AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : આજના કારોબારમાં ક્યાં શેરમાં રોકાણ કરાવી શકે છે લાભ અને ક્યાં શેરમાં રોકાણ બની શકે છે જોખમી? જાણો અહેવાલમાં

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર જે સતત તૂટતો રહ્યો છે તે આજે 1.5%ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. પેટીએમના શેરમાં ત્રીજા દિવસે પણ વધારો જોવા મળી રહ્યો છે. તે આજે 5% ઉપર છે.

Stock Update : આજના કારોબારમાં ક્યાં શેરમાં રોકાણ કરાવી શકે છે લાભ અને ક્યાં શેરમાં રોકાણ બની શકે છે જોખમી? જાણો અહેવાલમાં
Dalal Street
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 10:03 AM
Share

શેર બજારમાં આજે પણ ઉતાર – ચઢાવની સ્થિતિ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ આજે 23 પોઈન્ટના ઘટાડા સાથે 58,363 પર ખુલ્યો હતો. આજના કારોબારમાં બેંક અને નાણાકીય શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે, જેના કારણે બજાર પર દબાણ વધ્યું છે. FMCG સેક્ટરમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. જોકે આઈટી, ઓટો અને મેટલ શેરોમાં ખરીદારી છે.

સેન્સેક્સના 13 શેરોમાં ઘટાડો સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેરોમાં ઘટાડો જ્યારે 17 શેરમાં વૃદ્ધિ છે. ઘટતા શેરોમાં બજાજ ફિનસર્વ, ICICI બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર અને HDFC બેન્કનો સમાવેશ થાય છે. વધતા શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, ઇન્ફોસિસ અને ટાઇટનનો સમાવેશ થાય છે. માર્કેટ કેપ રૂ. 263.29 લાખ કરોડ નોંધાયું છે.

રિલાયન્સના શેરમાં વધારો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર જે સતત તૂટતો રહ્યો છે તે આજે 1.5%ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. પેટીએમના શેરમાં ત્રીજા દિવસે પણ વધારો જોવા મળી રહ્યો છે. તે આજે 5% ઉપર છે. તે ત્રણ દિવસમાં લગભગ 30% વધ્યો છે. જો કે, તે હજુ પણ લિસ્ટિંગ કિંમતથી નીચે છે. તે આજે રૂ. 1841 પર છે જ્યારે લિસ્ટિંગ રૂ. 1950માં થયું હતું. તેની ઇશ્યૂ કિંમત રૂ. 2,150 હતી. તેનું માર્કેટ કેપ 1.18 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

આ શેરમાં વધારો થયો યુપીએલ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને અન્યો તેના ટોપ ગેઈનર્સ છે. આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડિયન ઓઈલ, કોલ ઈન્ડિયા અને એનટીપીસીના શેરમાં ઘટાડો થયો હતો. અગાઉ ગઈકાલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 323 પોઈન્ટ (0.55%) ઘટીને 58,340 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 88 પોઈન્ટ (0.55%) ઘટીને 17,415 પર બંધ થયો હતો.

આજના કારોબારમાં શેર્સની હલચલ ઉપર કરો એક નજર 

લાર્જકેપ  વધારો : યુપીએલ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેન્ક, ડિવિઝ લેબ, અદાણી પોર્ટ્સ અને ઈન્ફોસિસ ઘટાડો : આઈસીઆઈસીઆઈ બેન્ક, એનટીપીસી, આઈઓસી, શ્રી સિમેન્ટ, પાવરગ્રિડ, કોલ ઈન્ડિયા અને આઈશર મોટર્સ

મિડકેપ વધારો : શેરોમાં ગોદરેજ પ્રોપર્ટી, વર્હલ્પુલ, કંસાઈ નેરોલેક, ઑયલ ઈન્ડિયા અને એસજેવીએન ઘટાડો :  શ્રીરામ ટ્રાન્સફર, ટાટા પાવર, રાજેશ એક્સપોર્ટ્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ અને કંટેનર કૉર્પ

સ્મોલકેપ  વધારો : ઈન્ડો-નેશનલ, ઓરમ પ્રોપટેક, મિર્ઝા આઈએનટીએલ, શારદા મોટર અને રેમકી ઈન્ફ્રા ઘટાડો : ન્યુક્લિઅસ સોફ્ટવેર, હેક્ઝા ટ્રેડેક્સ, ડાઈમિન્સ કેમિકલ્સ, અજમેરા રિયલ્ટી અને કાબરા એક્ટ્રુશન

આ પણ વાંચો : Share Market : મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની ફ્લેટ શરૂઆત, પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ

આ પણ વાંચો : Go Fashion IPO Allotment : આ બે રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં?

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">