સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 (Sovereign Gold Bond Scheme)ની નવી શ્રેણી માટે 4,790 રૂપિયા પ્રતિ ગ્રામની ઇશ્યૂ પ્રાઇસ નક્કી કરી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22- શ્રેણી 5 આજે 9 ઓગસ્ટના રોજ ખુલશે અને 13 ઓગસ્ટના રોજ બંધ થશે. સબ્સ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 4,790 રૂપિયા પ્રતિ ગ્રામ રહશે. સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનું પણ નક્કી કર્યું છે. આવા રોકાણકારો માટે ઇશ્યૂ કિંમત 4,740 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. ચોથી શ્રેણી માટે ઇશ્યૂ પ્રાઇસ 4,807 પ્રતિ ગ્રામ હતી. તે 12 જુલાઈએ ખુલ્યું અને 16 જુલાઈએ બંધ થયું હતું.
24 કેરેટ શુદ્ધતાની ગેરેંટી
કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond Scheme) શરૂ કરી છે, જે અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. આ સોનુ શુદ્ધતાની ખાતરી સાથે ઓફર કરાય છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4790 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 47900 રહેશે.
કેટલીકવાર મનમાં ફિઝિકલ ગોલ્ડ અને ડીઝીટલ ગોલ્ડ વચ્ચેના તફાવતને લઈ અસમસજ ઉભી થાય છે પણ ડિજિટલ ગોલ્ડન સ્કીમના 6 ફાયદાઓ ધ્યાન ખેંચી રહયા છે.
લિક્વિડિટી
ગોલ્ડ બોન્ડ ઇશ્યુ થયાના 15 દિવસમાં સ્ટોક એક્સચેંજ પર ગોલ્ડ લિક્વિડિટીને આધિન બને છે.
ગેરંટીડ રીટર્ન
ડીઝીટલ ગોલ્ડ બોન્ડની સૌથી અગત્યની બાબત એ છે કે સોનાના ભાવમાં થતો વધારાનો લાભ રોકાણકારને મળે છે. આ ઉપરાંત, તેઓ રોકાણની રકમ પર 2.5% ની ખાતરીપૂર્વકનું નિશ્ચિત વ્યાજ પણ મેળવે છે.
ટેક્સમાંથી બાદ મળે છે
ડીઝીટલ ગોલ્ડ બોન્ડ પર લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સ ત્રણ વર્ષ પછી લાગૂ કરવામાં આવે છે, જો પાકતી મુદત સુધી રોકાણ રાખવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે નહીં.
લોનની સુવિધા
ડીઝીટલ ગોલ્ડ બોન્ડનો ઉપયોગ લોન માટે પણ થઈ શકે છે. આ બોન્ડ્સની મુદત 8 વર્ષ છે અને 5 વર્ષ પછી આકસ્મિક ઉપાડ – લોન પણ થઇ શકે છે.
GST અને મેકિંગ ચાર્જીસમાંથી મુક્તિ
ડીઝીટલ ગોલ્ડ બોન્ડમાં ફીઝીકલ ગોલ્ડમાં લાગતા GST અને મેકિંગ ચાર્જીસ લાગુ પડતા નથી.
સોનું સાચવવાની ઝંઝટ નહી
ડીઝીટલ ગોલ્ડ બોન્ડ સોનું બોન્ડ સ્વરૂપે મળે છે, જેથી ફીઝીકલ ગોલ્ડની જેમ સોનું સાચવવાની ઝંઝટ, ચિંતા અને જોખમમાંથી મુક્તિ મળે છે.