Stock Market: નવી ઉંચાઈએ ખુલ્યુ માર્કેટ, સેન્સેક્સ 59100ને પાર, નિફ્ટી 17750ની આસપાસ
નિફ્ટીએ 80 પોઈન્ટના ઉછાળા સાથે 17,709.65 ના સ્તર પર શરૂઆત કરી.ટ્રેડિંગ દરમિયાન બજારમાં ઉછાળાને કારણે સેન્સેક્સ 59582.36 ની ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો

Markets open at new highs, Sensex crosses 59100, Nifty around 17750
Stock Market: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો સાથે સ્થાનિક શેરબજાર શુક્રવારે નવી ટોચ પર શરૂ થયું. બેન્કિંગ, ઓટો, એફએમસીજી શેરોમાં ખરીદીના કારણે બીએસઈના 30 શેરોનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 268.82 પોઈન્ટ વધીને 59,409.98 પર ખુલ્યો, જ્યારે નિફ્ટીએ 80 પોઈન્ટના ઉછાળા સાથે 17,709.65 ના સ્તર પર શરૂઆત કરી.ટ્રેડિંગ દરમિયાન બજારમાં ઉછાળાને કારણે સેન્સેક્સ 59582.36 ની ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 50 17750 ની નજીક પહોંચી ગયો. બજાજ ફાઈનાન્સ (3.08 ટકા), બજાજ ફિનસર્વ (2.45 ટકા), આઈટીસી (1.99 ટકા) શેર્સ આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો.