Stock Update : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

|

Jul 05, 2021 | 10:42 AM

આજે શેરબજારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી મજબૂત સ્થિતિમાં દેખાઈ રહયા છે. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યો છે

Stock Update : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

આજે સપ્તાહના પેહલા દિવસે શેરબજાર(Stock Market) મજબૂત સ્થિતિ સાથે ખુલ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની વધુ મજબૂતી સાથે કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 52,844.11 અને નિફટી 15,826.85 સુધી ઉપલા સ્તરે દેખાય હતા.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યો છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ અને બેન્ક નિફ્ટી અડધા ટકાથી ઉપર વધ્યો છે. શરૂઆતી કારોબારમાં ફાર્મા , એફએમસીજી , ફાઈનાન્શિયલ સર્વિસ , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી , પીએસયુ બેન્ક , મેટલ , ઑટો અને આઈટી ક્ષત્રમાં તેજી જોવા મળી રહી છે.

આ અગાઉ છેલ્લા સત્રમાં શુક્રવારે ભારતીય શેરબજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું. સેન્સેક્સ 166 અંક મુજબ 0.32% વધીને 52,484 પર બંધ રહ્યો છે તો બીજી તરફ નિફ્ટીએ 42 અંક અનુસાર 0.27% ની મજબૂતી સાથે 15,722 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

લાર્જકેપ
વધારો : આઈશર મોટર્સ, હિંડાલ્કો, બજાજ ઑટો, પાવરગ્રિડ, એક્સિસ બેન્ક અને ટીસીએસ
ઘટાડો : એચડીએફસી લાઈફ, ડૉ.રેડ્ડીઝ અને સિપ્લા

મિડકેપ
વધારો : સીજી કંઝ્યુમર, ઈન્ફોએજ, હિંદુસ્તાન એરોન, મોતિલાલ ઓસવાલ અને ક્રિશિલ
ઘટાડો : અદાણી ટ્રાન્સફર, અદાણી ગ્રીન, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને જેએસડબ્લ્યુ એનર્જી

સ્મૉલકેપ
વધારો : સીસીએલ પ્રોડક્ટ્સ, ગોઅર અને વેલી, આઈએસજીઈસી હેવી, પેનેસિયા બાયોટેક અને ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ
ઘટાડો : શારદા મોટર્સ, અદાણી ટોટલ ગેસ, ગાયત્રી પ્રોજેક્ટ્સ અને સંઘવી મુવર્સ

 

Next Article