Opening Bell : સતત ત્રણ દિવસના ઘટાડા બાદ ખરીદારી નીકળી, Sensex 54500 ઉપર નજરે પડ્યો

|

May 11, 2022 | 9:27 AM

મંગળવારે સેન્સેક્સ 105.82 પોઈન્ટ અથવા 0.19% ના ઘટાડા સાથે 54,364.85 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 61.80 પોઈન્ટ અથવા 0.38% ઘટ્યો હતો. ઇન્ડેક્સ 16,240.05 પર બંધ રહ્યો હતો.

Opening Bell : સતત ત્રણ દિવસના ઘટાડા બાદ ખરીદારી નીકળી, Sensex 54500 ઉપર નજરે પડ્યો
Dalal Street Mumbai

Follow us on

Share Market : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજાર(Stock Market)માં આજે કારોબાર શરૂઆતી કારોબાર(Opening Bell) લીલા નિશાન ઉપર દેખાઈ રહ્યો છે. મંગળવારે પણ કારોબારની શરૂઆત તેજી સાથે થઇ હતી પરંતુ કારોબારના અંતે બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે બંધ થયા હતા. મંગળવારે સતત ત્રીજા દિવસે બજારમાં ઘટાડો નોંધાયો હતો જે બાદ આજે રિકવરી દેખાઈ રહી છે. આજના કારોબારમાં Sensex  54,544.91 ઉપર ખુલ્યો હતો. શરૂઆતી ટ્રેડિંગ દરમ્યાન 54,555.19 ના ઉપલા જયારે 54,430.85 ના નીચલા સ્તરે દેખાયો હતો. મંગળવારે સેન્સેક્સ 105.82 પોઈન્ટ અથવા 0.19% ના ઘટાડા સાથે 54,364.85 પર બંધ થયો હતો.Nifty ની વાત કરીએતો મંગળવારે ઇન્ડેક્સ 61.80 પોઈન્ટ અથવા 0.38% ઘટ્યો હતો. નિફટી કારોબારના અંતે 16,240.05 પર બંધ રહ્યો હતો. આજે સૂચકઆંકએ  16,270.05 ઉપર કારોબાર શરૂ કર્યો હતો. જે 16,305.60ના ઉપલા અને 16,259.40 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.

વૈશ્વિક સંકેત મિશ્ર મળ્યા

વૈશ્વિક બજારોમાંથી મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. યુએસ બજારો મોટી વોલેટિલિટી બાદ બંધ થયા છે. જોકે, ડાઉ જોન્સ સતત ચોથા દિવસે લાલ નિશાન સાથે બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેકમાં રિબાઉન્ડ જોવા મળ્યું છે અને તે 1 ટકાના ઉછાળા સાથે બંધ થયું છે. દિગ્ગજ આઈટી શેરોમાં ઉછાળાએ યુએસ માર્કેટને ટેકો મળ્યો છે. બોન્ડ યીલ્ડ સતત બીજા દિવસે 3 ટકાથી નીચે છે. જ્યારે યુરોપમાં 1 થી 1.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કે એશિયન માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટીમાં થોડો ઘટાડો છે  આ ઈન્ડેક્સ પણ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

FII-DIIનો ડેટા

10 મેના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 3960.59 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2958.49 કરોડનું રોકાણ કર્યું હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

છેલ્લા સત્રનો કારોબાર

સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 105.82 પોઈન્ટ અથવા 0.19% ના ઘટાડા સાથે 54,364.85 પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 61.80 પોઈન્ટ અથવા 0.38% ઘટ્યો હતો. ઇન્ડેક્સ 16,240.05 પર બંધ રહ્યો હતો. સૌથી વધુ ઘટાડો મેટલ અને રિયલ્ટી શેરોમાં થયો હતો. માર્કેટમાં સતત ત્રણ દિવસના ઘટાડાથી રોકાણકારોને રૂ. 11.4 લાખ કરોડનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 248.3 લાખ કરોડ થઈ ગઈ છે.

Next Article