Bank Rules : શું બેંક કર્મચારીઓ તમને પણ વીમો લેવા માટે કહી રહ્યા છે? તો જાણો આ નિયમ વિશે

ઘણી વખત બેંક ધારકોની ફરિયાદ હોય છે કે બેંક કર્મચારીઓ તેમના પર વીમો લેવા માટે દબાણ કરી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે બેંકના નિયમો અનુસાર વીમો લેવા માટે બેંક દબાણ કરી શકે નહિ.

Bank Rules : શું બેંક કર્મચારીઓ તમને પણ વીમો લેવા માટે કહી રહ્યા છે? તો જાણો આ નિયમ વિશે
Bank (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 11:31 AM

Bank Rules : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના ગ્રાહકોને ઘણી બેન્કિંગ સુવિધાઓ પૂરી પાડે છે, જેમાં ઓનલાઇન માધ્યમથી ઘણા કાર્યો કરી શકાય છે. SBI ગ્રાહકોને બેંકિંગ સેવાઓ તેમજ વીમાની સેવા પણ પૂરી પાડે છે. પરંતુ, ઘણી બેન્કોના ગ્રાહકો ફરિયાદ કરે છે કે તેમને બેંક કર્મચારીઓ વીમો કરાવવા માટે દબાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર બેંકધારકોએ કરી ફરિયાદ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તાજેતરમાં ઘણા ગ્રાહકોએ ટ્વિટર (Twitter) પર ફરિયાદ કરી છે કે બેંક કર્મચારીઓ તેમના પર વીમો લેવા માટે દબાણ કરી રહ્યા છે. બેંકમાં નવું ખાતું ખોલાવનારા ગ્રાહકો માટે તે જરૂરી કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આજે અમે તમને જણાવીશુ કે શું ખાતું ખોલવાની સાથે વીમો લેવો જરૂરી છે અને શું બેંક કર્મચારી વીમા માટે ગ્રાહક પર દબાણ લાવી શકે છે?

જાણો બેંકના નિયમો વિશે

સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદ કરતા ગ્રાહકોને બેંકે (Bank) જવાબ આપ્યો છે કે વીમા અંગે બેંકના નિયમો (Bank Rules) શું છે. બેંકે જણાવ્યુ છે કે ખાતા સાથે વીમો લેવો ગ્રાહકની ઇચ્છા પર આધાર રાખે છે. એટલે કે, જો ગ્રાહક તેને યોગ્ય માને છે, તો તે તેને ખરીદી શકે છે અને તેને ના પણ પાડી શકે છે. આ માટે કોઈ દબાણ કરવામાં આવવું જોઈએ નહિ.

SBIએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, “વીમા અને અન્ય રોકાણો સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને અમારી શાખાઓ ગ્રાહકોને તેમના લાભો અને જાગૃતિ વિશે માહિતગાર કરે છે. જો તમને કોઈ ચોક્કસ સમસ્યા હોય તો તમે તમારો મોબાઈલ નંબર, સરનામું અને ચોક્કસ વિગતો સાથે શાખાના નામ, શાખા કોડની માહિતી socialconnect@sbi.co.in પર મોકલી શકો છો.”

તમને જણાવી દઈએ કે હોમ લોન વખતે પણ બેંકમાંથી વીમો લેવાની સલાહ આપવામાં આવે છે. આ સમય દરમિયાન બેંક ગ્રાહકોને બે વીમા મેળવવાની સલાહ આપે છે, જેમાં એક મિલકત વીમો અને લોન સુરક્ષા સામેલ છે.

શું કાર્ડ સાથે વીમો ઉપલબ્ધ છે?

સાથે જ ATM કાર્ડ પર 20 લાખ રૂપિયા સુધીનો મફત વીમો પણ ઉપલબ્ધ છે. આ એક આકસ્મિક મૃત્યુ વીમો છે, જે 40 કરોડથી વધુ ખાતાધારકોને લાભ આપે છે. જેને કોમ્પલિમેન્ટ્રી ઈન્સ્યોરન્સ (Complementary insurance)નામ આપવામાં આવ્યું છે. કોઈપણ ખાતાધારકના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેનો દાવો કરી શકાય છે.

આ પણ વાંચો: RBIએ આ 2 બેન્કને ફટકાર્યો દંડ, જાણો શું ગ્રાહકોના રોકાણ પર થશે કોઈ અસર ?

આ પણ વાંચો:  Surat Diamond News: રશિયાની માઇનિંગ કંપનીઓ હવે સુરતમાં રફ ડાયમંડનું સીધું વેચાણ કરે તેવા સંકેત

g clip-path="url(#clip0_868_265)">