AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindenburg Effect : અદાણી ગ્રુપના શેર હજુ રિકવરીથી 300% સુધી દૂર છે, રિપોર્ટથી ગૌતમ અદાણીની નેટવર્થને 80 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું હતું

Hindenburg Effect : અદાણી ગ્રુપ(Adani Group) વિશે વાત કરીએ તો હિંડનબર્ગે તેમના પર તેમના શેરની કિંમતમાં ખોટી રીતે વધારો કરવા સહિતના ઘણા ગંભીર આરોપો મૂક્યા હતા. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રૂપના શેરનું મૂલ્ય 80 ટકા સુધી ઘટ્યું હતું. ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 12.06 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

Hindenburg Effect :  અદાણી ગ્રુપના શેર હજુ રિકવરીથી 300% સુધી દૂર છે, રિપોર્ટથી ગૌતમ અદાણીની નેટવર્થને 80 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું હતું
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 7:37 AM
Share

આ વર્ષની શરૂઆતમાં અદાણી ગ્રૂપ(Adani Group)પર હિંડનબર્ગ રિપોર્ટે(Hindenburg Report)ભારતીય બજારને ખૂબ પ્રભાવિત કર્યું હતું. જો કે ત્યારપછી ભારતીય શેરબજારે સારી રિકવરી પણ કરી છે અને જૂનું સ્તર પાછું મેળવ્યું છે. જોકે હજુ અદાણી ગ્રૂપ હજુ પણ હિંડનબર્ગ રિપોર્ટની અસરમાંથી સંપૂર્ણ રિકવર થઇ શક્યું નથી.સ્થાનિક શેરબજાર પર નજર કરીએ તો 24 જાન્યુઆરીએ NSE નિફ્ટી ઇન્ડેક્સ પ્રથમ વખત 18,200 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ જ અદાણી ગ્રૂપ અંગેનો વિવાદાસ્પદ અહેવાલ બહાર પાડ્યો હતો. આ બાદથી અદાણી ગ્રૂપના શેરમાં ભારે વેચવાલી શરૂ થઈ હતી. ભારતીય બજારો પણ તેના પ્રભાવથી દૂર ન રહી શક્યા અને તેનો ભોગ બનતા રહ્યા હતા. જોકે, ગુરુવાર એટલે કે 4 મેના કારોબારમાં નિફ્ટીએ ફરીથી 18,200 પોઈન્ટનું સ્તર હાંસલ કર્યું હતું.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર થયા, આ રીતે જાણો તમારા શહેરની ઇંધણની કિંમત

આ રિપોર્ટની ગંભીર અસર પડી હતી

અદાણી ગ્રુપ વિશે વાત કરીએ તો હિંડનબર્ગે તેમના પર તેમના શેરની કિંમતમાં ખોટી રીતે વધારો કરવા સહિતના ઘણા ગંભીર આરોપો મૂક્યા હતા. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રૂપના શેરનું મૂલ્ય 80 ટકા સુધી ઘટ્યું હતું. ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 12.06 લાખ કરોડનો ઘટાડો થયો હતો. જેના કારણે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 40 બિલિયન ડોલરથી પણ ઓછી થઈ ગઈ હતી અને તેમને માત્ર એક મહિનામાં 80 બિલિયન ડોલરથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

શેરની કિંમત ઘણી નીચે છે

કોર્પોરેટ ડેટાબેઝ એસ ઇક્વિટીના ડેટા દર્શાવે છે કે અદાણી જૂથની કંપનીઓએ પછીથી રિકવરી દર્શાવી હશે પરંતુ સંપૂર્ણ રિકવરી ઘણી દૂર છે. Ace ઇક્વિટીના ડેટા અનુસાર અદાણી ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કેપ હજુ પણ તેના પ્રી-રિપોર્ટ લેવલ એટલે કે 24 જાન્યુઆરીએ 320 ટકા નીચે છે. આનો અર્થ એ થયો કે હિંડનબર્ગ રિપોર્ટની અસરને સંપૂર્ણપણે સરભર કરવા માટે અદાણી જૂથની કંપનીઓના શેરમાં 320 ટકા સુધીનો ઉછાળો આવવાની જરૂર છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">