STOCK MARKET: ભારે વેચવાલીનાં પગલે SENSEX 1000 અંક ગગડ્યો , NIFTY 14 હજાર નીચે

|

Jan 27, 2021 | 2:50 PM

બપોર બાદમાં શેરબજાર(STOCK MARKET)માં ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ(SENSEX) 47,450 અને નિફ્ટી(NIFTY) 14 હજારની નીચે કારોબાર કરી રહ્યા છે.

STOCK MARKET: ભારે વેચવાલીનાં પગલે SENSEX 1000 અંક ગગડ્યો , NIFTY 14 હજાર નીચે
તસવીર પ્રતિકાત્મક છે

Follow us on

બપોરે બાદમાં શેરબજાર(STOCK MARKET)માં ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ(SENSEX) 47,350 અને નિફ્ટી(NIFTY) 14 હજારની નીચે કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ અને નાણાકીય શેર બજારને ઘટાડા તરફ દોરી રહ્યા છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 923 પોઇન્ટ મુજબ 2.95% ની નીચે કારોબાર કરી રહ્યો છે.

આ અગાઉ 6 જાન્યુઆરીએ ઇન્ડેક્સ 48 હજારના સ્તરથી નીચે આવી ગયો હતો. સેન્સેક્સમાં એક્સિસ બેન્કનો શેર ટોપ લોસર છે. શેરમાં 4.72% નો ઘટાડો છે. એચડીએફસી, સન ફાર્મા અને ડો. રેડ્ડીઝના શેરમાં પણ 3% થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.નિફટીમાં ટાટા મોટર્સ અને એક્સિસ બેન્કના શેર ઇન્ડેક્સના ટોપ લોસર્સ છે. બંને શેર 4% થી નીચે કારોબાર કરી રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેન્ક, ડો. રેડ્ડીઝ અને હિન્ડાલ્કોના શેરમાં પણ 3% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

શેરબજારમાં 62% શેર તૂટ્યા છે. BSE માં 2,942 શેરો પર કારોબાર થયો જે પૈકી 1,831 શેરમાં ઘટાડો દર્જ થયો છે છે. જબરદસ્ત ઘટાડાને કારણે એક્સચેંજમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટેબ કેપ રૂ189.70 લાખ કરોડ પર પહોંચી ગયું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભારતીય શેરબજારની સ્થિતિ બપોરે ૨.3૦ વાગે
બજાર           સૂચકઆંક          ઘટાડો
સેન્સેક્સ  47,347.03   −1,000.56 
નિફટી    13,955.95    −282.95 

 

Published On - 2:39 pm, Wed, 27 January 21

Next Article