High Demand Stocks : શેરબજારના ઘટાડા ઉપર સાતમા દિવસે લાગી બ્રેક, બજારની તેજી દરમ્યાન આ શેર્સની રહી માંગ

વિદેશી બજારોના નબળા સંકેતોને કારણે બુધવારે શેરબજાર(Share Market)માં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આજના ઘટાડા સાથે બજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. 20 સપ્ટેમ્બરથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. કારોબારમાં સેન્સેક્સ 509 પોઈન્ટ ઘટીને 56598 ના સ્તરે અને નિફ્ટી 149 પોઈન્ટ ઘટીને 16858 ના સ્તર પર બંધ થયા હતા.

High Demand Stocks : શેરબજારના ઘટાડા ઉપર સાતમા દિવસે લાગી બ્રેક, બજારની તેજી દરમ્યાન આ શેર્સની રહી માંગ
Beginning with the stock market boom
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 10:23 AM

ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત આજે લીલા નિશાન સાથે થઈ છે. આ સાથે સતત 6 ટ્રેડિંગ સેશન બાદ રોકાણકારોના ચહેરા પર સ્મિત ફરી વળ્યું છે. આજે ગુરુવારે સેન્સેક્સ 0.88 ટકા એટલે કે 498.42 પોઈન્ટ વધીને 57096.70 પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટી 145.40 પોઈન્ટ અથવા 0.86 ટકાના ઉછાળા સાથે 17004 પર શરૂ થયો છે. આ દરમિયાન લગભગ 1636 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 294 શેરમાં ઘટાડો થયો છે અને 75 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. આજે બજારમાં રૂપિયાની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(10:11 am )
SENSEX 56,955.29     +357.01 (0.63%)
NIFTY 16,970.40     +111.80 (0.66%)
rupee hit an all-time low, falling 31 paise to 80.15

Symbolic Image

આજે રૂપિયો મજબૂત થયો

રૂપિયો આજે 33 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો છે. ભારતીય રૂપિયો 81.94 પ્રતિ ડૉલરની સામે 81.61 પ્રતિ ડૉલર પર ખુલ્યો છે. બીજી તરફ અમેરિકન અને યુરોપિયન બજારો પણ આજે પોઝિટિવ છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા બોન્ડ ખરીદવાની જાહેરાતના કારણે વિશ્વભરના બજારોમાં ઉત્સાહ છવાયો છે.

આ સ્ટોક્સમાં આજે સતત પાંચમા દિવસે અપર સર્કિટ નોંધાઈ

Company Name Bid Qty Last Price Diff % Chg
Oil Country 214,800 16.05 0.75 4.9
SAL Steel 567,109 16.5 0.75 4.76
Forbes Gokak 55,464 804.35 38.3 5
Poojawestern Me 117,739 36.65 1.7 4.86

બુધવારે સતત છઠ્ઠા સ્તરમાં ઘટાડો નોંધાયો હતો

વિદેશી બજારોના નબળા સંકેતોને કારણે બુધવારે શેરબજાર(Share Market)માં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આજના ઘટાડા સાથે બજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. 20 સપ્ટેમ્બરથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. કારોબારમાં સેન્સેક્સ 509 પોઈન્ટ ઘટીને 56598 ના સ્તરે અને નિફ્ટી 149 પોઈન્ટ ઘટીને 16858 ના સ્તર પર બંધ થયા હતા. માર્કેટમાં આજના ઘટાડાથી રોકાણકારોને એક સત્રમાં 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. બુધવારના કારોબારમાં ફાર્મા અને હેલ્થકેર સેક્ટર સિવાય અન્ય તમામ સેક્ટર ઈન્ડેક્સમાં નુકસાન જોવા મળ્યું હતું. જાહેર ક્ષેત્રની બેંકોને સૌથી વધુ નુકસાન થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

આજે બજારમાં આ શેર્સની રહી ઊંચી માંગ (સવારે 10.12 વાગે )

Company Name CMP Volume Value  (Rs. Lakhs)
Press. Sensitive Sys 202.3 275,510 531.6
Mazagon Dock Ship 449.15 91,005 389.87
Nava 187.5 60,669 108.54
Galactico Corp. Serv 16.65 3,307,820 525.94
Agarwal Indl. Corp 627 479,997 2,876.62
Thinkink Picturez 71.85 692,489 482.66
Where how and when will Jio's 5G internet start know the full story in five points Technology News

Akash And mukesh-ambani

આકાશ અંબાણી Time100 Next ની યાદીમાં સ્થાન પામ્યા

રિલાયન્સની એજીએમમાં ​​મુકેશ અંબાણીએ આગામી પેઢીની જવાબદારીઓ સ્પષ્ટ કર્યાને હજુ એક મહિનો જ પસાર થયો છે કે નવી પેઢીએ વિશ્વભરમાં પોતાની છાપ છોડવાનું શરૂ કર્યું છે. રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીને ટાઈમ મેગેઝિનની ટાઈમ 100 નેક્સ્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે તેઓ આ યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય છે. જો કે, આ યાદીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ OnlyFans ના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આમ્રપાલી ગુન પણ છે. નોંધનીય છે કે ટાઈમ 100 નેક્સ્ટ લિસ્ટ દુનિયાના સૌથી શક્તિશાળી લોકોને દર્શાવતી ટાઈમ 100 લિસ્ટથી પ્રેરિત છે. ટાઈમ100 નેક્સ્ટને સમગ્ર ઈન્ડસ્ટ્રીઝ અને વિશ્વભરના 100 ઉગતા સ્ટાર્સનો ક્રમ આપવામાં આવ્યો છે જેઓ વિશ્વને બહેતર બનાવવા અને ભવિષ્યને વ્યાખ્યાયિત કરવા માટે અસાધારણ પ્રગતિ કરે છે. આ અહેવાલ બાદ આજે રિલાયન્સના શેરમાં તેજી જોવા મળી છે.

RIL Share Price (10.16 am ) :  2,350.20 +17.75 (0.76%)

g clip-path="url(#clip0_868_265)">