AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Tips : શું તમારા પોર્ટફોલિયોમાં RIL અને Divi’s Lab ના શેર છે? જાણીતી બ્રોકરેજ ફર્મ અનુસાર આ સ્ટોક બમ્પર લાભ આપી શકે છે

Stock Tips : શેરબજારની જાણીતી  બ્રોકરેજ કંપનીઓમાંની એક ICICI ડાયરેક્ટે દેશની દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries) અને Divi's Laboratories Ltd નો સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર માટે રૂપિયા  2529નો સ્ટોપલોસ પણ સેટ કર્યો છે.

Stock Tips : શું તમારા પોર્ટફોલિયોમાં RIL અને Divi's Lab ના શેર છે? જાણીતી બ્રોકરેજ ફર્મ અનુસાર આ સ્ટોક બમ્પર લાભ આપી શકે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 8:57 AM
Share

Stock Tips : શેરબજારની જાણીતી  બ્રોકરેજ કંપનીઓમાંની એક ICICI ડાયરેક્ટે દેશની દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries) અને Divi’s Laboratories Ltd નો સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર માટે રૂપિયા  2529નો સ્ટોપલોસ પણ સેટ કર્યો છે. તે જ સમયે 2579 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. શુક્રવારે ભારતીય શેરબજારનો કારોબાર પૂર્ણ કર્યો ત્યારે  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર(RIL Share Price) 2,575.40 ઉપર જોવા મળ્યો હતો. આ સમયે સ્ટોકમાં 23.85 રૂપિયા અથવા 2,754.70 રૂપિયા જયારે આ સમયગાળાની નીચલી સપાટી 2,180.00 રૂપિયા છે. Divi’s Laboratories Ltd ના શેર માટે પણ સારી કમાણીની તક હોવાનો અંદાજ છે. જોકે અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે શેરબજારમાં રોકાણ સાથે જોખમ જોપડાયેલું છે માટે રોકાણ પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ.

બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટની  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ છે કારણ કે સ્ટોક તેના 20-દિવસના EMAથી વધુ ઊંચું બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે. આ પછી ભાવ કોન્સોલિડેશન રેન્જની બહાર જતા સત્રમાં તેજીનો સંકેત આપે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ચોથા ક્વાર્ટરનું પરિણામ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તાજેતરમાં ચોથા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. જેમાં કંપનીએ ટેક્સ ચૂકવ્યા બાદ લગભગ રૂ. 21296 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ એકીકૃત કુલ આવક તરીકે રૂ. 219294 કરોડનું બુકિંગ કર્યું છે. જે છેલ્લા ક્વાર્ટરની કુલ આવક કરતાં 1.99 ટકા ઓછી છે.

Divi’s Laboratories માં તેજીના સંકેત

બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં તેનો બિઝનેસ કરતી Divi’s Laboratories  પર ખરીદીની ભલામણ કરી છે. બ્રોકરેજે Divi’s Laboratories સ્ટોક પર રૂ. 3519નો સ્ટોપલોસ આપ્યો  છે. બ્રોકરેજ ફર્મે ટાર્ગેટ પ્રાઇસ તરીકે રૂ. 3579 આપ્યા છે.

શેરોમાં રોકાણ કેમ કરવું જોઈએ ?

Divi’s Laboratories ના સ્ટોકમાં રોકાણ કરવાનું કારણ એ છે કે સ્ટોક કોન્સોલિડેશન પછી ભાવ રિકવર થવા લાગ્યો છે. ઉપરાંત, 13 દિવસના EMA ઉપર રહેવું એ સૂચવે છે કે સ્ટોકમાં અપટ્રેન્ડ છે.

ચોથા ક્વાર્ટરના પરિણામની રજૂઆતનું પરિણામ ઉત્તમ હતું.

Divi’s Laboratories તાજેતરમાં ચોથા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. જેમાં કંપનીએ કોન્સોલિડેશન કુલ આવક તરીકે રૂ. 2016.92 કરોડનું બુકિંગ કર્યું છે. જે છેલ્લા ક્વાર્ટરની કુલ આવક કરતાં 10.70 ટકા વધુ છે. ટેક્સ ચૂકવ્યા પછી, કંપનીએ રૂ. 320.97 કરોડનું બુકિંગ કર્યું છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
g clip-path="url(#clip0_868_265)">