Adani Stocks Bounce Back : ગૌતમ અદાણીની તમામ કંપનીઓના શેરમાં રિકવરી નોંધાઈ, Adani Enterprises એ 10%ની છલાંગ લગાવી
Adani Stocks Bounce Back : એક મીડિયાના અહેવાલ મુજબ 28 ફેબ્રુઆરીએ જણાવાયું હતું કે સેબી બંને પક્ષોના આરોપોની તપાસ કરી રહી છે. આ બાબતથી વાકેફ આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર સેબી દ્વારા અત્યાર સુધી કોઈ ગેરરીતિઓ મળી નથી. જો કે, સેબીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
Adani Stocks Bounce Back : છેલ્લા ઘણા દિવસોથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં સતત ઘટાડો અટકી રહ્યો છે. અદાણી ગ્રુપની તમામ 9 કંપનીઓના શેર આજે સવારે લીલા નિશાનમાં એખાય રહ્યા છે. આજે 4 કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી હતી. તે જ સમયે અદાણી એન્ટરપ્રાઇઝના શેરના ભાવમાં આજે 9 ટકા કરતા વધુનો ઉછાળો આવ્યો છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે માર્કેટ રેગ્યુલેટર સેબી જે શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગના અદાણી ગ્રૂપ સામે લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે તેને અત્યાર સુધી કોઈ ગેરરીતિઓ મળી નથી. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપ માટે આ મોટી રાહતની વાત છે.
એક મીડિયાના અહેવાલ મુજબ 28 ફેબ્રુઆરીએ જણાવાયું હતું કે સેબી બંને પક્ષોના આરોપોની તપાસ કરી રહી છે. આ બાબતથી વાકેફ આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર સેબી દ્વારા અત્યાર સુધી કોઈ ગેરરીતિઓ મળી નથી. જો કે, સેબીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર સેબી અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના અનુપાલન અને ટ્રેડિંગના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે સેબીના આ પગલાને ઔપચારિક તપાસ તરીકે ન સમજવી જોઈએ.
અદાણી ગ્રુપના સ્ટોક્સની છેલ્લી સ્થિતિ ( 01-03-2023 , 10:16 am update)
Company | Live Price / Volume | Change % | Intraday High / Low | 52 Wk High / Low | Prev Close / Open |
ACC | 1,762.80 191.1k | +31.10 (1.80%) | 1767.75 1735.65 | 2785.00 1659.00 | 1,731.70 |
Adani Enterpris | 1,487.90 5.32m | +124.05 (9.10%) | 1493.00 1411.00 | 4190.00 1017.45 | 1,363.85 |
Adani Green Ene | 509.55 331.77k | +24.25 (5.00%) | 509.55 501.90 | 3050.00 439.10 | 485.30 |
Adani Ports | 608.20 4.87m | +15.75 (2.66%) | 608.90 594.60 | 987.85 395.10 | 592.45 |
Adani Power | 153.60 1.09m | +7.30 (4.99%) | 153.60 152.15 | 432.50 115.35 | 146.30 |
Adani Total Gas | 712.45 3.3m | +33.90 (5.00%) | 712.45 650.00 | 4000.00 650.00 | 678.55 |
Adani Trans | 675.00 1.88m | +32.10 (4.99%) | 675.00 631.50 | 4236.75 631.50 | 642.90 |
Adani Wilmar | 379.70 835.02k | +18.05 (4.99%) | 379.70 368.90 | 878.00 327.25 | 361.65 |
Ambuja Cements | 351.35 3.62m | +9.25 (2.70%) | 352.00 344.20 | 598.00 274.00 | 342.10 |
શેરબજારની શરૂઆત
નિક શેરબજારની મુવમેન્ટ આજે થોડી સ્થિર જોવા મળી રહી છે. આજે ભારતીય શેરબજારની શરૂઆત સારી વૃદ્ધિ સાથે લીલા નિશાનમાં થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી શેરોમાં જોરદાર કારોબાર થઈ રહ્યો છે. આજે બેંક શેરોમાં ઉછાળાને કારણે ભારતીય શેરબજારને પણ થોડો સપોર્ટ મળી રહ્યો છે.શેરબજારની આજની શરૂઆતની વાત કરીએ તો બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 174.36 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 59,136.48 પર ખુલ્યોતો બીજી તરફ એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 56.15 અંક એટલે કે 0.32 ટકાના વધારા સાથે 17,360.10 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે.