Adani Green Energy Ltd સામે સ્ટોક એક્સચેન્જે કડક કાર્યવાહી કરી, કંપનીને દંડ ફટકારાયો, જાણો કેમ?

ગૌતમ અદાણી(Gautam Adani)ની કંપની અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy Ltd) પર બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. BSE અને NSE એ નિર્ધારિત જોગવાઈઓનું પાલન ન કરવા બદલ કંપની પર અનુક્રમે રૂપિયા 2.24 લાખનો દંડ ફટકાર્યો છે.

Adani Green Energy Ltd સામે સ્ટોક એક્સચેન્જે કડક કાર્યવાહી કરી, કંપનીને દંડ ફટકારાયો, જાણો કેમ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 9:47 AM

ગૌતમ અદાણી(Gautam Adani)ની કંપની અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy Ltd) પર બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. BSE અને NSE એ નિર્ધારિત જોગવાઈઓનું પાલન ન કરવા બદલ કંપની પર અનુક્રમે રૂપિયા 2.24 લાખનો દંડ ફટકાર્યો છે. અદાણી ગ્રીન એનર્જીએ શેરબજારને આ માહિતી આપી છે.

અદાણી સામે કેમ કાર્યવાહી કરાઈ?

શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર, BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જે 21 ઓગસ્ટ, 2023 ના રોજના પત્રો દ્વારા કંપની પર કેટલાક નિયમોનું પાલન ન કરવા બદલ 2,24,200 રૂપિયાનો અલગ-અલગ દંડ ફટકાર્યો છે. અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું હતું કે મહિલા ડિરેક્ટરના અકાળે અવસાન અને સ્વતંત્ર ડિરેક્ટરની બહાર નીકળવાના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. કંપનીએ તેમની નિમણૂક વહેલી તકે કરવાની વાત કરી છે.

Adani Green Energy Ltd ના શેરની સ્થિતિ

આજે  બુધવારે કંપનીનો શેર 9.10 રૂપિયા મુજબ 0.90% ઘટાડા સાથે સવારે 9.37 વાગે 1,006.00 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ અગાઉ મંગળવારે, BSE ઇન્ડેક્સ પર અદાણી ગ્રીન એનર્જીના શેરનો ભાવ રૂ. 1015.15 હતો. શેર 0.44% ઘટીને બંધ થયો. કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો તે રૂ. 1,60,803.06 કરોડ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વર્ષ 2030 સુધીમાં 45 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના લક્ષ્ય સાથે ચાલી રહી છે. અદાણી ગ્રીન એનર્જી પાસે 8,316 મેગાવોટ (8.3 GW) એનર્જી ઓપરેશનલ ક્ષમતા છે અને અન્ય 12,118 મેગાવોટ કાં તો બાંધકામની નજીક છે અથવા અમલીકરણ હેઠળ છે.

કેટલો દંડ ફટકારાયો

અદાણી ગ્રીન એનર્જીએ મંગળવારે જણાવ્યું હતું કે બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે ચોક્કસ ગેરપાલન બદલ કંપનીને રૂ. 2.24 લાખનો દંડ ફટકાર્યો છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “મહિલા ડિરેક્ટરની નિમણૂક કરવામાં નિષ્ફળતા સહિત બોર્ડની રચનાને લગતી આવશ્યકતાઓનું પાલન ન કરવા બદલ” દંડ લાદવામાં આવ્યો છે.

“ચોક્કસ બિન-અનુપાલન માટે BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડે, તેમના 21 ઓગસ્ટ, 2023 ના પત્ર દ્વારાકંપની પર પ્રત્યેક રૂ. 2,24,200 નો દંડ લાદ્યો છે. ” ફાઇલિંગમાં જણાવ્યું હતું.અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું હતું કે મહિલા ડિરેક્ટરના અકાળે અવસાન અને સ્વતંત્ર ડિરેક્ટરની બહાર જવાને કારણે બિન-પાલન થયું છે.

g clip-path="url(#clip0_868_265)">