Stock Update : પ્રારંભિક સત્રમાં જબરદસ્ત તેજી, Sensex 500 અંક ઉછળ્યો, જાણો ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો

|

Jul 22, 2021 | 10:15 AM

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતીની સાથે દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ મજબૂત સ્થિતિમાં વધીને કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી પોણા ટકા વધારાની સાથે કારોબાર કરી રહ્યો છે.

Stock Update : પ્રારંભિક સત્રમાં જબરદસ્ત તેજી, Sensex 500 અંક ઉછળ્યો,  જાણો ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો
Stock Update

Follow us on

અમેરિકા, યુરોપિયન અને એશિયન શેર બજારોમાં વધારાની અસર આજે સ્થાનિક બજારમાં જોવા મળી છે. ભારતીય શેરબજારે આજે જોરદાર શરૂઆત કરી છે. સેન્સેક્સ 296 અંક વધીને 52,494 પર ખુલ્યો છે તો બીજી તરફ નિફ્ટીએ પણ મંગળવારના બંધથી 104 અંક વધીને 15,736 પર કારોબાર શરૂ કર્યો હતો.  સવારે ૧૦ વાગ્યાના અરસામાં SENSEX 500 અંક ઉછાળા સાથે કારોબાર કરતો નજરે પડયો હતો જયારે NIFTY માં 150 અંકની વૃદ્ધિ દેખાઈ હતી.

બુધવારે બકરી ઈદના કારણે ભારતીય શેરબજાર બંધ રહ્યું હતું. એક દિવસ અગાઉ મંગળવારે માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 354.89 પોઇન્ટ મુજબ 0.68% ઘટીને 52,198.51 પર બંધ રહ્યો હતો. અને નિફ્ટી 120.30 પોઇન્ટ મુજબ 0.76% નીચે 15,632.10 પર બંધ થયો હતો.

આજે એશિયન બજારોમાં તેજીનો ટ્રેન્ડ છે. જાપાનના શેર બજારો આજે બંધ છે. ચીનના શાંઘાઈ કમ્પોઝિટની 0.3% વૃદ્ધિ છે. હોંગકોંગનું હેંગ સેંગ 1.90% વધ્યું છે. કોરિયાની કોસ્સી 1.0% ઉપર છે. યુએસ બજારો બુધવારે મજબૂત રહ્યા હતા. ડાઉ જોન્સ 0.83% સુધી વધીને બંધ રહ્યો હતો. નાસ્ડેક 0.92% વધ્યો હતો. એસ એન્ડ પી 500 માં 0.82% નો વધારો થયો છે. યુરોપિયન બજારોમાં પણ ભારે ઉછાળો આવ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતીની સાથે દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ મજબૂત સ્થિતિમાં વધીને કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી પોણા ટકા વધારાની સાથે કારોબાર કરી રહ્યો છે. ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, મેટલ, એફએમસીજી, ઑટો અને આઈટીમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે.

એક નજર આજના ગેઈનર્સ અને લોસર્સ ઉપર કરો

લાર્જકેપ
વધારો : બજાજ ફાઈનાન્સ, વિપ્રો, બજાજ ફિનસર્વ, ઓએનજીસી, હિંડાલ્કો, ટાટા સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ
ઘટાડો : એશિયન પેંટસ, પાવરગ્રિડ, એચસીએલ ટેક, ડિવિઝ લેબ, સિપ્લા અને બ્રિટાનિયા

મિડકેપ
વધારો : જુબિલન્ટ ફૂડ્ઝ, ક્રિસિલ, હિંદુસ્તાન એરોન, ઓયલ ઈન્ડિયા અને મોતિલાલ ઓસવાલ
ઘટાડો : અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, અદાણી ગ્રીન અને શ્રીરામ ટ્રાન્સફર

સ્મૉલકેપ
વધારો : આઈડીએફસી, ઓલકાર્ગો, સેન્ટ્રલ બેન્ક, દોલત ઈન્વેસ્ટમેન્ટ અને મન ઈન્ફ્રા
ઘટાડો : શક્તિ પંપ્સ, મંગલમ ઓર્ગન, વેંકિસ, ન્યુજેન સૉફ્ટવેર અને અદાણી ટોટલ ગેસ

Published On - 9:38 am, Thu, 22 July 21

Next Article