સરકાર આવતા મહિનાના અંત સુધીમાં રાષ્ટ્રીય સ્ટીલ નિગમ લિમિટેડ અને તેની સબ્સિડિરી માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ માંગી શકે છે. હિસ્સા માટે ટાટા સ્ટીલ, જેએસડબલ્યૂ સ્ટીલ અને અદાણી ગ્રુપ વચ્ચે સ્પર્ધા થઈ શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં આ કંપનીઓએ કંપનીઓ સાથે ચર્ચા કરીને હિસ્સો ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ શરૂઆતી વાતચીતમાં ખૂબ જ સકારાત્મક સંકેતો મળ્યા છે અને ટાટા સ્ટીલ, જેએસડબલ્યૂ સ્ટીલ અને અદાણી ગ્રૂપની કંપનીઓ સહિત 7 કંપનીઓએ રાષ્ટ્રીય સ્ટીલ માટે રસ દાખવ્યો છે. કંપનીનું વેલ્યુએશન ડિસેમ્બરના અંત સુધીમાં નક્કી થઈ શકે છે.
ગયા અઠવાડિયે જ રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગના (ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ -DIPAM) સચિવ તુહિન કાંત પાંડેએ જાણકારી આપી હતી કે સરકાર રાષ્ટ્રીય સ્ટીલ નિગમ લિમિટેડ (આરઆઈએનએલ)ના વ્યૂહાત્મક વેચાણ માટે ટ્રાન્ઝેક્શન સ્ટ્રક્ચરને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ જાન્યુઆરી 2021માં આરઆઈએનએલમાં સરકારના હિસ્સાના સંપૂર્ણ વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ સાથે આરઆઈએનએલના સબ્સિડિયરી એકમો અને સંયુક્ત સાહસોમાં સરકારી હિસ્સાના વેચાણ વિશે પણ વાત કરવામાં આવી હતી. સાર્વજનિક ક્ષેત્રની સ્ટીલ કંપની આરઆઈએનએલ વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અથવા વિઝાગ સ્ટીલ તરીકે પણ ઓળખાય છે.
કંપની દેશની ટોપ 6 સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાંની એક ગણાય છે. કંપનીની કુલ વાર્ષિક ક્ષમતા 75 લાખ ટન છે. વર્ષ 2021-22માં કંપનીનું કુલ ટર્નઓવર રૂ. 28215 કરોડ હતું અને કંપનીએ રૂ. 913 કરોડનો નફો પણ મેળવ્યો હતો.
સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાં સરકારના હિસ્સાનું સંચાલન કરતા વિભાગો દીપમે આ વર્ષે માર્ચમાં આરઆઈએનએલના મૂલ્યાંકન માટે એક પરિસંપત્તિ મૂલ્યાંકનકર્તાની નિયુક્તિ માટે પ્રસ્તાવ પણ મંગાવ્યા હતા. સરકારની આ પહેલથી વિપરીત ટ્રેડ યુનિયનો આરઆઈએનએલના વ્યૂહાત્મક વેચાણનો વિરોધ કરી રહ્યા છે. તેમને આ કંપનીના સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (સેલ) સાથે વિલીનીકરણનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો, જેને નાણાં મંત્રાલયે નવી જાહેર સાહસ નીતિને કહીને નકારી કાઢી હતી.