  • બ્રેન્ટ 122 ડોલર પ, હજુ પણ 3 મહિનાની ટોચે છે
  • શાંઘાઈ અને બેઈજિંગમાં કોવિડના વધતા કેસોને કારણે માંગમાં ઘટાડો થવાનો ડર
  • શાંઘાઈના મિન્હાંગમાં લોકડાઉન, બેઇજિંગે મનોરંજનના સ્થળ પર પ્રતિબંધ મૂક્યો
  • સોના પર રેન્જમાં ટ્રેડિંગ, મજબૂત ડૉલર દ્વારા દબાણ
  • ડૉલર ઇન્ડેક્સ 103ની ઉપર 3-સપ્તાહની ઊંચી સપાટીએ જોવા મળ્યો
  • ધાતુઓમાં  ઘટાડો
  • એગ્રી કોમોડિટી માર્કેટ લીલા નિશાનમાં બંધ

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં વધારો

મોંઘવારી અને રશિયા -યુક્રેન યુદ્ધને કારણે સ્થાનિક શેરબજારોમાં અસ્થિરતા હોવા છતાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં મે મહિનામાં રૂ. 18,529 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો. આ સતત 15મો મહિનો છે જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો પ્રવાહ સકારાત્મક રહ્યો છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) તરફ રોકાણકારોનું આકર્ષણ સતત વધી રહ્યું છે, જેના કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ સતત રોકાણ કરી રહ્યા છે.

છેલ્લાં સત્રનો કારોબાર કેવી રહ્યો ?

નબળી શરૂઆત છતાં ગુરુવાર, 09 જૂન 2022 ના રોજ સતત ચાર દિવસનો ઘટાડો અટકી ગયો હતો. IT, ફાર્મા, બેન્કિંગ અને FMCG શેરોમાં ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ટ્રેડિંગના અંતે તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 427.79 પોઈન્ટ વધીને 55,320.28 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 122 પોઈન્ટના ઉછાળા સાથે 16,478.25ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર 30 માંથી 20 અને નિફ્ટી પર 50 માંથી 38 વધ્યા હતા. નિફ્ટી સેક્ટરલ ઈન્ડેક્સમાં નિફ્ટી ફાર્મામાં સૌથી વધુ 1.20 ટકાનો ઉછાળો નોંધાયો હતો. રૂપિયામાં નબળાઈ નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.98 ટકા વધ્યો હતો.

 

Published On - 9:17 am, Fri, 10 June 22

Next Article