AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Return Stock : 20 રૂપિયાના આ શેરે 1 વર્ષમાં આપ્યું 792% રિટર્ન, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

અરિહંત સુપરસ્ટ્રક્ચર્સે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2021ના ત્રિમાસિક ગાળામાં રૂ 11.63 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ 4.15 કરોડ હતો.

High Return Stock : 20 રૂપિયાના આ શેરે 1 વર્ષમાં આપ્યું 792% રિટર્ન, શું છે તમારા પોર્ટફોલિયોમાં?
High Return Stock
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 8:43 AM
Share

ભારતીય શેરબજારમાં અત્યારે ઘણા એવા શેરો છે જેણે તેમના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. જો તમે પણ તમારા પોર્ટફોલિયો માટે ઉત્તમ વળતર સાથે મલ્ટીબેગર સ્ટોક 2021 શોધી રહ્યા છો, તો આજે અમે તમને એવા સ્ટોક વિશે જણાવી રહયા છીએ જેણે રોકાણકારોને એક વર્ષમાં 792% રિટર્ન આપ્યું છે. રિયલ્ટી ફર્મ અરિહંત સુપરસ્ટ્રક્ચર્સ(Arihant Superstructures)ના શેરની કિંમતમાં છેલ્લા એક વર્ષમાં  બમ્પર વધારો થયો છે.

20 રૂપિયાનો શેર 175 સુધી ઉછળ્યો આ સ્મોલ કેપ કંપનીના શેરની કિંમત ઑક્ટોબર 2020માં રૂપિયા 20 હતી જે હવે વધીને રૂ 175 સુશી પહોંચી છે. આ દરમિયાન તેણે તેના રોકાણકારોને 792 ટકા રિટર્ન આપ્યું છે.

Arihant Superstructures ના શેરની હાઇલાઇટ્સ Last Closing         175.00 Mkt cap                720.30Cr P/E ratio              20.47 52-wk high         189.10 52-wk low          19.50

જો નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ સાથે સરખામણી કરીએ તો, આ સમયગાળા દરમિયાન નિફ્ટીએ 117% વળતર આપ્યું છે જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 83% વધ્યો છે. આ મુજબ રિયલ્ટી શેરે તેના બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. છેલ્લા એક વર્ષમાં નિફ્ટી 50 એ 51% રિટર્ન આપ્યું છે.

1 વર્ષમાં 1 લાખ 8 લાખ થયા જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા અરિહંત સુપરસ્ટ્રક્ચર્સમાં 1,00,000, નું રોકાણ કર્યું હતું તો તેમના રૂ 1 લાખ વધીને ૮ લાખ થઇ ગયા હશે. અરિહંત સુપરસ્ટ્રક્ચર એ એક સ્મોલકેપ રિયલ એસ્ટેટ કંપની છે જેનું મુખ્ય ફોકસ એફોર્ડેબલ હાઉસિંગ બનાવવાનું છે.

અરિહંત સુપરસ્ટ્રક્ચર્સે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2021ના ત્રિમાસિક ગાળામાં રૂ 11.63 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ 4.15 કરોડ હતો. કંપનીનું ચોખ્ખું વેચાણ પણ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ 63.60 કરોડથી 38% વધીને રૂ 87.80 કરોડ થયું છે. મોટાભાગના બ્રોકરેજ આ સ્ટોક પર “બાય” રેટિંગ જાળવી રાખે છે.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. નફાના ઉદ્દેશ્ય સાથે કરેલા રોકાણમાં ખોટ પણ થઇ શકે છે. અહેવાલનો હેતુ માત્ર માહિતી આપવાનો છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા આપણા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી

આ પણ વાંચો :   Petrol-Diesel Price Today : બે દિવસની રાહત બાદ ફરી આવ્યા માઠાં સમાચાર, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચો : Pensioners માટે અગત્યના સમાચાર : વહેલી તકે તમારું Life Certificate સબમિટ કરો નહીંતર પેન્શન અટકી જશે, જાણો છેલ્લી તારીખ અને પ્રક્રિયા

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">