Aditya Birla Sun Life AMC : આ IPO રોકાણકારો થયાં નિરાશ, લિસ્ટિંગ બાદ નબળાં કારોબારથી શેર ઘટાડા સાથે બંધ થયો
Aditya Birla Sun Life AMC નો શેર બીએસઇ પર રૂ 712 પર લિસ્ટેડ થયો હતો બાદમાં તે ટ્રેડિંગ દરમિયાન રૂ 721 ની ઉપલી સપાટીને સ્પર્શી રૂ 696 ની નીચી સપાટીને સરક્યો હતો. કારોબારના અંતે તે 1.73 ટકા ઘટીને 699.65 રૂપિયા પર બંધ થયો હતો.
Aditya Birla Sun Life AMC IPO: આદિત્ય બિરલા સન લાઈફ AMC લિમિટેડનો શેર સોમવારે ખુલ્યો હતો. કંપનીના શેરના લિસ્ટિંગ પછી ઇશ્યૂ પ્રાઇસ રૂ 712 સામે લગભગ બે ટકાના ઘટાડા સાથે બંધ થઇ હતી. શેર બીએસઇ પર રૂ 712 પર લિસ્ટેડ થયો હતો બાદમાં તે ટ્રેડિંગ દરમિયાન રૂ 721 ની ઉપલી સપાટીને સ્પર્શી રૂ 696 ની નીચી સપાટીને સરક્યો હતો. કારોબારના અંતે તે 1.73 ટકા ઘટીને 699.65 રૂપિયા પર બંધ થયો હતો.
સ્ટોક નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 715 રૂપિયામાં લિસ્ટેડ થયો છે જે ઇશ્યૂ પ્રાઇસ કરતા માત્ર 0.42 ટકા વધારે છે. દિવસના અંતે તે 1.96 ટકા ઘટીને 698 રૂપિયા પર બંધ થયો હતો. ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ દિવસ દરમિયાન બીએસઈ પર 6.80 લાખથી વધુ શેર અને એનએસઈમાં 78.76 લાખથી વધુ શેરમાં વેપાર થયો હતો. આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડનો ઇનિશિયલ પબ્લિક ઓફર આ મહિનાની શરૂઆતમાં 5.25 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
2,770 કરોડ એકત્ર કર્યા આદિત્ય બિરલા સન લાઇફ એએમસી તેના પબ્લિક ઇશ્યૂ સાથે આવી છે. કંપનીનો લક્ષ્યાંક ઈશ્યુ માંથી લગભગ 2,770 કરોડ એકત્ર કરવાનો હતો. આ IPO 1 ઓક્ટોબરના રોજ બંધ થયો હતો. આ માટે પ્રાઇસ બેન્ડ 695-712 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. આઇપીઓ પહેલા કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 789 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ આદિત્ય બિરલા એએમસીની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) સંપૂર્ણ ઓફર ફોર સેલ છે જેમાં બે પ્રમોટરો, આદિત્ય બિરલા કેપિટલ અને સન લાઈફ (ઈન્ડિયા) એએમસી ઈન્વેસ્ટમેન્ટ્સે એસેટ મેનેજમેન્ટ ફર્મમાં પોતાનો હિસ્સો વેચ્યો છે. IPO માં આદિત્ય બિરલા કેપિટલ દ્વારા 28.51 લાખ ઇક્વિટી શેર અને 3.88 કરોડ ઇક્વિટી શેર્સના IPO માં સન લાઇફ AMC દ્વારા 3.6 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની ઓફરનો સમાવેશ થાય છે. આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર આદિત્ય બિરલા સન લાઇફ એએમસી આદિત્ય બિરલા ગ્રુપ અને કેનેડાના સન લાઇફ ફાઇનાન્સિયલ ઇન્ક વચ્ચે સંયુક્ત સાહસ છે.
કંપની 118 સ્કીમનું સંચાલન કરે છે આદિત્ય બિરલા સનલાઇફ એમએફ ચોથું સૌથી મોટું ફંડ હાઉસ છે. જૂન ક્વાર્ટરમાં મેનેજમેન્ટ હેઠળ તેની સરેરાશ સંપત્તિ રૂ 2.93 લાખ કરોડ હતી. હાલમાં તે 118 સ્કીમનું સંચાલન કરે છે. આ કંપનીની સ્થાપના 1994 માં થઈ હતી.