SBIમાં ખોલી શકાય છે આ 8 પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ, વિનામુલ્યે મળશે આ સુવિધાઓ

દેશના મોટાભાગના લોકો ચોક્કસપણે બચત ખાતું ખોલે છે. SBIમાં 8 પ્રકારના બચત ખાતા ઉપલબ્ધ છે. ચાલો આ બધાના મુખ્ય ફીચર્સ જાણીએ.

SBIમાં ખોલી શકાય છે આ 8 પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ, વિનામુલ્યે મળશે આ સુવિધાઓ
State Bank of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 6:57 PM

SBI Savings Accounts:  ભારતીય સ્ટેટ બેંક (SBI) દેશની સૌથી મોટી બેંક છે. આ બેંકની દેશમાં સૌથી વધુ શાખાઓ છે અને તેની પહોંચ દૂર દૂર સુધીના વિસ્તારો સુધી છે. બચત ખાતું એ સામાન્ય માણસ માટે બચત કરવાની સૌથી સરળ રીત છે. દેશના મોટાભાગના લોકો ચોક્કસપણે બચત ખાતું ખોલે છે. SBIમાં 8 પ્રકારના બચત ખાતા ઉપલબ્ધ છે. ચાલો આ બધાના મુખ્ય ફિચર્સ જાણીએ.

1. બેઝીક સેવિંગ્સ બેન્ક ડીપોઝીટ એકાઉન્ટ

SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ ખાતુ કોઈપણ વ્યક્તિ દ્વારા ખોલી શકાય છે, જેની પાસે માન્ય કેવાયસી દસ્તાવેજો છે. આ મુખ્યત્વે સમાજના ગરીબ વર્ગ માટે છે, આનાથી તેમને કોઈ પણ ચાર્જ વગર બચત શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ફિચર્સ

  • આ સેવા તમામ શાખાઓ પર ઉપલબ્ધ છે.
  • આમાં મિનિમમ બેલેન્સની રકમ શૂન્ય છે.
  • મહત્તમ બેલેન્સની રકમ પર કોઈ મર્યાદા નથી.
  • ખાતા માટે ચેક બુકની સુવિધા ઉપલબ્ધ નથી.
  • ઉપાડ ફક્ત શાખા અથવા એટીએમ દ્વારા કરી શકાય છે.
  • બેઝીક રૂપથી એટીએમ-કમ-ડેબિટ કાર્ડ આપવામાં આવશે.

2. બેઝીક સેવિંગ્સ બેન્ક ડિપોઝીટ સ્મોલ એકાઉન્ટ

આ ખાતું કોઈપણ વ્યક્તિ ખોલી શકે છે, જેની ઉંમર 18 વર્ષથી ઉપર છે અને જેની પાસે સત્તાવાર રીતે માન્ય KYC દસ્તાવેજ નથી. જેમાં કેવાયસીમાં છૂટ આપવામાં આવી છે. કેવાયસી દસ્તાવેજો સબમિટ કરીને તેને નિયમિત બચત ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે. આ મુખ્યત્વે સમાજના ગરીબ વર્ગ માટે છે, તેમને કોઈ પણ ચાર્જ વગર બચત શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય.

ફિચર્સ

  • તે સ્પેશલાઈઝ્ડ શાખાઓ સિવાય તમામ શાખાઓમાં ઉપલબ્ધ છે.
  • ઉપાડ શાખા અથવા એટીએમ દ્વારા કરી શકાય છે.
  • મૂળભૂત રૂપે એટીએમ કમ ડેબિટ કાર્ડ આપવામાં આવશે.
  • ન્યૂનતમ બેલેન્સની જરૂરિયાત શૂન્ય છે.
  • મહત્તમ બેલેન્સ મર્યાદા 50,000 રૂપિયા છે.

3. સેવિંગ બેન્ક એકાઉન્ટ

ફિચર્સ

  • મોબાઈલ બેન્કિંગ
  • SMS એલર્ટ
  • ઈન્ટરનેટ બેન્કિંગ
  • યોનો
  • સ્ટેટ બેન્ક એનીવેર
  • SBI ક્વિક મિસ્ડ કોલ ફેસીલીટી
  • નાણાકીય વર્ષમાં પ્રથમ 10 ચેક મફત છે. તે પછી 10 ચેકની કિંમત રૂપિયા 40 પ્લસ જીએસટી અને 25 ચેકની કિંમત 75 પ્લસ જીએસટી છે.
  • મંથલી એવરેજ બેલેન્સના આધારે મફત ઉપાડ પ્રતિબંધિત છે.
  • માસિક સરેરાશ સંતુલન જરૂરિયાત શૂન્ય છે.
  • મહત્તમ બેલેન્સની કોઈ મર્યાદા નથી.

4. સેવિંગ એકાઉન્ટ ફોર માઈનોર

બેંકની વેબસાઈટ અનુસાર પહેલુ પગલુ અથવા પહેલી ઉડાન બાળકોને નાણાં બચાવવાનું મહત્વ શીખવામાં મદદ કરે છે. બંને ખાતાઓમાં ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.

ફિચર્સ

  • મંથલી એવરેજ બેલેન્સ જરૂરિયાત લાગુ પડતી નથી.
  • મહત્તમ  10 લાખ રૂપિયાનું બેલેન્સ રાખી શકાય છે.
  • ચેક બુકની સુવિધા ઉપલબ્ધ નથી.
  • પહેલા કદમ અને પહેલી ઉડાન બંનેમાં બાળકના ફોટોગ્રાફ સાથે એટીએમ કમ ડેબિટ કાર્ડ 5000 રૂપિયાની ઉપાડ અથવા પીઓએસ મર્યાદા સાથે આપવામાં આવે છે.
  • મોબાઈલ બેંકિંગ વ્યુઈંગ રાઈટ્સ અને લિમીટેડ ટ્રાન્ઝેક્શન જેવા બિલ પેમેન્ટ, ટોપ અપ સાથે મળે છે. ટ્રાન્ઝેક્શન લિમિટ પ્રતિ દિવસ 2,000 રૂપિયા છે.

5. સેવિંંગ્સ પ્લસ એકાઉન્ટ

સેવિંગ્સ પ્લસ એકાઉન્ટ એસબીઆઈ મલ્ટી ઓપ્શન ડિપોઝિટ સ્કીમ (એમઓડીએસ) સાથે જોડાયેલ બચત બેંક ખાતું છે, જેમાં બચત બેંક ખાતામાંથી મર્યાદાથી વધુના સરપ્લસ ફંડને ટર્મ ડીપોઝીટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જે 1000 રૂપિયાના મલ્ટીપલમાં ખુલે છે.

ફિચર્સ

  • ડિપોઝિટની મુદત 1થી 5 વર્ષ છે.
  • એટીએમ કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે.
  • મોબાઈલ બેંકિંગ
  • ઈન્ટરનેટ બેંકિંગ
  • એસએમએસ એલર્ટ
  • MOD ડિપોઝિટ સામે લોન
  • MODમાં ટ્રાન્સફર માટે ન્યૂનતમ મર્યાદા – 35,000 રૂપિયા.

6. મોટર એક્સીડેન્ટ ક્લેમ એકાઉન્ટ (MACT)

મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ (MACT) ઈજાગ્રસ્તોને મોટર અકસ્માત ક્લેમ એન્યુઈટી ડિપોઝિટ પર વળતર અથવા વ્યાજની રકમ ચૂકવે છે.

ફિચર્સ

  • વર્તમાન બેંક વ્યાજ દર લાગુ
  • નામાંકનની સુવિધા ઉપલબ્ધ
  • પાસબુક સુવિધા
  • વેલકમ કીટ
  • ચેક બુકની સુવિધા
  • એટીએમ કમ ડેબિટ કાર્ડ ઉપલબ્ધ છે.
  • ઈન્ટરનેટ બેંકિંગ ઉપલબ્ધ છે.

7. રેડિજેંટ ફોરેન કરન્સી (ડોમેસ્ટીક) એકાઉન્ટ

બેંકની વેબસાઈટ મુજબ કોઈ ભારતીય વિદેશી ચલણ ખાતું ખોલી શકે છે. આ સાથે તે વિદેશી ચલણ રાખી શકે છે. એકાઉન્ટ USD, GBP અને યુરો કરન્સીમાં જાળવી શકાય છે.

ફિચર્સ

  • આ વ્યાજ વગરનું ચાલુ ખાતું છે.
  • ચેક બુક કે એટીએમ કાર્ડ ઉપલબ્ધ નથી.
  • ન્યૂનતમ બેલેન્સ જાળવવા માટે USD 500, GBP 250 અને યરો 500 રાખવાના રહેશે.

8. ઈન્સ્ટા પ્લસ વીડિયો કેવાયસી સેવિંંગ્સ એકાઉન્ટ

ફિચર્સ

  • વીડિયો કેવાયસી દ્વારા તમે તમારું એસબીઆઈ ઈન્સ્ટા પ્લસ સેવિંગ્સ બેંક ખાતું ખોલી શકો છો.
  • ખાતું ખોલવાની પેપરલેસ પ્રક્રિયા અને શાખાની મુલાકાત લેવાની જરૂર નથી.
  • માત્ર આધારની વિગતો અને PAN જરૂરી છે.
  • ગ્રાહકો યોનો એપ અથવા ઓનલાઈન SBIનો ઉપયોગ કરીને NEFT, IMPS, UPI વગેરેનો ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફર કરી શકે છે.
  • રૂપે ક્લાસિક કાર્ડ આપવામાં આવશે.
  • એસએમએસ એલર્ટ, SBI ક્વિક મિસ્ડ કોલ સુવિધા ઉપલબ્ધ છે.
  • ઈન્ટરનેટ બેન્કિંગ ચેનલ દ્વારા એકાઉન્ટ ટ્રાન્સફર સુવિધા ઉપલબ્ધ છે.
  • નોમિનેશનની સુવિધા અનિવાર્ય છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર બંધને દેવેન્દ્ર ફડનવીસે ગણાવ્યો ઢોંગ, કહ્યુ ” રાજ્યના ખેડુતો માટે આવી સહાનુભૂતિ કેમ નહિ ? “

g clip-path="url(#clip0_868_265)">