STOCK MARKET: શેરબજારમાં તેજી યથાવત, SENSEX 617 અંક ઉછળ્યો

|

Feb 08, 2021 | 4:21 PM

આજે ભારતીય શેરબજાર(STOCK MARKET)ની વૃદ્ધિનો સતત છઠ્ઠો દિવસ રહ્યો હતો.આજના કારોબારના અંતે સેન્સેક્સ(SENSEX) 617 અંક વધીને 51,348.77 પર બંધ રહ્યો હતો જયારે નિફટી (NIFTY)191.55 અંકના વધારા સાથે 15,115.80 ના સ્તર ઉપર બંધ થયો હતો.

STOCK MARKET: શેરબજારમાં તેજી યથાવત, SENSEX 617 અંક ઉછળ્યો
શેરબજાર આજે પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે

Follow us on

આજે ભારતીય શેરબજાર(STOCK MARKET)ની વૃદ્ધિનો સતત છઠ્ઠો દિવસ રહ્યો હતો.આજના કારોબારના અંતે સેન્સેક્સ(SENSEX) 617 અંક વધીને 51,348.77 પર બંધ રહ્યો હતો જયારે નિફટી (NIFTY)191.55 અંકના વધારા સાથે 15,115.80 ના સ્તર ઉપર બંધ થયો હતો. આજે બજારની વૃદ્ધિમાં ઓટો અને મેટલ શેરની અહમ ભૂમિકા રહી હતી. આ સાથે વૈશ્વિક બજારોન તેજીથી પણ બજારને ટેકો મળ્યો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

INDEX LEVEL GAIN
SENSEX 51,348.77 617.14 (1.22%)
NIFTY 15,115.80 191.55 (1.28%)

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.50 ટકા વધીને 19,705.30 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.53 ટકાની મજબૂતીની સાથે 19,388.71 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.92 ટકાના વધારાની સાથે 35,983.65 ના સ્તર પર બંધ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ વધીને 202.89 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. 5 ફેબ્રુઆરીએ તે 200.33 લાખ કરોડ રૂપિયા નોંધાઈ હતી. 5 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 117.34 પોઇન્ટ વધીને 50,731.63 પર અને નિફ્ટી 28.60 પોઇન્ટ વધીને 14,924.25 પર બંધ થયા છે.

NSEના પ્રોવિઝનલ ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 1,461.71 કરોડના શેર ખરીદ્યા છે જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 1,418.65 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં FIIએ લગભગ 12,262 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

શેરબજારમાં આજે આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.

SENSEX 
Open  51,146.67
High  51,523.38
Low   51,146.67

NIFTY 
Open   15,064.30
High   15,159.90
Low    15,041.05

 

Next Article