Dividend Stocks : સરકારી કંપની સહીત બે કંપનીઓએ ડિવિડન્ડની કરી જાહેરાત, જાણો રેકોર્ટ ડેટ

|

Feb 08, 2023 | 8:17 AM

Dividend stocks : કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, “7 ફેબ્રુઆરી, 2023ના રોજ મળેલી 274મી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ નાણાકીય વર્ષ માટે વચગાળાનું ડિવિડન્ડ આપવાની મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ તેના લાયક રોકાણકારોને પ્રતિ શેર રૂ. 8.15નું ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કર્યું છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 20 ફેબ્રુઆરી, 2023 નક્કી કરવામાં આવી છે.

Dividend Stocks : સરકારી કંપની સહીત બે કંપનીઓએ ડિવિડન્ડની કરી જાહેરાત, જાણો રેકોર્ટ ડેટ
Symbolic Image

Follow us on

Dividend Stocks : શેરબજારમાં પોઝિશનલ રોકાણકારોને પણ ડિવિડન્ડ, બોનસ, સ્ટોક સ્પ્લિટ વગેરેનો લાભ મળે છે. સ્મોલ કેપ કંપની KCD Industries India Limited અને Bharat Dynamic Limitedના શેરધારકો માટે સારા સમાચાર આવ્યા છે. કંપનીના બોર્ડે સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી દીધી છે. જે બાદ હવે કંપનીના શેરનું વિભાજન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે KCD Industries India Limited  છેલ્લા 6 મહિના દરમિયાન  શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બીજી તરફ Bharat Dynamic Limited ના રોકાણકારોને એ વર્ષમાં 89 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.5 વર્ષમાં શેરે રોકાણકારોના નાણાં  બમણા કરી નાખ્યા છે.

 KCD Industries ની રેકોર્ડ ડેટ શું છે?

KCD ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિમિટેડે બોર્ડને માહિતી આપી હતી કે “કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં 1 શેરને 5 ભાગોમાં વહેંચવાની મંજૂરી આપવામાં આવી છે. જે બાદ કંપનીના એક શેરની ફેસ વેલ્યુ 5 રૂપિયાથી ઘટીને 1 રૂપિયા થઈ જશે. કંપનીએ સ્ટોક સ્પ્લિટ માટે 17 ફેબ્રુઆરી, 2023ની રેકોર્ડ તારીખ નક્કી કરી છે.

કંપનીએ શેરબજારમાં જબરદસ્ત વળતર આપ્યું છે

આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 10.21 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, છ મહિના પહેલા, કોઈ રોકાણકાર કે જેણે કંપની પર દાવ લગાવ્યો હોત તો તેનું વળતર મૂલ્ય વધીને 81.65 ટકા થયું હોત. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 105 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે, BSEમાં કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી 110.75 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી સપાટી 36.90 રૂપિયા છે. તે જ સમયે કંપનીનું માર્કેટ કેપ 17.42 કરોડ રૂપિયા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Bharat Dynamic Limited  ની રેકોર્ડ ડેટ

કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, “7 ફેબ્રુઆરી, 2023ના રોજ મળેલી 274મી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ નાણાકીય વર્ષ માટે વચગાળાનું ડિવિડન્ડ આપવાની મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ તેના લાયક રોકાણકારોને પ્રતિ શેર રૂ. 8.15નું ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કર્યું છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 20 ફેબ્રુઆરી, 2023 નક્કી કરવામાં આવી છે.

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 83.74 કરોડ રૂપિયા રહ્યો છે. જે વાર્ષિક ધોરણે 60.73 ટકા ઘટ્યો છે. ગયા નાણાકીય વર્ષના આ ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 213.26 કરોડ રૂપિયા છે. કંપનીની આવકમાં પણ ઘટાડો થયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારત ડાયનેમિક્સની આવક રૂ. 461.55 કરોડ રહી હતી. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન કંપનીનો ખર્ચ વધીને 392.09 કરોડ રૂપિયા થઈ ગયો છે.

 

Next Article