AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

STOCK UPDATE: Tata Motorsમાં આવ્યો 15% નો ઉછાળો , જાણો કોણ રહ્યાં આજનાં TOP GAINERS અને LOSERS

બે દિવસથી શેરબજાર(STOCK MARKET)ને બેન્કિંગ શેરનો મુજબૂત ટેકો મળી રહ્યો છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 10% થી ઉપર ગયો છે. ઓટો સેક્ટરમાં ટાટા મોટર્સના શેરમાં 17% વૃદ્ધિ સાથે તે આજનો ટોપ ગેઈનર રહ્યો હતો.

STOCK UPDATE: Tata Motorsમાં આવ્યો 15% નો ઉછાળો , જાણો કોણ રહ્યાં આજનાં TOP GAINERS અને LOSERS
TATA MOTORS
Ankit Modi
| Edited By: | Updated on: Feb 02, 2021 | 4:42 PM
Share

બે દિવસથી શેરબજાર(STOCK MARKET)ને બેન્કિંગ શેરનો મુજબૂત ટેકો મળી રહ્યો છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 10% થી ઉપર ગયો છે. ઇન્ડેક્સમાં મુખ્યત્વે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક, એસબીઆઈ અને ઈન્ડસઇન્ડ બેંકના શેર સારી સ્થિતિ દેખાડી રહ્યા છે. આજે ઈન્ડેક્સ 34,652.50 ની ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યો હતો.

Budget2021-22માં રસ્તાઓ પરથી જૂના વાહનોને દૂર કરવા સરકારે સ્ક્રેપ નીતિ જાહેર કરી છે. આ નિર્ણયના કારણે ઓટો શેરોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓટો સેક્ટરમાં ટાટા મોટર્સના શેરમાં 17% વૃદ્ધિ સાથે તે આજનો ટોપ ગેઈનર રહ્યો હતો. આ સિવાય અશોક લેલેન્ડમાં 9% અને ટીવીએસ મોટરમાં પણ 8% નો વધારો થયો છે.

આજના કારોબારની હાઇલાઇટ્સ આ મુજબ રહી હતી BSE માં 3,114 કંપનીઓના શેરમાં વેપાર થયો હતો. 1,761 કંપનીના શેર વૃદ્ધિ સાથે બંધ થયા છે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 4 લાખ કરોડ રૂપિયા વધી 196.68 લાખ કરોડ રૂપિયા થઈ છે નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 4% અને બેંક ઈન્ડેક્સ 3.56% વૃદ્ધિ દર્જ કરી બંધ થયો હતો.

NIFTY -50 ઇન્ડેક્સમાં આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લુઝર્સ આ મુજબ રહ્યા હતા

TOP GAINERS

Company Name       Last Price      % Gain Tata Motors               322                        15.16 Shree Cements         26,432.55              7.7 SBI                             333.1                      7.21 UltraTechCement  6,123.55                 6.6 UPL                          566.3                     6.03

TOP LOSERS

Company Name       Last Price      % Loss HDFC Life                   681.05               -2.57 Bajaj Finserv              9,476.30           -2.53 Hero MotoCorp        3,293.85             -1.4 Titan Company        1,485.45             -1.07 SBI Life Insure        865.35                -1.05

g clip-path="url(#clip0_868_265)">