AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock : આ શેરને ઓળખવાની આવડત કેળવી લેશો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં

Multibagger Stock : હવે મલ્ટિબેગર સ્ટોક્સ કેવી રીતે પસંદ કરવા તે વિશે વાત કરીએ તો મલ્ટિબેગર સ્ટોક પસંદ કરવો એટલો સરળ નથી કારણ કે મલ્ટિબેગર સ્ટોક પસંદ કરવા માટે તમારે ઘણી બાબતો પર ધ્યાન આપવું પડશે જેમાં ક્યારેક તે ગણિત ખોટા પણ પાડી શકે છે.

Multibagger Stock : આ શેરને ઓળખવાની આવડત કેળવી લેશો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 10:39 AM
Share

Multibagger Stock : શેરબજાર હાલમાં કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. બજારની અસ્થિરતા વચ્ચે સેન્સેક્સ અને નિફટી નીચે તરફ સરકી રહ્યા છે. આ સ્થિતિમાં કયા શેર રોકાણકારોને કરોડપતિ બનાવવાની ક્ષમતા ધરાવે છે તે અનુમાન લગાવવું થોડું મુશ્કેલ છે. બજારના વિશ્લેષકોના મતે જે રોકાણકારો સમજદારીપૂર્વક રોકાણ કરે છે તેઓ મોટાભાગના કિસ્સાઓમાં સારી કમાણી કરી શકે છે. અનુભવી રોકાણકારોના મતે શેરબજારમાં સ્મોલ-કેપ શેરો અને મિડ-કેપ શેરોમાં લાંબા ગાળાના રોકાણથી સારું રિટર્ન મેળવી શકાય છે. આમ તો બજારમાં ઘણા એવા શેરો છે જે સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ લાંબા ગાળાની વાત કરીએ તો આ સમયે ઘણા શેર તેમના રોકાણકારોને બમ્પર વળતર આપવામાં સફળ રહ્યા છે. આવા શેરના પરિણામ જોઈને રોકાણકારોનું વલણ પણ શેરબજાર તરફ વધી રહ્યું છે.

મલ્ટિબેગર સ્ટોક શું છે?

પીટર લિંચના પુસ્તક ‘One Up on Wall Street’માં સૌપ્રથમ વપરાયેલ શબ્દ ‘મલ્ટિબેગર સ્ટોક્સ’ એવા સ્ટોક્સ છે જે તેમના રોકાણ પર અનેક ગણું વળતર આપે છે એટલે કે, તે પ્રમાણમાં ટૂંકા ગાળામાં 100 ટકા કે તેથી વધુ વળતર આપે છે. તેથી ઉદાહરણ તરીકે જો કોઈ સ્ટોક તમને અનેકગણું રિટર્ન આપે તો તે મલ્ટિબેગર સ્ટોક્સ કહેવાય છે. રોકાણકારો જોખમ સાથે નાણાં કમાવવા માટે મલ્ટિબેગર શેરોમાં નસીબ અજમાવતા હોય છે. મલ્ટિબેગર સ્ટોક્સ અત્યંત અસ્થિર બજારમાં ક્યારેક જોખમી સાહસ જેવું પણ લાગે છે.

મલ્ટિબેગર સ્ટોક્સ કેવી રીતે પસંદ કરવા?

હવે મલ્ટિબેગર સ્ટોક્સ કેવી રીતે પસંદ કરવા તે વિશે વાત કરીએ તો મલ્ટિબેગર સ્ટોક પસંદ કરવો એટલો સરળ નથી કારણ કે મલ્ટિબેગર સ્ટોક પસંદ કરવા માટે તમારે ઘણી બાબતો પર ધ્યાન આપવું પડશે જેમાં ક્યારેક તે ગણિત ખોટા પણ પાડી શકે છે. મોટાભાગે એ જ કંપની તમને મલ્ટિબેગર વળતર આપે છે જે કદમાં નાની હોય છે અથવા નવી કંપનીઓ હોય છે. આ પ્રકારની કંપનીઓમાં ઘણું જોખમ હોય છે જેમાં ક્યાં તો તમારા પૈસા ખૂબ ઝડપથી વધે છે અથવા તો તમને ઘણું નુકસાન થઈ શકે છે.

ડિસ્ક્લેમર : શેરોમાં ટ્રેડિંગ માટેની વિગતો માત્ર માહિતી પુરી પાડવાના ભાગરૂપે આપવામાં આવી છે.આ વિચારો ટીવી 9 ના નથી. શેરમાં રોકાણ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ અવશ્ય લેવી.

Follow Us
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
g clip-path="url(#clip0_868_265)">