Opening Bell : સાપ્તાહિક કારોબારની ફ્લેટ શરૂઆત, Sensex 53067 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો

|

Jul 04, 2022 | 9:28 AM

ગત સપ્તાહે સેન્સેક્સમાં 180 પોઈન્ટ અને નિફ્ટીમાં 53 પોઈન્ટનો વધારો થયો છે. સપ્તાહ દરમિયાન રોકાણકારોએ નાના શેરોમાં સારી કમાણી કરી છે.

Opening Bell  : સાપ્તાહિક કારોબારની ફ્લેટ શરૂઆત, Sensex  53067 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો
Stock Trading - Symbolic Image

Follow us on

Share Market  : ભારતીય શેરબજારમાં આજે કારોબારની શરૂઆત થોડા ઘટાડા સાથે થઇ હતી જે બાદમાં લીલા નિશાન ઉપર પહોંચી હતી. બંને મુખ્ય ઇન્ડેક્સમાં સાપ્તાહિક કારોબાર લાલ નિશાન નીચે શરૂ થયો હતો. શુક્રવારના કારોબારના અંતે 52,907.93 ની સપાટી ઉપર બંધ થયેલ સેન્સેક્સ આજે  56.26 પોઇન્ટ અથવા 0.11% નીચે 52,851.67  ઉપર ખુલ્યો હતો. આજના નિફટીના કારોબારની શરૂઆત ઉપર નજર કરીએતો ઇન્ડેક્સ 15,710.50 ઉપર ખુલ્યો હતો. આજની શરૂઆત 15,752.05 ની છેલ્લી બંધ સપાટીથી 41.55 પોઇન્ટ મુજબ 0.26% ઘટાડા સાથે થઇ હતી. ગત સપ્તાહે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ટોચની 10 કંપનીઓમાંથી 3ની માર્કેટ મૂડીમાં ગયા સપ્તાહે રૂ. 73,630.56 કરોડનો ઘટાડો થયો હતો.

શેરબજારની  સ્થિતિ(09:25AM)
SENSEX 52,977.89        +69.96 
NIFTY 15,757.60        +5.55 

વૈશ્વિક સંકેત સારા મળ્યા

જુલાઈ મહિનો અમેરિકન શેરબજારમાં આનંદ લઈને આવ્યો છે. જુલાઈના પહેલા જ દિવસે અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવા મળી છે. ડાઉ જોન્સ 320 પોઈન્ટ ઉછળીને દિવસની ટોચે બંધ રહ્યો હતો. આ સિવાય નાસ્ડેકમાં પણ 1 ટકાનો વધારો જોવા મળ્યો છે. આઈટી, રિયલ એસ્ટેટ, હાઉસિંગ સંબંધિત શેરોમાં મજબૂતી જોવા મળી છે. જો કે હજુ પણ બજારમાં મંદીનું જોખમ છે. યૂરોપના બજારોની વાત કરીએ તો અહીં બજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. જો આપણે એશિયન બજાર પર નજર કરીએ તો શરૂઆતમાં SGX NIFTY ખૂબ જ નજીવો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ આ ઇન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

યુએસ માર્કેટની ગત સપ્તાહની સ્થિતિ

  • ડાઓ -1.3%
  • S&P 500 -2.2%
  • નાસ્ડેક -4.1%

આ સપ્તાહની મહત્વની બાબતો

  • અમેરિકી બજાર આજે બંધ છે
  • ફેડની મીટિંગની મિનિટો બહાર પાડવામાં આવશે
  • જૂન મહિનાના યુએસ જોબ ડેટા જાહેર થશે

કોમોડિટી અપડેટ્સ

  • સપ્લાયની ચિંતાથી તેલને સપોર્ટ મળયો
  • બ્રેન્ટ 111 ડોલર ઉપર ટ્રેડ થયું
  • ગયા અઠવાડિયે તેલ 1% ઘટ્યું હતું
  • સોનું સતત ત્રીજા સપ્તાહમાં ઘટ્યું, સાપ્તાહિક 1.5%ની નબળાઈ
  • ડૉલર મજબૂત સ્થિતિમાં યથાવત રહ્યું
  • ઘઉં 4 મહિના, મકાઈ 5 મહિના અને સોયાબીન 1 અઠવાડિયાના નીચા સ્તરે સરક્યું

 ગત સપ્તાહનો કારોબાર

ગત સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે બાકીના 4 સેશનમાં બજાર ક્યાં તો સુસ્ત રહ્યું હતું અથવા નુકસાન સાથે બંધ રહ્યું હતું. આ દરમિયાન સેન્સેક્સમાં 180 પોઈન્ટ અને નિફ્ટીમાં 53 પોઈન્ટનો વધારો થયો છે. સપ્તાહ દરમિયાન રોકાણકારોએ નાના શેરોમાં સારી કમાણી કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ટોચની 10 કંપનીઓમાંથી 3ની માર્કેટ મૂડીમાં ગયા સપ્તાહે રૂ. 73,630.56 કરોડનો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ને સૌથી વધુ નુકસાન થયું છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) બીજા નંબરે અને ICICI બેંક ત્રીજા નંબરે છે.  TCS, HDFC બેન્ક, Infosys, LIC, SBI, HDFC અને ભારતી એરટેલ  તેજીમાં રહી છે.

Published On - 9:28 am, Mon, 4 July 22

Next Article