એક દિવસ પહેલા જ કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ થયું અને અબુ ધાબીની કંપનીએ ખરીદ્યો હિસ્સો, શેર બન્યા રોકેટ
અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા કંપનીમાં હિસ્સો ખરીદવાના સમાચાર બાદ શુક્રવારે આઝાદ એન્જિનિયરિંગના શેરમાં 5 ટકા સુધીનો વધારો થયો હતો. શુક્રવારે શેર 714.40 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. પરંતુ પ્રોફિટ બુકિંગને કારણે શેર 691.60 ના લેવલ પર બંધ થયો હતો.
શેરબજારમાં આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડના શેર 28 ડિસેમ્બરને ગુરુવારના રોજ લિસ્ટ થયા હતા. તેના બીજા જ દિવસે એટલે કે 29 ડિસેમ્બરને શુક્રવારે 5 ટકાનો વધારો થયો હતો. લિસ્ટિંગના એક દિવસ બાદ સ્ટોકમાં આવેલા સારા સમાચારને કારણે તેના ભાવ વધી ગયા. આઝાદ એન્જિનિયરિંગ એરોસ્પેસ અને સંરક્ષણ, ઉર્જા અને તેલ અને ગેસ ઉદ્યોગોમાં વૈશ્વિક મૂળ ઉપકરણોના ઉત્પાદકોને સપ્લાય કરતી ઉત્પાદન લાઇનના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે.
આઝાદ એન્જિનિયરિંગના શેર 720 રૂપિયા પર લિસ્ટ થયા
ક્રિકેટર સચિન તેંડુલકરે પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે, જેના માટે તેને મજબૂત રિટર્ન મળ્યું છે. ગુરુવારે NSE પર આઝાદ એન્જિનિયરિંગના શેર 720 રૂપિયા પર લિસ્ટ થયા ત્યારે સચિનને તેના રોકાણ પર જબરદસ્ત રિટર્ન મળ્યું છે. IPO ની ઓફર પ્રાઈસ 524 રૂપિયા પ્રતિ શેર હતી, જેમાં 37.4 ટકાનું પ્રીમિયમ મળ્યું હતું. શેર લિસ્ટ થતાંની સાથે જ તેમના 5 કરોડ રૂપિયાના રોકાણની વેલ્યુ વધીને 26 કરોડથી વધારે થઈ હતી.
શેર 714.40 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો
અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા કંપનીમાં હિસ્સો ખરીદવાના સમાચાર બાદ શુક્રવારે આઝાદ એન્જિનિયરિંગના શેરમાં 5 ટકા સુધીનો વધારો થયો હતો. શુક્રવારે શેર 714.40 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. પરંતુ પ્રોફિટ બુકિંગને કારણે શેર 691.60 ના લેવલ પર બંધ થયો હતો, જે તેના પહેલા દિવસના બંધ કરતાં 2 ટકા વધારે છે.
આઝાદ એન્જિનિયરિંગના 3.98 લાખ ઈક્વિટી શેર્સ ખરીદ્યા
સોવરિન વેલ્થ ફંડ અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ આઝાદ એન્જિનિયરિંગમાં 3.98 લાખ ઈક્વિટી શેર્સ અથવા 0.67 ટકા પેઈડ-અપ ઈક્વિટી શેર દીઠ 719.9 રૂપિયાના એવરેજ ભાવે ખરીદ્યા છે, જેની કુલ રકમ 28.65 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો : વર્ષ 2024 માં કયા શેર લેવાય? વધારે રૂપિયા કમાવા હોય તો આ 5 કંપનીના શેર પર લગાવો દાવ
આઝાદ એન્જીનીયરીંગ ઉર્જા, એરોસ્પેસ, સંરક્ષણ અને તેલ અને ગેસ ક્ષેત્રોમાં મૂળ સાધનોના ઉત્પાદકોને મુખ્ય ઘટકોના ઉત્પાદક અને સપ્લાયર છે. કંપનીની સમગ્ર દુનિયામાં હાજરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, યુરોપ, જાપાન અને મધ્ય પૂર્વ જેવા દેશોમાં વિવિધ OEM ને સપ્લાય કરે છે. કંપનીના મુખ્ય ક્લાઈન્ટ હનીવેલ ઈન્ટરનેશનલ, મિત્સુબિશી હેવી ઈન્ડસ્ટ્રીઝ, જનરલ ઈલેક્ટ્રિક, સિમેન્સ એનર્જી, ઈટોન એરોસ્પેસ અને મેન એનર્જી સોલ્યુશન્સ SE છે.