AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sovereign Gold Bond : આગામી સપ્તાહે ખુલશે સરકારી સોનાની દુકાન, બજાર કરતા સસ્તી કિંમતે સોનું મળશે

Sovereign Gold Bond : જે લોકો સોનામાં રોકાણ કરવા ઈચ્છે છે તેમના માટે 4 દિવસ પછી સુવર્ણ તક છે. તમે સરકાર પાસેથી સીધું સોનું ખરીદી શકો છો તે પણ બજાર કિંમત કરતાં સસ્તી કિંમતે(buy gold at cheapest price)...સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ એ નફાકારક સોદો છે. સૌપ્રથમ, તેનો લોક-ઇન સમયગાળો 5 વર્ષનો અને પાકતી મુદત 8 વર્ષનો છે.

Sovereign Gold Bond : આગામી સપ્તાહે ખુલશે સરકારી સોનાની દુકાન, બજાર કરતા સસ્તી કિંમતે સોનું મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 7:27 AM
Share

Sovereign Gold Bond : જે લોકો સોનામાં રોકાણ કરવા ઈચ્છે છે તેમના માટે 4 દિવસ પછી સુવર્ણ તક છે. તમે સરકાર પાસેથી સીધું સોનું ખરીદી શકો છો તે પણ બજાર કિંમત કરતાં સસ્તી કિંમતે(buy gold at cheapest price)… ભારતીય રિઝર્વ બેંકે(RBI) 2023-24 માટે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનું કેલેન્ડર બહાર પાડ્યું છે અને તેના પ્રથમ હપ્તામાં રોકાણ કરવાની તક 4 દિવસ પછી ખુલી રહી છે. આરબીઆઈના નિવેદન અનુસાર ટૂંક સમયમાં ગોલ્ડ બોન્ડનો પ્રથમ હપ્તો શરૂ થશે. 19 જૂનથી 23મી જૂન સુધી ઉપલબ્ધ રહેશે. આ પછી ગોલ્ડ બોન્ડનો બીજો હપ્તો આ વર્ષે 11 થી 15 સપ્ટેમ્બર સુધી ખુલશે. ગોલ્ડ બોન્ડમાં તમને બજાર કરતાં સસ્તા ભાવે સોનામાં રોકાણ કરવાની તક મળે છે જ્યારે તેના પર વળતર પણ સારું છે. ચાલો જાણીએ કે ગોલ્ડ બોન્ડમાં કોણ અને કેવી રીતે રોકાણ કરી શકે છે.

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણની રીત

RBI ગોલ્ડ બોન્ડ ઇસ્યુ  કરે છે. આ માટે દરેક વખતે બજાર કિંમત અનુસાર તેની કિંમત નક્કી કરવામાં આવે છે જે બોન્ડ ઇસ્યુ કરવાના થોડા દિવસો પહેલા આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે. જો તમે ડિજિટલ માધ્યમથી ગોલ્ડ બોન્ડ માટે પેમેન્ટ કરો છો તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. એટલે કે, તમે માર્કેટ રેટ કરતા ઘણા સસ્તા દરે અહીં સોનામાં રોકાણ કરી શકો છો.

કોઈપણ વ્યક્તિ અથવા હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) 4 કિલોના મૂલ્યના ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકે છે. જ્યારે ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓ 20 કિગ્રા જેટલી કિંમત સુધીના ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. આ રોકાણ મર્યાદા સમગ્ર નાણાકીય વર્ષ માટે છે. ગોલ્ડ બોન્ડ બેંકો, પોસ્ટ ઓફિસો, પેમેન્ટ બેંકો, ગ્રામીણ બેંકો અને સ્ટોક એક્સચેન્જ વગેરેમાંથી ખરીદી શકાય છે.

ગોલ્ડ બોન્ડ ફાયદાનો સોદો

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ એ નફાકારક સોદો છે. સૌપ્રથમ, તેનો લોક-ઇન સમયગાળો 5 વર્ષનો અને પાકતી મુદત 8 વર્ષનો છે, એટલે કે 5 વર્ષ પછી તમે આ બોન્ડને રિડીમ કરી શકો છો. બીજું, પાકતી મુદત પર, આ બોન્ડ તે સમયના સોનાના દર પ્રમાણે વળતર આપે છે, તેમજ દર વર્ષે અલગથી 2.5 ટકા વ્યાજ આપે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">