શું આપના મેડિક્લેઈમમાં કોરોના કવર થાય છે? જાણો ઈલાજના કુલ ખર્ચની કેટલી રકમ મળી રહી છે

|

Dec 05, 2020 | 8:21 PM

કોરોના સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીની સરેરાશ ખર્ચ  રૂ. 1.50 લાખ આવે છે. ડિસેમ્બર સુધીમાં વીમા કંપનીઓએ ખર્ચના 62 ટકા એટલે કે  રૂ. 93,000 લેખે દાવા સેટલ કર્યા છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર કોરોનાના ભરડાની શરૂઆત બાદ  નવેમ્બરના છેલ્લા સપ્તાહ સુધીમાં વીમા કંપનીઓને 9,000 કરોડ રૂપિયાના ક્લેઈમ મળ્યા છે. જે પૈકી  વીમા કંપનીઓએ 4,200 […]

શું આપના મેડિક્લેઈમમાં કોરોના કવર થાય છે? જાણો ઈલાજના કુલ ખર્ચની કેટલી રકમ મળી રહી છે

Follow us on

કોરોના સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીની સરેરાશ ખર્ચ  રૂ. 1.50 લાખ આવે છે. ડિસેમ્બર સુધીમાં વીમા કંપનીઓએ ખર્ચના 62 ટકા એટલે કે  રૂ. 93,000 લેખે દાવા સેટલ કર્યા છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર કોરોનાના ભરડાની શરૂઆત બાદ  નવેમ્બરના છેલ્લા સપ્તાહ સુધીમાં વીમા કંપનીઓને 9,000 કરોડ રૂપિયાના ક્લેઈમ મળ્યા છે. જે પૈકી  વીમા કંપનીઓએ 4,200 કરોડ ચૂકવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં વીમા દાવાનો આંકડો સૌથી વધુ છે. માત્ર મહારાષ્ટ્રમાંથી જ  38% ક્લેઈમના દાવા થયા છે. કર્ણાટક 9.93 ટકા ક્લેઈમ સાથે બીજા અને ગુજરાત 9.87 ટકા ક્લેઈમ સાથે ત્રીજા ક્રમે છે. મહારાષ્ટ્રને 2.31 લાખ દાવા મળ્યા છે. જેમાં ક્લેઈમના દાવા 1.21 લાખ રૂપિયાના કરાયા છે. વીમા કંપનીઓનું  સરેરાશ ચુકવણું  રૂ. 80,304  છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પ્રતિ વ્યક્તિ સરેરાશ ક્લેઈમ દાવાના અંકડા સૌથી વધુ તેલંગણામાં છે. અહીં પ્રતિ વ્યક્તિ ક્લેમ 2.34 લાખ રૂપિયા છે. સરેરાશ ચુકવણી 1.31 લાખ રૂપિયા છે. સૌથી ઓછી પ્રતિ વ્યક્તિ ક્લેઈમ કેરળમાં  93,008 છે. વીમા  કંપનીઓ દ્વારા કેરળમાં સરેરાશ ચૂકવણી 54,709  રૂપિયા કરાઈ છે. હજી સુધી વીમા કંપની કુલ  74 ટકા ક્લેમ ચૂકવેલ છે. 4,200 કરોડના કુલ ક્લેમ સામે 1,300 કરોડ મહારાષ્ટ્રમાં ચૂકવાય છે. દેશભરમાં કુલ 6.10 લાખ મામલાઓમાં દેશમાં 4.54 લાખનો નિકાલ કઈ દેવાયો છે.

 

આ પણ વાંચો: જાણો કયા 14 સ્ટોક્સ એવા રહ્યા જેમણે 8 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા

 

વીમા કંપનીઓના કોવિડ ક્લેમની આંકડાકીય માહિતી

કુલ પ્રાપ્ત દાવાઓ                           –  6,10,411
કુલ દાવાની રકમ                           –  રૂ 9,19,78,30,8383
સમાધાન કરાયેલ દાવા                  – 4,54,362કેસ
પતાવટ કરાયેલ દાવા                    – રૂ. 42,43,154,100
સરેરાશ દાવાની રકમ                    – રૂ. 1,50,683
સરેરાશ દાવાની ચુકવણીની રકમ  – રૂ .93,501
કુલ દાવાઓ સમાધાન                  – 74 ટકા
સરેરાશ વીમા દાવો                      – રૂ. 1.50 લાખ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article