AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું SBI બેંકમાં જઈને બદલી શકાય છે ખરાબ કે ફાટેલી નોટ, બેંકે આપી સંપૂર્ણ જાણકારી

શું તમારી પાસે ફાટેલી નોટ છે, અને તમે ચિંતિત છો કે તેનું શું થશે. તો અમે તમને જણાવી દઈએ કે આ બાબતે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમે બેંકમાં જઈને તમારી ક્ષતિગ્રસ્ત નોટો બદલી શકો છો.

શું SBI બેંકમાં જઈને બદલી શકાય છે ખરાબ કે ફાટેલી નોટ, બેંકે આપી સંપૂર્ણ જાણકારી
Soiled or mutilated notes can be exchanged in banks know its rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 5:39 PM
Share

શું તમારી પાસે ફાટેલી નોટ છે, અને તમે ચિંતિત છો કે તેનું શું થશે. તો અમે તમને જણાવી દઈએ કે આ બાબતે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમે બેંકમાં જઈને તમારી ખરાબ થઈ ગયેલી અથવા ફાટેલી નોટો બદલી શકો છો. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (Bank State Bank of India – SBI) એ આ જાણકારી આપી છે. એસબીઆઈએ (SBI) ટ્વિટર પર એક યુઝરના (twitter User)  જવાબમાં કહ્યું છે કે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત અથવા થોડી ખરાબ થયેલી ચલણી નોટો (Currency notes) અને તમામ મૂલ્યની અન્ય તમામ પ્રકારની બગડેલી નોટો બેંકની તમામ શાખાઓમાં બદલી શકાય છે. બેંકે વધુમાં કહ્યું છે કે બેંકની કરન્સી ચેસ્ટ શાખા (Bank’s Currency Chest Branch) ક્ષતિગ્રસ્ત ચલણી નોટોને એક્સચેન્જ કરી આપે છે.

SBIના જણાવ્યા અનુસાર, બેંકે તેના ગ્રાહકો તેમજ અન્ય લોકો માટે કરન્સી બદલવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બેંક આ મામલે આરબીઆઈની માર્ગદર્શિકાનું પાલન કરે છે. બેંકે કહ્યું કે આરબીઆઈએ બેંકોને તે ક્ષતિગ્રસ્ત નોટો બદલવાની પરવાનગી આપી છે, જે અસલી છે અને તેમા ખરાબી એવી હોય જેનાથી કોઈ છેતરપિંડી થઈ શકે નહીં.

સ્ટેટ બેંકે એક ગ્રાહકના પ્રશ્નના જવાબ રૂપે આ વાત કહી છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર બેંકને ટેગ કરીને પૂછ્યું કે તેની પાસે 2000 રૂપિયાની નોટ છે, જે ફાટી ગઈ છે અને તે તેને બદલવા માંગે છે. તેમણે કહ્યું કે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ ફાટેલી નોટો બદલી શકાય છે, પરંતુ બેંકે તેનો ઈન્કાર કરી દીધો હતો. તેણે બેંકના ટ્વિટર હેન્ડલને ટેગ કર્યું અને પૂછ્યું કે તે આગળ શું કરી શકે છે.

ખરાબ થઈ ગયેલી નોટો માટે RBIની માર્ગદર્શિકા

જે નોટ ગંદી થઈ ગઈ હોય અથવા થોડી કપાઈ ગઈ હોય તે ખરાબ થયેલી નોટ ગણાય છે. જે નોટો બંને બાજુએ નંબરવાળી હોય છે, એટલે કે જે નોટ 10 રૂપિયા અને તેનાથી વધુના મૂલ્યની હોય અને જે બે ભાગમાં હોય છે, તેને પણ બગડેલી નોટ ગણવામાં આવે છે. જો કે, આવી નોટોમાં કટ નંબરો પેનલ દ્વારા હાજર ન હોવા જોઈએ.

આ તમામ નોટો કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકના કાઉન્ટર પર જઈને બદલી શકાય છે. આ સાથે, ખાનગી ક્ષેત્રની બેંકની કોઈપણ કરન્સી ચેસ્ટ શાખા અથવા ભારતીય રિઝર્વ બેંકની કોઈપણ ઇશ્યુ ઓફિસની મુલાકાત લઈને તેમને બદલી શકાય છે. આ માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી.

ફાટેલી નોટો માટે સેન્ટ્રલ બેંકના નિયમો

જે નોટ ટુકડાઓમાં વહેચાઈ ગઈ છે અથવા મહત્વપુર્ણ ભાગો ખોવાય ગયા છે. તેને બદલી શકાય છે. ચલણી નોટના આવશ્યક ભાગોમાં નોટને જાહેર કરનાર ઓથોરીટી, ગેરંટી, વચન કલમ, હસ્તાક્ષર, મહાત્મા ગાંધીની તસવીર અથવા અશોક સ્તંભનું ચિત્ર આવે છે. આ નોટોનું રિફંડ મૂલ્ય RBI (નોટ રિફંડ) નિયમો અનુસાર ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો :  EPFO : જો ખાતામાં PF વ્યાજ ન આવ્યું હોય તો ક્યાં કરવી ફરિયાદ? મિસ્ડ કોલ અને SMS સહીત આ 4 રીતે તપાસો તમારું બેલેન્સ

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">