Stock Market Holidays in September 2023 : ચાલુ મહિનામાં શેરબજારમાં ક્યારે રજા રહેશે? જુઓ સંપૂર્ણ યાદી
Stock Market Holidays in September 2023 : ઓગસ્ટ મહિનાનો પૂર્ણ થઇ ગયો છે. આજે 1 સપ્ટેમ્બર 2023થી સપ્ટેમ્બર મહિનો શરૂ થશે. આવી સ્થિતિમાં શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારો અને વિશ્લેષકો એ જાણવા માટે ઉત્સુક હશે કે નવા મહિનામાં શેરબજારો કઈ તારીખે બંધ રહેશે.

Stock Market Holidays in September 2023 : ઓગસ્ટ મહિનાનો પૂર્ણ થઇ ગયો છે. આજે 1 સપ્ટેમ્બર 2023થી સપ્ટેમ્બર મહિનો શરૂ થશે. આવી સ્થિતિમાં શેરબજાર(Share Market)માં રોકાણ કરનારા રોકાણકારો અને વિશ્લેષકો એ જાણવા માટે ઉત્સુક હશે કે નવા મહિનામાં શેરબજારો કઈ તારીખે બંધ રહેશે.
BSE પર ઉપલબ્ધ રજાઓની યાદી અનુસાર, સ્થાનિક શેરબજાર સપ્ટેમ્બર મહિનામાં માત્ર એક દિવસ માટે બંધ રહેશે. રજાઓની યાદી અનુસાર ગણેશ ચતુર્થી નિમિત્તે 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના રોજ શેરબજારમાં કોઈ વેપાર થશે નહીં.
આ સેગમેન્ટ્સમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં
BSE વેબસાઈટ પર ઉપલબ્ધ રજાઓની યાદી અનુસાર, ગણેશ ચતુર્થીના કારણે 19 સપ્ટેમ્બરે ઈક્વિટી સેગમેન્ટ, ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.
આ સિવાય 19મી સપ્ટેમ્બરે કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ સેગમેન્ટમાં સવારના સત્રમાં (09:00-05:00) કોઈ ટ્રેડિંગ થશે નહીં. જો કે, આ સેગમેન્ટમાં ટ્રેડિંગ સાંજના સત્રમાં (05:00-11:30/11:55) થશે.
વર્ષ 2023 માં અત્યાર સુધી આ તારીખો પર રજાઓ હતી
26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ, 7 માર્ચે હોળી, 30 માર્ચે રામનવમી, 7 એપ્રિલે ગુડ ફ્રાઈડે, 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકર જયંતિ, 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસ, 28 જૂને બકરીદ અને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ સ્થાનિક તહેવારો છે. આ પ્રસંગે કોઈ વેપાર થયો ન હતો.
વર્ષના આગમી સમયમાં તારીખો પર બજારો બંધ રહેશે
આગામી સમયમાં 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની રજા બાદ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે શેરબજારમાં કોઈ વેપાર થશે નહીં. આ સિવાય 24 ઓક્ટોબરે દશેરા, 14 નવેમ્બરે દિવાળી પ્રતિપદા, 27 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને 25 ડિસેમ્બરે નાતાલના અવસર પર શેરબજારમાં કોઈ કારોબાર થશે નહીં. મુહૂર્ત ટ્રેડિંગ દિવાળીના દિવસે 12મી નવેમ્બરે થશે.
જિયો ફાયનાન્સિયલ સર્વિસીસ માટે મોટી જાહેરાત
Jio Financial Services (JSFL), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી અલગ થયેલી અને હવે શેરબજારમાં સૂચિબદ્ધ થયેલ એક અલગ એન્ટિટી, આવતીકાલે એટલે કે સપ્ટેમ્બર 1, 2023 થી તમામ S&P BSE સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે. એક્સચેન્જે એક રિલીઝમાં જણાવ્યું હતું કે આવતીકાલે સવારે શેરબજાર ખુલતા પહેલા, તે (JSFL) આ તમામ સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે. 21 ઓગસ્ટ, 2023 (સોમવારે), Jio ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર BSE અને NSE પર લિસ્ટ થયા હતા.