Amul સાથે શરૂ કરો પોતાનો બિઝનેસ, ઓછા રોકાણથી મેળવો વધારે નફો

|

Jan 08, 2021 | 8:07 PM

અમૂલ કોઈપણ પ્રકારની રોયલ્ટી કે નફાની વહેંચણી વગર જ ફ્રેન્ચાઇઝી આપે છે. ફ્રેન્ચાઇઝી લેવા માટે 2 થી 6 લાખ રૂપિયાના રોકાણની જરૂરિયાત રહે છે.

Amul સાથે શરૂ કરો પોતાનો બિઝનેસ, ઓછા રોકાણથી મેળવો વધારે નફો
Amul

Follow us on

શું તમે નવી નોકરી શોધી રહ્યા છો? તો, નોકરીની ચિંતા છોડો અને અમૂલ સાથે બિઝનેસ શરૂ કરો. ડેરી પ્રોડક્ટસ વેચતી અમૂલ કંપની સાથે બિઝનેસ કરવાની એક મોટી તક છે. નવા વર્ષમાં કંપની અમૂલની ફ્રેન્ચાઇઝી આપી રહ્યા છે, જેમાં ઓછા રોકાણ દ્વારા દર મહિને નિયમિત આવક મેળવી શકાય છે. અમૂલની ફ્રેન્ચાઇઝી લેવાથી ચોક્ક્સથી ફાયદો થશે, નુકસાન થવાનો કોઈ પ્રશ્ન જ નથી. અમૂલ કોઈપણ પ્રકારની રોયલ્ટી કે નફાની વહેંચણી વગર જ ફ્રેન્ચાઇઝી આપે છે. ફ્રેન્ચાઇઝી લેવા માટે 2 થી 6 લાખ રૂપિયાના રોકાણની જરૂરિયાત રહે છે.

અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપી રહ્યા છે. એક અમૂલ આઉટલેટ, અમૂલ રેલ્વે પાર્લર અથવા અમૂલ કિઓસ્કની ફ્રેન્ચાઇઝી અને બીજી અમૂલ આઇસ ક્રીમ સ્કૂપીંગ પાર્લર ફ્રેન્ચાઇઝી. જો પ્રથમ વિક્લ્પ પસંદ કરશો તો 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને બીજી ફ્રેન્ચાઇઝી લેવાનું વિચારી રહ્યા છો, તો 5 લાખનું રોકાણ કરવું પડશે. જેમાં 25 થી 50 હજાર રૂપિયા નોન રિફંડેબલ બ્રાન્ડ સિક્યુરિટી તરીકે આપવાની રહેશે.

અમૂલ આઉટલેટમાં કંપની એમ.આર.પી. પર કમિશન ચૂકવે છે. દૂધના પાઉચ પર 2.5%, દૂધના ઉત્પાદનો પર 10% અને આઇસક્રીમ પર 20% કમિશન આપે છે. અમૂલ આઇસ ક્રીમ સ્કૂપીંગ પાર્લરની ફ્રેન્ચાઇઝીને રેસિપિ બેઝડ આઇસ ક્રીમ, શેક, પિઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50% કમિશન મળે છે. કંપની પેક્ડ આઈસ્ક્રીમ પર 20% અને અમૂલ પ્રોડક્ટ્સ પર 10% કમિશન આપે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અમૂલના આઉટલેટ માટે 150 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ અને અમૂલ આઇસક્રીમ પાર્લરની ફ્રેન્ચાઇઝી માટે ઓછામાં ઓછી 300 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. ફ્રેન્ચાઇઝ માટે અરજી કરવી હોય તો retail@amul.coop પર ઈ-મેઈલ કરવો પડશે. વધારે માહિતી http://amul.com/m/amul-scooping-parlours પરથી મળશે.

આ પણ વાંચો: ખેડૂતોને રાઈસ ટ્રાન્સપ્લાન્ટર ખરીદવા સરકાર આપશે 1.50 લાખ રૂ.ની સહાય, યોજનામાં અરજી કરી મેળવો સહાય

આ પણ વાંચો: વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી શાકભાજીની ખેતી, ઉત્પાદન અને આવકમાં થયો વધારો, સફળવાર્તા

Published On - 7:59 pm, Fri, 8 January 21

Next Article