AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock: આ શેરે રોકાણકારોના રૂપિયા 1 લાખને 2.68 કરોડ બનાવ્યા, જાણો રોકાણકારોને કેટલું મળ્યું રિટર્ન

જો કોઈ વ્યક્તિએ 23 વર્ષ પહેલાં એચડીએફસી બેંકમાં 5.52 રૂપિયા પ્રતિ શેરના ભાવે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને તે અત્યાર સુધી આ સ્ટૉકમાં જ રહ્યા હોય તો તેને આજે રૂપિયા 2.68 કરોડ મળશે.

Multibagger Stock: આ શેરે રોકાણકારોના રૂપિયા 1 લાખને 2.68 કરોડ બનાવ્યા, જાણો રોકાણકારોને કેટલું મળ્યું રિટર્ન
Multibagger Stock
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 7:39 AM
Share

Multibagger Stock: શેરબજારમાં કમાણી કરવા માટે વૃદ્ધિનો સારો અવકાશ ધરાવતો શેર શોધવો અને તેમાં યોગ્ય સમયે રોકાણ અને વેચાણ મહત્વનું છે. શેરબજારમાં પૈસા કમાવવાની આ ચાવી છે. જેઓ આ વ્યૂહરચનામાં વિશ્વાસ રાખે છે તેમના માટે HDFC બેંક(HDFC BANK)નો સ્ટોક એક ઉત્તમ ઉદાહરણ છે. આ બેકિંગ સ્ટોક 1 જાન્યુઆરી 1999ના રોજ NSE પર રૂ. 5.52 પર નોંધાયો હતો. 31 ડિસેમ્બર, 2021ના રોજ તેનો બંધ ભાવ રૂ. 1481. 23 છે જે મુજબ શેરમાં 268 ગણો વધારો જોવા મળ્યો છે.

HDFC બેંકના શેરની પ્રાઇસ હિસ્ટ્રી

જો તમે એચડીએફસી બેંકના શેરના ભાવ ઇતિહાસ પર નજર નાખો તો આ બેંકિંગ શેર છેલ્લા 6 મહિનાથી વેચવાલીના દબાણ હેઠળ છે. છેલ્લા એક મહિનામાં શેરમાં 1.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા 1 વર્ષમાં તે માત્ર 4 ટકાનો વધારો દર્શાવવામાં સફળ રહ્યો છે.

5 વર્ષમાં શેરની કિંમત બમણી

છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોક રૂપિયા 596 થી વધીને રૂપિયા 1481 થઇ છે. આ સમયગાળા દરમિયાન શેરમાં લગભગ 150 ટકાનો વધારો જોવા મળ્યો છે. એ જ રીતે એચડીએફસી બેંકનો શેર છેલ્લા 10 વર્ષમાં આશરે રૂ. 215 થી થી વધીને રૂ 1481 થયો છે. આ સ્ટૉક આ સમયગાળા દરમિયાન 7 ગણો ઉછળ્યો છે. એ જ રીતે છેલ્લા 20 વર્ષમાં શેર રૂ. 22 થી રૂ. 1481 સુધી 67 ગણો ઊછળ્યો છે. છેલ્લા 23 વર્ષોમાં શેર રૂ. 5.52 થી વધીને રૂ. 1481 થયો છે. આ સમયગાળા દરમિયાન તેણે તેના શેરધારકોને 26,725 ટકા રિટર્ન આપ્યું છે.

રોકાણકારોના 1 લાખ રૂપિયા 2.68 કરોડ થયા

જે રોકાણકારે 5 વર્ષ પહેલા એચડીએફસી બેંકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો આજે તેને 2.5 લાખ રૂપિયા મળી રહ્યા હશે. બીજી તરફ જો કોઈએ 10 વર્ષ પહેલા આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેને આજે 7 લાખ રૂપિયા મળશે. તેવી જ રીતે જો કોઈએ 20 વર્ષ પહેલાં આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેને રૂ. 67 લાખ મળશે.જો કોઈ વ્યક્તિએ 23 વર્ષ પહેલાં એચડીએફસી બેંકમાં 5.52 રૂપિયા પ્રતિ શેરના ભાવે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને તે અત્યાર સુધી આ સ્ટૉકમાં જ રહ્યા હોય તો તેને આજે રૂપિયા 2.68 કરોડ મળશે.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો : ITR : શું 31 ડિસેમ્બરની ડેડલાઇન ચુકી ગયા છો? જાણો હવે શું કરવું પડશે

આ પણ વાંચો : Sensex ની Top-10 કંપનીઓમાંથી 9 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.11 લાખ કરોડનો વધારો થયો, ટ્રેન્ડથી વિપરીત RIL ને 2700 કરોડનું નુકસાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">