AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opening Bell : આખરે શેરબજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, Sensex 477 પોઇન્ટના વધારા સાથે તો Nifty 15832 ઉપર ખુલ્યો

બુધવારે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સતત ચોથા દિવસે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે મુખ્ય સૂચકાંકમાં નુકસાન અડધા ટકાથી ઓછું રહ્યું છે.

Opening Bell : આખરે શેરબજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, Sensex 477 પોઇન્ટના વધારા સાથે તો Nifty 15832 ઉપર ખુલ્યો
Dalal Street Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 9:15 AM
Share

Share Market : અમેરિકામાં ફેડ પોલિસી(US Fed Policy)ની જાહેરાત બાજ વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકા અને યુરોપ ઉપરાંત એશિયાના બજારોમાં ખરીદારીની સારી અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ છે. આજે બંને મુખ્ય ઇન્ડેક્સ 0.9 ટકા આસપાસ વધારા સાથે સારી સ્થિતિમાં ખુલ્યા છે. આ અગાઉ સતત 4 દિવસ બજારમાં નુકસાન નોંધાયું હતું. બુધવારે  152 પોઈન્ટ ઘટીને 52541ના સ્તરે અને નિફ્ટી 42 પોઈન્ટના ઘટાડા સાથે 15692ના સ્તરે બંધ થયા હતા. આજે સેન્સેક્સ 53,018.91 ઉપર ખુલ્યો છે જે બુધવારની બંધ સપાટીથી 477.52 અંક અથવા 0.91% ઉપર છે. નિફટી  પણ  તેજી સાથે 140.10 પોઇન્ટ અથવા 0.89% વધારા સાથે ઉછળ્યો છે. આજે નિફટી  15,832.25 ઉપર ખુલ્યો હતો.

વૈશ્વિક સંકેત સારા મળ્યા

વૈશ્વિક બજારોનો સારો મૂડ જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટની વાત કરીએ તો ડાઉએ છેલ્લા 5 દિવસના ઘટાડા પર બ્રેક લગાવી છે. યુએસ ફેડ પોલિસી બાદ અમેરિકી બજારોમાં તેજી જોવા મળી રહી છે. ડાઉ 825 પોઈન્ટની રેન્જમાં ટ્રેડિંગ વચ્ચે 300 પોઈન્ટની ઉપર બંધ રહ્યો હતો. આ સિવાય આઈટી શેરોમાં મોટો ઉછાળો આવ્યો હતો અને નાસ્ડેકમાં 2.5 ટકાનો ઉછાળો આવ્યો છે. યુરોપના બજારોમાં પણ તેજી જોવા મળી હતી. અહીં 1.5 ટકાનો ઉછાળો રહ્યો હતો. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ ખરીદી જોવા મળી રહી છે. SGX નિફ્ટી 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે અને આ ઈન્ડેક્સ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

કોમોડિટી અપડેટ્સ

  • ક્રૂડ ઓઇલ ફરી સરક્યું, બ્રેન્ટ $120 ની નીચે ટ્રેડ થયું
  • જો બિડેન યુએસ રિફાઇનર્સને ઉત્પાદન વધારવા કહ્યું
  • યુએસ સાપ્તાહિક ક્રૂડ અનામતમાં વધારો
  • સોનું 1835 ડોલરની નજીક, 1-મહિનાના નીચલા સ્તરેથી સુધર્યું
  • મેટલ માર્કેટમાં ફરી ચમક આવી
  • ચાઇના તરફથી અપેક્ષા કરતાં વધુ સારા આર્થિક ડેટા પર મેટલમાં મજબૂત સ્થિતિ આવી

ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 28 વર્ષનો સૌથી મોટો વધારો કર્યો

અમેરિકા(America)માં ફુગાવાને અંકુશમાં લેવા માટે યુએસ ફેડરલ રિઝર્વે (US Federal Reserve)મોટો નિર્ણય લીધો છે. યુએસ ફેડરલ રિઝર્વે 15 જૂન 2022ના રોજ વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટ અથવા 0.75 ટકાના વધારાની જાહેરાત કરી છે. ફેડના નિર્ણય બાદ વ્યાજ દરો વધીને 1.75 ટકા થઈ ગયા છે. આ 28 વર્ષમાં સૌથી મોટો વધારો છે. 75 bps નો વધારો 1994 પછી સૌથી વધુ છે. આ નિર્ણયને વધતી જતી મોંઘવારીને રોકવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં મોંઘવારી(Inflation) 40 વર્ષની ટોચે છે. મે મહિનામાં અમેરિકામાં મોંઘવારી દર 8.6 ટકા હતો.

છેલ્લા સત્રનો કારોબાર

બુધવારે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સતત ચોથા દિવસે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે મુખ્ય સૂચકાંકમાં નુકસાન અડધા ટકાથી ઓછું રહ્યું છે. બીજી તરફ 4 દિવસના ઘટાડા વચ્ચે સેન્સેક્સ 2800થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. બુધવારના કારોબારમાં સેન્સેક્સ 152 પોઈન્ટ ઘટીને 52541ના સ્તરે અને નિફ્ટી 42 પોઈન્ટના ઘટાડા સાથે 15692ના સ્તરે બંધ થયા હતા.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">