સરકારના એક નિર્ણયથી BABA RAMDEV ની આ કંપનીના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા , શું છે તમારા પોર્ટફોલિયોમાં?
રૂચી સોયા ભારતમાં ખાદ્યતેલના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. પામતેલ પર આયાત ડ્યૂટી ઘટાડવાને કારણે સોમવારે રૂચી સોયાનો શેર વધીને 1,090.00 રૂપિયા થયો હતો.
બાબા રામદેવ(Baba Ramdev) ના રૂચી સોયા (Ruchi Soya)ના શેરમાં વધારો નોંધાયો છે. સોમવારે ટ્રેડિંગ દરમિયાન પતંજલિ દ્વારા હસ્તગત કરાયેલ રૂચી સોયાનો સ્ટોક BSE પર 3 ટકાથી વધુ ઉછળ્યો હતો. બાબા રામદેવની કંપનીના શેરમાં વધારો પામ ઓઇલ(Palm Oil) પરની આયાત ડ્યૂટી(Import Duty)માં ઘટાડા બાદ આવ્યો છે. રૂચી સોયાના શેરમાં વધારો થવાને કારણે રોકાણકારોને ઘણો ફાયદો થયો છે અને તેમની સંપત્તિમાં રૂ. 1,000 કરોડથી વધુનો વધારો થયો છે.
ખાદ્ય તેલોના ઊંચા ભાવને કારણે સરકારે ભાવમાં નરમાશ અને ગ્રાહકોને રાહત આપવા માટે ફરી એક વખત આયાત ડ્યૂટી ઘટાડી છે. સીપીઓ, પામોલિન, સૂર્યમુખી, સોયાબીન ડીગમ અને સોયાબીન શુદ્ધ ખાદ્ય તેલ પર આયાત ડ્યૂટી 5.5 ટકા સુધી ઘટાડી દેવામાં આવી છે. ભૂતકાળમાં પણ આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ હજુ પણ વધતા ભાવ નિયંત્રણમાં આવ્યા નથી. આયાત ડ્યૂટીમાં આ ઘટાડો સપ્ટેમ્બરના અંત સુધી કરવામાં આવ્યો છે.
શેર 3 ટકાથી વધુ વધ્યો રૂચી સોયા ભારતમાં ખાદ્યતેલના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. પામતેલ પર આયાત ડ્યૂટી ઘટાડવાને કારણે સોમવારે રૂચી સોયાનો શેર વધીને 1,090.00 રૂપિયા થયો હતો.
શેરબજારમાં ઘટાડા વચ્ચે રોકાણકારોએ રૂચી સોયામાં મોટો ફાયદો કર્યો છે. રૂચી સોયાના રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1,000 કરોડથી વધુનો વધારો થયો છે. શુક્રવારે BSE પર શેર 1044.50 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવે કંપનીની માર્કેટ કેપ 30,900.59 કરોડ રૂપિયા હતી. શેરમાં ઉછાળાને કારણે આજે કંપનીનું માર્કેટ કેપ રૂ 1,106.41 કરોડ વધીને રૂ 32,007 કરોડ થયું છે.
પામતેલના વ્યવસાય પર બાબાનું ફોકસ વધ્યું ગયા મહિને કેન્દ્ર સરકારે પામ તેલમાં આત્મનિર્ભર બનવા માટે નેશનલ એડિબલ ઓઇલ-પામ ઓઇલ મિશન (NMEO-OP) ને મંજૂરી આપી હતી. આ મિશનની મંજૂરી મળ્યા બાદ બાબા રામદેવે આસામ, ત્રિપુરા અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પામતેલના વાવેતર શરૂ કરવાની યોજના બનાવી છે.
રૂચી સોયા 4300 કરોડની FPO લાવશે સેબીએ રૂચી સોયાના FPO ને મંજૂરી આપી છે. કંપની FPO દ્વારા રૂ 4,300 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. પતંજલિ આયુર્વેદે 2019 માં નાદાર કંપની રૂચી સોયાને 4,350 કરોડમાં ખરીદી હતી. અદાણી ગ્રુપ પણ આ કંપનીને ખરીદવાની રેસમાં સામેલ હતું પરંતુ પાછળથી પાછળ હટવાનો નિર્ણય કર્યો.
તાજેતરમાં એક મુલાકાતમાં બાબા રામદેવે કહ્યું હતું કે પતંજલિનો આઈપીઓ આવતા વર્ષે આવી શકે છે. તેમણે કહ્યું કે, રૂચી સોયા પહેલા અમે પતંજલિનો આઈપીઓ લોન્ચ કરવાનું વિચાર્યું નહોતું. પરંતુ હવે ડર દૂર થઈ ગયો છે અને તે આવતા વર્ષે બજારમાં લિસ્ટેડ થશે.
આ પણ વાંચો : Gold Price Today : રૂપિયો નબળો પડતા સોનાના ભાવ વધ્યા , જાણો આજે કેટલું મોંઘુ થયું સોનું
આ પણ વાંચો : Multibagger Stock 2021 : આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા, 1 લાખ રૂપિયાના 8 કરોડ બન્યા , જાણો સ્ટોક વિશે વિગતવાર