AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SENSEXની TOP -10 કંપનીઓ પૈકી 8ની માર્કેટ કેપમાં 1.91 લાખ કરોડનો વધારો થયો, જાણો કોણ રહ્યું TOP GAINER

શેરબજારનો ટ્રેન્ડ કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક સંકેતો દ્વારા નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે રજાઓના કારણે આ સપ્તાહ કામકાજના દિવસોની દ્રષ્ટિએ નાનું રહેશે.

SENSEXની TOP -10 કંપનીઓ પૈકી 8ની માર્કેટ કેપમાં 1.91 લાખ કરોડનો વધારો થયો, જાણો કોણ રહ્યું TOP GAINER
Among the top 10 SENSEX companies, the market cap of 8 increased
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 7:22 AM
Share

સેન્સેક્સ(Sensex)ની ટોચની 10 કંપનીઓમાંથી આઠની માર્કેટ મૂડી (Market Cap) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 1,91,622.95 કરોડ વધી છે. બજાજ ફાઇનાન્સ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સૌથી વધુ નફાકારક રહ્યા છે. ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,498.02 પોઈન્ટ અથવા 2.67 ટકા વધ્યો છે. સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 57,673.19 કરોડ વધીને રૂ. 4,36,447.88 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, SBI, બજાજ ફાઇનાન્સ, LIC  અને HDFC આવે છે.

આ કંપનીઓને ફાયદો થયો

TCSનું માર્કેટ વેલ્યુએશન રૂ. 47,494.49 કરોડ વધીને રૂ. 12,07,779.68 કરોડે પહોંચ્યું છે. HDFC બેન્કની બજાર સ્થિતિ રૂ. 23,481.09 કરોડ વધીને રૂ. 7,97,251.18 કરોડ અને ઇન્ફોસિસ રૂ. 18,219 કરોડ વધીને રૂ. 6,52,012.91 કરોડ થઈ હતી.

HDFCનું મૂલ્યાંકન રૂ. 14,978.42 કરોડ વધીને રૂ. 4,31,679.65 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)નું મૂલ્યાંકન રૂ. 12,940.69 કરોડ વધીને રૂ. 4,71,397.99 કરોડ થયું હતું.

ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 12,873.62 કરોડ વધીને રૂ. 5,69,400.43 કરોડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું મૂલ્યાંકન રૂ. 3,962.45 કરોડ વધીને રૂ. 16,97,208.18 કરોડ થયું હતું.

આ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો થયો

જીવન વીમા નિગમ (LIC) ની માર્કેટ મૂડી રૂ. 7,020.75 કરોડ ઘટીને રૂ. 4,28,739.97 કરોડ થઈ છે. હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 810.61 કરોડનું નુકસાન થયું હતું અને તે ઘટીને રૂ. 6,19,551.97 કરોડ થયું છે.

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, SBI, બજાજ ફાઇનાન્સ, HDFC અને LIC આવે છે.

Company Name

Last Price

% Chg

52 wk

High

52 wk

Low

Market Cap (Rs. cr)

Reliance 2,533.95 -1.46 2,855.00 2,065.80 1,714,334.16
TCS 3,365.25 0.33 4,045.50 2,953.00 1,231,362.26
HDFC Bank 1,426.55 -0.27 1,724.30 1,271.75 792,860.45
Infosys 1,616.55 1.06 1,953.70 1,367.20 680,198.66
HUL 2,643.95 0.6 2,859.10 1,901.80 621,220.18
ICICI Bank 838.4 2.26 859.7 642 583,261.75
SBI 530.65 -0.42 549.05 401.3 473,584.52
Bajaj Finance 7,303.20 -0.21 8,043.50 5,235.60 442,157.08
LIC India 687.35 2.03 949 650 434,748.72
HDFC 2,353.75 -0.28 3,021.10 2,026.55 427,080.82

તમને જણાવી દઈએ કે વિશ્લેષકોનું માનવું છે કે શેરબજારનો ટ્રેન્ડ કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક સંકેતો દ્વારા નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે રજાઓના કારણે આ સપ્તાહ કામકાજના દિવસોની દ્રષ્ટિએ નાનું રહેશે. મંગળવારે મોહરમ નિમિત્તે શેરબજાર બંધ રહેશે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારોનું વલણ પણ બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે આ સપ્તાહે બજાર ત્રિમાસિક કમાણીના છેલ્લા તબક્કાનો સામનો કરશે. બજારે SBI, HPCL અને BPCLના પરિણામો પર પ્રતિક્રિયા આપવી પડશે.

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">