Gautam Adani on FPO withdrawal: 20000 કરોડનો FPO પાછો ખેંચવા માટેનું યોગ્ય પગલું! જાણો અદાણીએ તેના શેરમાં કડાકાને લઈ શું કહ્યું
અદાણી ગ્રૂપના Adani Enterprises ના FPOને એન્કર રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેણે શેરની ફાળવણી કરીને એન્કર રોકાણકારો પાસેથી રૂ. 5,985 કરોડ એકત્ર કર્યા હતા. આ પછી, બુધવારે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો હતો, કારણ કે બુધવારે અદાણી એન્ટરપ્રાઇઝના શેર 28.5% ઘટીને રૂ. 2,128.70 પર બંધ થયા હતા.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ગ્રૂપે બુધવારે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર -FPO યોજના પાછી ખેંચી લીધી છે. આ પછી ગૌતમ અદાણી પોતે સામે આવ્યા છે અને રોકાણકારોને સમજાવવા પ્રયત્ન કર્યો છે. અદાણીએ એફપીઓ પાછો ખેંચવાનું કારણ પણ આપ્યું છે. રૂપિયા 20,000 કરોડનો આ FPO 27 જાન્યુઆરીએ સબ્સ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા પછી 31 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યો હતો. અદાણીએ જણાવ્યું હતું કે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા પછી તેને પાછો ખેંચી લેવાના નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થશે. બજારમાં અસ્થિરતાને જોતાં બોર્ડને ભારપૂર્વક લાગ્યું કે તેમના માટે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં. કંપનીનો ઉદ્દેશ્ય શેરબજારમાં આવતા ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને તેના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. એટલા માટે અમે FPOમાંથી મળેલી રકમ પરત કરવા જઈ રહ્યા છીએ અને તેનાથી સંબંધિત ટ્રાન્ઝેક્શન સમાપ્ત કરીશું.
#WATCH | After a fully subscribed FPO, yday’s decision of its withdrawal would’ve surprised many. But considering volatility of market seen yday, board strongly felt that it wouldn’t be morally correct to proceed with FPO:Gautam Adani, Chairman, Adani Group
(Source: Adani Group) pic.twitter.com/wCfTSJTbbA
— ANI (@ANI) February 2, 2023
રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો
અદાણી ગ્રૂપના અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOને એન્કર રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેણે શેરની ફાળવણી કરીને એન્કર રોકાણકારો પાસેથી રૂ. 5,985 કરોડ એકત્ર કર્યા હતા. આ પછી, બુધવારે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો હતો, કારણ કે બુધવારે અદાણી એન્ટરપ્રાઇઝના શેર 28.5% ઘટીને રૂ. 2,128.70 પર બંધ થયા હતા.
અદાણી એન્ટરપ્રાઇઝે રૂ. 3,112 થી રૂ. 3,276ની પ્રાઇસ બેન્ડમાં શેર વેચ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેર તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી 49% થી વધુ નીચે છે. તેનો સ્ટોક માત્ર એક સપ્તાહમાં 37% થી વધુ નીચે ગયો છે.
રોકાણકારો તરફથી સામાન્ય પ્રતિસાદ
BSC ડેટા અનુસાર અદાણી એન્ટરપ્રાઇઝના FPO હેઠળ 4.55 કરોડ શેર ઓફર કરવામાં આવ્યા હતા જ્યારે 4.62 કરોડ શેર માટે અરજીઓ મળી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત 96.16 લાખ શેર માટે લગભગ ત્રણ ગણી બિડ મળી હતી. જ્યારે લાયક સંસ્થાકીય ખરીદદારોના સેગમેન્ટમાંથી 1.28 કરોડ શેર સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થયા હતા, જોકે, રિટેલ રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ તરફથી એફપીઓ માટેનો પ્રતિસાદ હળવો હતો.