ટૂંક સમયમાં ખેડુતોને PM-KISANની 8માં હપ્તાની રકમ મળશે, યાદીમાં તમારું તપાસો આ સરળ ૫ સ્ટેપ્સ દ્વારા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ કેન્દ્ર સરકાર વાર્ષિક 6 હજાર રૂપિયા દેશના ખેડુતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. 6 હજાર રૂપિયાની આ રકમ સરકાર દ્વારા ત્રણ હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર(Direct Benefit Transfer) કરવામાં આવે છે.

  • Ankit Modi
  • Published On - 8:01 AM, 30 Mar 2021
ટૂંક સમયમાં ખેડુતોને PM-KISANની 8માં હપ્તાની રકમ મળશે, યાદીમાં તમારું તપાસો આ સરળ ૫ સ્ટેપ્સ દ્વારા
ટૂંક સમયમાં ખેડુતોને PM-KISANની 8માં હપ્તાની રકમ મળશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ કેન્દ્ર સરકાર વાર્ષિક 6 હજાર રૂપિયા દેશના ખેડુતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. 6 હજાર રૂપિયાની આ રકમ સરકાર દ્વારા ત્રણ હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર(Direct Benefit Transfer) કરવામાં આવે છે. આ યોજના હેઠળ રજિસ્ટર્ડ ખેડૂતોને આઠમોં હપ્તો ટૂંક સમયમાં તેમના ખાતામાં આવશે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી છે અને આ યોજનાના લાભાર્થીઓની સૂચિમાં તમારું નામ છે કે કેમ ? તે જાણવા માંગો છો, તો તમે તેને સરળતાથી જાણી શકો છો.

આ સ્ટેપ્સ અનુસરીને યાદીમાં તમારું નામ તપાસો
1. સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લો
2. હોમપેજ પર Farmers Corner નો વિકલ્પ નજરે પડશે
3. Farmers Cornerવિભાગની અંદર Beneficiaries Listના વિકલ્પ પર ક્લિક કરો.
4. ડ્રોપ ડાઉન સૂચિમાં રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરો
5. આ પછી Get Report પર ક્લિક કરો. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

તમે આ પ્રમાણે તમારું નામ રજીસ્ટર કરી શકો છો
1. ખેડુતોએ પહેલા https://pmkisan.gov.in/ પર આપેલ Farmer Corner ટેબમાં ક્લિક કરવું આવશ્યક છે. અહીં ખેડૂતોને પોતાને નોંધણી કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
2. Farmer Corner ટેબમાં New Registrationના વિકલ્પ પર ક્લિક કરો.
3. એક નવું પેજ ખુલશે. તેના પર તમારો આધાર નંબર દાખલ કરવાથી નોંધણી ફોર્મ ખુલશે.
4.નોંધણી ફોર્મમાં સંપૂર્ણ માહિતી ભરો. આમાં તમારું નામ, લિંગ, કેટેગરી, આધારકાર્ડ, રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામ, બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, વગેરે આપવાનું રહેશે.
5. બધી માહિતી ભર્યા પછી, નોંધણી માટે ફોર્મ સેવ કરવા અને સબમિટ કરવાના વિકલ્પ પર ક્લિક કરો.